Month: April 2018

એક પ્રોગ્રામે દુષ્કાળથી સપડાયેલા વિસ્તારને ઈડનના બગીચામાં ફેરવી દીધો.

આફ્રિકાના હોર્નમાં વિશાળ નદીઓના સૂકા પટ ઉજ્જડ અને સૂકી ઘૂળવાળી જમીનોથી ઘેરાયેલા છે. થાકેલા અને નબળા બકરા અને ઊંટ જેવા પ્રાણીઓના ટોળા આ વિસ્તારમાં ખોરાકની શોધમાં ફરતા હોય છે. આ વિસ્તારમાં છેલ્લા ૬૦ વર્ષોના દુષ્કાળોમાંનો આ સૌથી ખરાબ દુષ્કાળ હતો.

ચાઈલ્ડ ફંડ ઇન્ટરનેશનલ નામની સંસ્થાએ આ વિસ્તારમાં દુષ્કાળ રાહત કામગીરી શરૂ કરી છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય આ વિસ્તારમાં ખોરાકની કટોકટી ઓછામાં ઓછી કરી લાંબાગાળાનો વિકાસ સાધવાનો છે.

કેન્યાના તુર્કાના પ્રદેશમાં ચાઈલ્ડ ફંડ ઇન્ટરનેશનલ યુ.એન.ની વિશ્વ ખોરાક યોજનાની ભાગીદારીમાં “ફૂડ ફોર અસેટ” કાર્યક્રમ શરૂ કર્યો છે.જે અંતર્ગત રણપ્રદેશમાં પાકનું ઉત્પાદન કરવામાં આવે છે.

શાકભાજીના બગીચાઓમાં સ્ત્રીઓ દ્વારા પાલક, ટામેટા, લીલા મરચા, ભીંડા, તરબૂચ, કોબીજ, મકાઈ અને ચોળી ઉગાડવામાં આવે છે.ચાઈલ ફંડ ઇન્ટરનેશનલ ના સી.ઇ.ઓ. અને પ્રમુખ લાઈનમ ગોડાર્ડએ કહ્યું “ આ સમાજ સ્માર્ટ કૃષિ પ્રેક્ટીસના કારણે આશ્ચર્યજનક રીતે બદલાયો છે. દુષ્કાળ વચ્ચે પણ અમો ઈડનનો બાગ શોધી કાઢ્યો છે. બધે જ હરિયાળી છે !"

ફૂડ ફોર અસેટ પ્રોગ્રામમાં આ વિસ્તારના ૬ સમાજો જોડાયેલા છે જે ત્રણ હજાર રહીશોને ખેતીની અને પિયતની તકનીકો શીખવીને પોષી રહી છે. કાર્યક્રમ હેઠળ પિયત પદ્ધતિ અને બગીચા બનાવવાના કામના બદલામાં કુટુંબોને અનાજ અને વસ્તુઓ આપવામાં આવે છે.

માણસો અને પશુઓ ને પૂરતા પ્રમાણ માં પાણી પુરવઠો મળવાના કારણે અનાજના ઉત્પાદનમાં વધારો થયો છે, પર્યાવરણને થઇ રહેલા નુકશાનમાં ઘટાડો થયો છે અને પશુઓ માટેના ગોચરમાં પણ સુધારો થયો છે. જે વિસ્તારોમાં કાયમી વહેતી નદીઓની ઉણપ છે ત્યાં લોકોને પાણી ખેચવાની યોજનાઓ શિખવવામાં આવે છે જેથી જુવાર અને મકાઈ જેવા પાકો ઉગાવી શકાય.

લાંબા સમયથી ખોરાકની મદદ પર નભતા લોકો ફૂડ ફોર અસેટ પ્રોગ્રામમાં જોડાય છે અને એક વર્ષ માટે તેઓ ખોરાકનું રાશન મેળવે છે અને તેમને સ્વનિર્ભર થવા માટે નવા કૌશલ્યો શીખવવામાં આવે છે. અને આ રીતે બચાવેલા ખોરાક નો વધુ ખરાબ પરિસ્થિતિઓ માટે સંગ્રહ કરાય છે.

“ફૂડ ફોર અસેટ એ કટોકટીમાં રાહત આપવા નો પ્રયત્ન નથી” ગોડાર્ડે કહ્યું, “આ લાંબાગાળાના વિકાસની યોજના છે જેનાથી સમાજને ભવિષ્યના દુષ્કાળમાં મદદ મળી શકે. અમે સમાજોને મજબૂત કરી રહ્યા છીએ અને તેમને સ્વનિર્ભર બનાવવા સંસાધનો અને તાલીમ આપીએ છીએ. ”

Credit:
Translated from- http://about.newsusa.com/article/program-turns-drought-ravaged-villages-into-gardens-of-eden.aspx

હસ્તાક્ષર યાદશક્તિ સુધારે છે

લખાણ એવી ટેક્નીક છે કે જેનો ઉપયોગ ઘણા યુગોથી એક બીજાની સાથે આદાનપ્રદાન માટે તેમજ શિખવા અને શિખવવા માટે થાય છે, અને તે ટેક્નીક અત્યારે પણ એટલી જ પ્રચલિત છે.

કેન્ટ સ્ટેટ યુનિવર્સિટી અને એસોસિએશન ફૉર સાયકોલૉજિકલ સાયન્સ (APS) અને અન્યએ તાજેતરમાં કરેલ અભ્યાસ અનુસાર, કંઈક નોંધવા માટે લેપટોપની જગ્યાએ પેન અને પેપરનો ઉપયોગ યાદ શક્તિમાં વધારો કરે છે અને કોઈ ખ્યાલને સારી રીતે સમજી યાદ રાખવાની ક્ષમતાને વધારે છે. ખરેખર, ભૂતકાળમાં મહત્ત્વની માહિતી એકઠી કરવા માટે હસ્તલેખન એક માત્ર વિકલ્પ હતો. પરંતુ, જો પેન્સિલ તૂટી ગઈ હોય અથવા પેન કામ કરતી બંધ થઈ જાય તો મહત્ત્વની માહિતી ખોવી પડતી. પછી લેપટોપ અને ટેબ્લેટ આવ્યા જેના કારણે લખાણની કંઈક નોંધવું ખુબ જ સરળ બની ગયું.

પણ અહીં તારણ મળે છે કે હાથનું લખાણ શ્રવણશક્તિ અને સમજશક્તિને સુધારવામાં મદદ કરે છે, માણસને માહિતીનો સારાંશ કરવાની ક્ષમતામાં વધારો કરે છે. જર્નલ ઑફ સાયકોલૉજિકલ સાયન્સ અનુસાર હસ્તલિખિત નોંધો વધુ ફાયદાકારક દેખાય છે, કારણ કે તે માણસને આપેલી માહિતીને યાદ રાખવા અને સમજવામાં મદદ કરે છે, જ્યારે કે લેપટોપ પર લેવામાં આવતી મગજની હાજરી વિનાની અક્ષરશ: નોંધો લેવામાં આનું વિરોધી હોય છે.

તે બાબતને ધ્યાનમાં રાખીને બૂગી બોર્ડે એક નવા બ્લેકબોર્ડનું સર્જન કર્યું કે જે “ઇ-રાઇટર” તરીકે જાણીતું છે, જેમાં લીક્વીડ ક્રિસ્ટલ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લેકબોર્ડના વપરાશકર્તાઓ તેમાં શાહી અને કાગળનો ઉપયોગ કર્યા વગર ઇલેક્ટ્રોનિકલી લખી અને ભૂસી શકે છે.ટેક્નોલોજિનો પરંપરા સાથે મેળાપ થઈ ગયો.

બ્લેકબોર્ડના પ્રોડક્ટ ડિઝાઈનના ડિરેક્ટર હન્ટર મૉરિસ કહે છે કે, “બ્લેકબોર્ડની બાબતમાં આપણે ન માની શકીએ એવા મોડ પર આવી પહોંચ્યા છીએ કે જેમાં ઉચ્ચ ટેક્નોલોજિથી "બૅક ટૂ બેઝિક" નો અનુભવ સર્જી શકાય છે જે એક ક્રાંતિકારી અને સાથે સાથે પરિચિત અનુભવ પુરવાર થાય છે”.

મૉરીસ એમાં ઉમેરો કરતા કહે છે કે, “તદ્દન વ્યંગાત્મક રીતે, અમે એક એવી સફળ પ્રોડક્ટ વિકસાવી છે કે જેમાં ચાર્જર, પ્લગ કે પોર્ટની અગવડતાઓ નડતી નથી”.

કોઈ જ લોડ કે ચાર્જ કર્યા વગર, બ્લેકબોર્ડમાં કોઈ જ ઢીલ કે વિલંબ વગર લખે છે, જેમ આપણે કાગળ અને પેન દ્વારા લખીએ છીએ જે ખૂબ જ સરળ છે.

આ નવું ઉપકરણ ૮.૫" x ૧૧" ની લેટર સાઈઝમાં આવે છે જે અર્ધ–પારદર્શક સપાટી ધરાવે છે, અને તેમાં ચાર જુદા જુદા ટેમ્પ્લેટસ નો સમાવેશ થાય છે કે જે પ્લાન દોરવામાં, નોંધ લેવામાં કે કેલેન્ડર પ્લાનિંગ કરવામાં પણ મદદરૂપ થાય છે. વળી તેની સ્ક્રીન નકશો, છબી, ફોટો અથવા અન્ય ડિજિટલ સ્ક્રીનના ટ્રેસિંગ માટે પણ યોગ્ય છે.

નવી ટેક્નોલોજિ કે જે લિકવીડ ક્રિસ્ટલ પેપરના ઉપયોગને શક્ય બનાવે છે તેમાં નવું પેટન્ટેડ એક્ઝેક્ટ ઇરેઝ ફીચર હોય છે, કે જેનાથી યુઝર સરળતાથી પેન્સિલ અને રબરની માફક એક બટનથી આખી સ્ક્રીન ભૂંસી શકે છે, અથવા નાના તથા મોટા ભાગ પણ ભૂંસી શકે છે.

“રાઈટ ઓન”નું બીજું કારણ તે ફ્રી ઍપ છે, કે જે કામને સેવ કરવામાં, ગોઠવવામાં, સર્ચ કરવામાં અને શેર કરવામાં ઉપયોગી નીવડે છે, તથા ડૂડલ્સ, ડિઝાઇન, લિસ્ટ, નોટ્સ વગેરેમાં પણ ઉપયોગી છે. કમનસીબે આ બ્લેકબોર્ડ તમારા ખરાબ અક્ષરોને કન્વર્ટ કરવામાં મદદરૂપ બની શકતું નથી.

લખાણ એવી ટેક્નીક છે કે જેનો ઉપયોગ ઘણા યુગોથી શિખવા, શિખવવા અને એક બીજાની સાથે આદાનપ્રદાન કરવા માટે થાય છે. અને અત્યારે પણ એટલી જ પ્રચલિત છે. તો શા માટે તમારી જાતને “માઈન્ડલેસ પ્રક્રિયા”ના ઉપયોગથી જોખમમાં મૂકવી, જ્યારે કે તમે નવી ટેક્નીકનો ઉપયોગ કરી શકો છો, કે જે તમારી યાદશક્તિને અને સમજશક્તિને વધારવા માટે મદદરૂપ બને છે.

Credit:
Translated from- http://about.newsusa.com/article/studies-show-handwriting-improves-memory.aspx