એક પ્રોગ્રામે દુષ્કાળથી સપડાયેલા વિસ્તારને ઈડનના બગીચામાં ફેરવી દીધો.

Uncategorized

આફ્રિકાના હોર્નમાં વિશાળ નદીઓના સૂકા પટ ઉજ્જડ અને સૂકી ઘૂળવાળી જમીનોથી ઘેરાયેલા છે. થાકેલા અને નબળા બકરા અને ઊંટ જેવા પ્રાણીઓના ટોળા આ વિસ્તારમાં ખોરાકની શોધમાં ફરતા હોય છે. આ વિસ્તારમાં છેલ્લા ૬૦ વર્ષોના દુષ્કાળોમાંનો આ સૌથી ખરાબ દુષ્કાળ હતો.

ચાઈલ્ડ ફંડ ઇન્ટરનેશનલ નામની સંસ્થાએ આ વિસ્તારમાં દુષ્કાળ રાહત કામગીરી શરૂ કરી છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય આ વિસ્તારમાં ખોરાકની કટોકટી ઓછામાં ઓછી કરી લાંબાગાળાનો વિકાસ સાધવાનો છે.

કેન્યાના તુર્કાના પ્રદેશમાં ચાઈલ્ડ ફંડ ઇન્ટરનેશનલ યુ.એન.ની વિશ્વ ખોરાક યોજનાની ભાગીદારીમાં “ફૂડ ફોર અસેટ” કાર્યક્રમ શરૂ કર્યો છે.જે અંતર્ગત રણપ્રદેશમાં પાકનું ઉત્પાદન કરવામાં આવે છે.

શાકભાજીના બગીચાઓમાં સ્ત્રીઓ દ્વારા પાલક, ટામેટા, લીલા મરચા, ભીંડા, તરબૂચ, કોબીજ, મકાઈ અને ચોળી ઉગાડવામાં આવે છે.ચાઈલ ફંડ ઇન્ટરનેશનલ ના સી.ઇ.ઓ. અને પ્રમુખ લાઈનમ ગોડાર્ડએ કહ્યું “ આ સમાજ સ્માર્ટ કૃષિ પ્રેક્ટીસના કારણે આશ્ચર્યજનક રીતે બદલાયો છે. દુષ્કાળ વચ્ચે પણ અમો ઈડનનો બાગ શોધી કાઢ્યો છે. બધે જ હરિયાળી છે !"

ફૂડ ફોર અસેટ પ્રોગ્રામમાં આ વિસ્તારના ૬ સમાજો જોડાયેલા છે જે ત્રણ હજાર રહીશોને ખેતીની અને પિયતની તકનીકો શીખવીને પોષી રહી છે. કાર્યક્રમ હેઠળ પિયત પદ્ધતિ અને બગીચા બનાવવાના કામના બદલામાં કુટુંબોને અનાજ અને વસ્તુઓ આપવામાં આવે છે.

માણસો અને પશુઓ ને પૂરતા પ્રમાણ માં પાણી પુરવઠો મળવાના કારણે અનાજના ઉત્પાદનમાં વધારો થયો છે, પર્યાવરણને થઇ રહેલા નુકશાનમાં ઘટાડો થયો છે અને પશુઓ માટેના ગોચરમાં પણ સુધારો થયો છે. જે વિસ્તારોમાં કાયમી વહેતી નદીઓની ઉણપ છે ત્યાં લોકોને પાણી ખેચવાની યોજનાઓ શિખવવામાં આવે છે જેથી જુવાર અને મકાઈ જેવા પાકો ઉગાવી શકાય.

લાંબા સમયથી ખોરાકની મદદ પર નભતા લોકો ફૂડ ફોર અસેટ પ્રોગ્રામમાં જોડાય છે અને એક વર્ષ માટે તેઓ ખોરાકનું રાશન મેળવે છે અને તેમને સ્વનિર્ભર થવા માટે નવા કૌશલ્યો શીખવવામાં આવે છે. અને આ રીતે બચાવેલા ખોરાક નો વધુ ખરાબ પરિસ્થિતિઓ માટે સંગ્રહ કરાય છે.

“ફૂડ ફોર અસેટ એ કટોકટીમાં રાહત આપવા નો પ્રયત્ન નથી” ગોડાર્ડે કહ્યું, “આ લાંબાગાળાના વિકાસની યોજના છે જેનાથી સમાજને ભવિષ્યના દુષ્કાળમાં મદદ મળી શકે. અમે સમાજોને મજબૂત કરી રહ્યા છીએ અને તેમને સ્વનિર્ભર બનાવવા સંસાધનો અને તાલીમ આપીએ છીએ. ”

Credit:
Translated from- http://about.newsusa.com/article/program-turns-drought-ravaged-villages-into-gardens-of-eden.aspx

Leave a Reply