ફિનલેન્ડ વિશ્વનો પહેલો એવો દેશ બનશે જે સ્કૂલના તમામ વિષયો દૂર કરીને “લાક્ષણિક શિક્ષણ” રજૂ કરશે

Uncategorized

ફિનલેન્ડની શિક્ષણ પદ્ધતિને વિશ્વની શ્રેષ્ઠ પદ્ધતિઓ માંથી એક ગણવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો ક્રમ હંમેશાં પ્રથમ દસમાં રહ્યો છે. ફિન્લેન્ડે ફરીથી તેમની શૈક્ષણિક વ્યવસ્થામાં, પરંપરાઓને તોડીને, વાસ્તવિક ક્રાંતિ લાવવાનો નિર્ણય કર્યો છે. સત્તાધિકારીઓએ અભ્યાસક્રમમાંથી શાળાના વિષયોને દૂર કરવાનો નિર્ણય કર્યો છે.

ફિનલેન્ડના અધિકારીઓએ નક્કી કર્યું છે કે ભૌતિકશાસ્ત્ર, ગણિત, સાહિત્ય, ઇતિહાસ અથવા ભૂગોળ જેવા કોઈ વિષયો રહેશે નહિ. વિદ્યાર્થીઓ દ્વારા અલગ-અલગ વિષયોની જગ્યાએ, વિવિધ વિષયોના સંયોજનથી બનાવો અને વસ્તુઓનો અભ્યાસ કરવામાં આવશે.

"એવી શાળાઓ પણ છે કે જેમાં જૂના જમાનાની પધ્ધતિથી શીખવવામાં આવે છે, જેનો લાભ ૧૯મી સદીની શરૂઆતમાં થતો હતો, પરંતુ જરૂરિયાતો હંમેશા સમાન રહેતી નથી, અને આપણને કઈંક એવું જોઈએ છે કે જે ૨૧મી સદીને અનુરૂપ હોય." મારિયો કાઇલોનેન, હેલસિંકી શિક્ષણ વિભાગના વડાએ .

નવી શૈક્ષણિક વ્યવસ્થા આધુનિક સમાજ અને ઉદ્યોગોની જરૂરિયાતો મુજબ છે. "લાક્ષણિક શિક્ષણ" અથવા વિષય અનુરૂપનું શિક્ષણ એવું હશે કે જાણે- વ્યવસાયલક્ષી અભ્યાસ કરતો કોઈ યુવાન, કાફેટેરિયાની સેવાનો વિષય લઇ શકે છે જેમાં તેને ગણિતના તત્વો, ભાષાઓ (વિદેશી ગ્રાહકોને સેવા આપવા માટે), લેખન કૌશલ્ય અને સંચાર કૌશલ્ય શીખવવામાં આવશે.

વિદ્યાર્થીઓએ, પોતાની મહત્વાકાંક્ષાઓ તથા ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને, કયા લાક્ષણિક વિષયનો અભ્યાસ કરવા માંગે છે તે પસંદ કરવાનું રહેશે. આ રીતે કોઈપણ વિદ્યાર્થીને ભૌતિકશાસ્ત્ર અથવા રસાયણશાસ્ત્રના સમગ્ર અભ્યાસક્રમમાંથી પસાર થવું પડશે નહિ.

તે સિવાય કેટલાક અન્ય ફેરફારો પણ છે; હવે પછી વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોની સામે બેઠેલા, પાઠ સાંભળતા કે સવાલો પુછતા દેખાશે નહિ. તેના બદલે, સહયોગી અભિગમ કેળવવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ સમસ્યાઓને ઉકેલવા માટે નાના-નાના જૂથોમાં કામ કરશે અને સાથે સાથે તેમનું વાણીકૌશલ્ય પણ સુધારશે. એક માહિતીનું વિશ્લેષણ જણાવે છે કે છેલ્લા બે વર્ષમાં, નવી શૈક્ષણિક પદ્ધતિની રજૂઆત થયા પછી, વિદ્યાર્થીઓના પરિણામોમાં સુધારો થયો છે.

આ સુધારણા માટે વિવિધ વિષયોના શિક્ષકો વચ્ચે મોટા પ્રમાણમાં સહકારની જરૂર પડશે. શહેરની હાઇસ્કૂલના લગભગ ૭૦% જેટલા શિક્ષકોને આ નવા અભિગમને અપનાવવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. આ ફેરફારો વર્ષ ૨૦૨૦ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

"બાળકોને શીખવવા માટે જરૂરી એવા રસપ્રદ ઉકેલોના સંદર્ભમાં, અમે ફિનલેન્ડને સૌથી અગ્રણી દેશ બનાવવા માંગીએ છીએ." પીએલસી પ્રોજેક્ટના ડિરેક્ટર ઓલાવી મેન્ટેનને જણાવ્યું.

This story, by Munmi Bora, was originally published in [Achhikhabre.com] in English. Link- http://achhikhabre.com/phenomenon-teaching-finland-education/
All translations are the responsibility of Prasannprabhat.com

Image Source: HY+, University of Helsinki, Finland

Leave a Reply