લેબનોનનું એક એનજીઓ સીરિયન શરણાર્થીઓની મદદે

Uncategorized

લેબનોનની કુલ વસ્તીના ૨૫% લોકો શરણાર્થીઓ છે, જેમાં ઘણા લોકો રોજના ૪ ડોલરથી પણ ઓછામાં જીવે છે. લેબનોનમાં શરણાર્થીને ઘણીવાર ભેદભાવનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ કેટલાક લેબનીઝ જૂથો, શરણાર્થીઓને તેમની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખ્યા વગર જીવનજરૂરી કૌશલ્ય શીખવામાં મદદ કરી રહ્યાં છે.

લેબનોનમાં નિર્બળ યુવાનોને મદદ કરવા બદલ અમેલ એસોસિએશનને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યું છે. અમેલ એસોસિયેશનના સંસ્થાપક ડો. કામેલ મોહન્ના કહે છે કે કોઈપણ વ્યક્તિ શિક્ષણની તક ન મેળવે તે યોગ્ય નથી.

"કારણ કે આપણે આપણા પરિવારને, આપણી રાષ્ટ્રીયતાને તથા આપણા ધર્મને પસંદ કર્યો નથી – આપણને તેની જરૂર છે," તેમણે જણાવ્યું. "અમેલ અસોસિએશને બદલાવના એક નમૂનારૂપ, લેબનોન તથા આરબ વિશ્વમાં, ઉત્પ્રેરકની ભૂમિકા ભજવી છે."

અમેલ એસોસિએશનના અહમદ ડિરકી, હારેત રેઈક, બૈરૂતમાં અંગ્રેજી શીખવે છે અને જણાવ્યું કે, તેમને તેમના વિદ્યાર્થીઓની સિદ્ધિઓ પર ગર્વ છે. તેમના ભૂતપૂર્વ શરણાર્થી વિદ્યાર્થીઓમાંના એક, જે સંયુક્ત રાષ્ટ્રની મદદથી, તેમના પરિવાર સાથે જર્મનીમાં રહેવા ગયા હતા, ત્યાં યુનિવર્સિટીમાં લેખનકળાના અભ્યાસને આગળ ધપાવ્યો હતો અને પ્રકાશિત થયેલી બે ટૂંકીવાર્તાઓ લખી ચુક્યા છે.

"હવે તે યુનિવર્સિટીના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાંથી એક છે," ડિરકીએ જણાવ્યું. "તેઓ એમ કહેતા રહે છે કે, જે અંગ્રેજી તે અહીં શીખ્યા, તથા તેમને જે પ્રોત્સાહન મળ્યું, તેણે તેમને અભ્યાસ ચાલુ રાખવાની આશા આપી."

લેબનોનમાં ૫,૦૦,૦૦૦ શરણાર્થી બાળકો આશ્રય લઇ રહેલા હોઈ, અહમદ અને અમેલ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહેલું કાર્ય શાંતિસ્થાપના માટે ખુબજ મહત્વનું છે.

"શિક્ષણ એ પ્રાથમિકતા છે," અમેલના શૈક્ષણિક આયોજક, લ્યુકાસ વિન્ટ્રેબર્ટે જણાવ્યું. "કારણ કે આ બધા બાળકો – જેમની ઉંમર શાળાએ જવાની છે – ખરેખર સીરિયાનું ભવિષ્ય છે, અને આ પ્રદેશનું ભવિષ્ય છે, કારણ કે આ બાળકો ભવિષ્યમાં તેમના દેશના પુનઃ નિર્માણના કાર્યના પ્રભારી બનશે, મધ્ય-પૂર્વમાં તેમની ઓળખના પુનઃ નિર્માણના પ્રભારી બનશે, અને તેઓ જ છે કે જે આવતીકાલના વિશ્વ અને મધ્ય-પૂર્વનું નિર્માણ કરશે."

This story, by Paul Cochrane, was originally published in Peace News Network in English. All translations are the responsibility of Prasannprabhat.com

Image source: Amel Association, Lebanon

Leave a Reply