Month: December 2018

વેસ્ટમાં થી બેસ્ટ કરી રહેલું કેરળનું એક ગામ

પ્લાસ્ટિકના કચરાનો નિકાલ દરેક ગામ અને શહેર માટે પરેશાનીનું કારણ બની રહ્યું છે, જયારે કેટલીક વાર તો આ કચરાના નિકાલ માટે આર્થિક રીતે નુકસાન પણ વેઠવું પડતું હોય છે. પરંતુ કેરળના ઇડુક્કી જિલ્લાના નેદમુગ્દમ ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટિકના કચરાનું વ્યવસ્થાપન કરી ગામને સ્વાવલંબી બનાવવામાં આવી રહ્યું છે.

નેદમુગ્દમની પંચાયત દ્વારા તાજેતરમાં આશરે ૪૨ હજાર કિલોગ્રામ પ્લાસ્ટિક કચરાને કોલટાર બનાવતી કંપનીઓને વેચીને લગભગ ૬૩ હજાર રૂપિયાની કમાણી કરવામાં આવી હતી. આ પ્લાસ્ટિકને ‘ક્લીન કેરળ કંપની’ દ્વારા કોલટારની સાથે મેળવીને રસ્તા બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

નેદમુગ્દમની ગ્રામ પંચાયત દ્વારા રાજ્ય સરકારને મોકલવામાં આવેલ બાયો-ગેસ પ્લાન્ટના પ્રસ્તાવને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે, જેના દ્વારા વિજળી તથા બળતણની જરૂરિયાતોને કેટલીક હદ સુધી પૂરી કરી શકાશે. સરકારે આ પ્રોજેક્ટ માટે વધુમાં ૧૦ લાખ રૂપિયા ગ્રામ પંચાયતને આપવાનું નક્કી કર્યું છે.

પંચાયત દ્વારા ૧૦ હજાર કિલોગ્રામ પ્રોસેસ્ડ પ્લાસ્ટિક કચરાની સાથે સાથે ૩ હજાર કિલોગ્રામ ઓર્ગેનિક ખાતર ગામની સફાઈ અભિયાન દ્વારા ભેગું કરવામાં આવ્યું છે, જેને વેચીને આવનાર રકમ દ્વારા ગામની મૂળભૂત જરૂરિયાતો પુરી પાડવામાં આવશે.

રાજ્ય સરકાર રાજ્યની બાકીની પંચાયતો દ્વારા ઘર, શાળાઓ, અને હોસ્પિટલોમાંથી હરિતસેનાની મદદથી પ્લાસ્ટિક અને નોન-બાયોડિગ્રેડેબલ કચરાને ભેગો કરે છે, જેને રિસાયકલ કરનાર ક્લીન કેરલ કંપનીને વેચવામાં આવે છે. પાછળથી તે જ કંપની વ્યાજબી કિંમતે ખાનગી અને જાહેર કંપનીઓને આ કચરાનું વેચાણ કરે છે.

‘ક્લીન કેરળ કંપની’ રાજ્ય સરકારની એક અનોખી પહેલ છે, જેના દ્વારા રીસાયકલ્ડ પ્લાસ્ટિક પ્રોસેસીંગ પ્લાન્ટ લગાવવામાં આવે છે અને કચરામાંથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત આ યુનિટની આસપાસના ઘરોમાં કચરા દ્વારા પેદા થયેલ વિજળી મફત પુરી પાડવામાં આવે છે.

અલબત્તા આ કાર્ય નાના પ્રમાણે થઇ રહ્યું છે પરંતુ તેનો ઉદેશ પર્યાવરણને બચાવવાની સાથે ગામને સ્વાવલંબી બનાવવાનો પણ છે.

પાણીના સ્રોતોને કચરા અને પ્લાસ્ટિકના પ્રદૂષણથી મુક્ત રાખવા માટેનો એક સરળ ઉપાય

ઑસ્ટ્રેલિયાના એક શહેરમાં પાણીના સ્રોતોને કચરા અને પ્લાસ્ટિકના પ્રદૂષણથી મુક્ત રાખવા માટે એક સરળ ઉકેલ સફળતાપૂર્વક અમલમાં મૂકાયો છે. અને તેઓ આશા રાખે છે કે અન્ય શહેરોમાં પણ આ ઉકેલ અમલમાં મૂકાય.

આશરે ૩૯ હજારની વસ્તી ધરાવતા ક્વિનાના શહેરમાં આ વર્ષે રહેઠાણ વિસ્તારોમાં આવેલ બે મોટી ડ્રેઇનેજ પાઈપમાં જાળીઓ લગાવવામાં આવી છે. હેનલી રિઝર્વ સુધી જોડાયેલી આ ડ્રેનેજ પાઇપમાં વરસાદી પાણીની સાથે કચરો તથા પ્લાસ્ટિક તણાઈ આવતા હોવાથી આસપાસના લોકોએ કચરાને જાળીઓ દ્વારા રોકી વન્યજીવન સુધી પહોંચતા અટકાવવાનો નિર્ણય કર્યો હતો. આ પ્રયોગ વડે આશરે ચાર મહિનાના સમયગાળામાં ૮૧૫ પાઉન્ડ(૩૭૦ કિલોગ્રામ) કચરાને જાળીઓ મારફતે ગાળી પાણીમાં ભળતા અટકાવાયો હતો.

આ જાળીઓ લગાવ્યા બાદ હજુ સુધી કોઈ પણ પ્રાણીના તેમા ફસાવવાની ઘટના બની નથી. જાળીઓ દ્વારા એકત્રિત થયેલા કચરા સાથે તણાઇ આવેલ જૈવિક કચરાને રિસાયક્લિંગ પ્રક્રિયામાં લઈ જઈ પાંદડા અને નાની ડાળીઓને ખાતરમાં ફેરવવામાં આવે છે.

આ જાળીઓ લગાવવામાં રૂ. ૧૩,૯૫,૪૦૦ (૨૦,૦૦૦ ડોલર) કરતા ઓછો ખર્ચ થયો હતો, જેમાં ડિઝાઇન, બનાવટ, ઇન્સ્ટોલેશન અને તેને સંલગ્ન અન્ય સિવિલ કામનો પણ સમાવેશ થાય છે. જાળીઓ લગાવવા પહેલા રિઝર્વની આસપાસ ફેલાયેલા કચરાને શહેરના સફાઈ કામદારો દ્વારા સાફ કરવાની સસ્તી અને સારી યોજના બનાવવામાં આવી હતી. ક્વિનાના શહેરના મેયર કેરોલ ઍડમ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અન્ય સ્થાનિક સરકારી વિસ્તારોમાં જાળીઓ લગાવ્યા બાદ જાણવા મળ્યું કે આ પદ્ધતિ અન્ય પદ્ધતિઓ કરતા ચાર ગણી સસ્તી અને વધુ સલામત છે.”

શહેરની આ પર્યાવરણીય પહેલની સફળતા વિશે એક ફેસબુક પોસ્ટ બનાવવામાં આવ્યું હતું, જે માત્ર બે દિવસની અંદર વાયરલ થઈ ગયું હતું અને વિશ્વભરમાં ૨૦ લાખથી વધુ લોકો સુધી પહોંચ્યું હતું. ફેસબુક પોસ્ટ વિષે જણાવતા મેયર ઍડમ્સ કહે છે કે, "સમગ્ર વિશ્વમાં લોકો દ્વારા ફક્ત ૪૮ કલાકમાં જ ૨૭ હજાર શેર, ૯૨ હજાર લાઇક્સ અને ૧૩ હજાર લવ મળ્યા હતા. આ પોસ્ટની સફળતા એ દર્શાવે છે કે સરકારે દરેક સ્તરે આવી પર્યાવરણીય યોજનાઓ પર ધ્યાન આપવું જોઇએ અને એ વાતનું પણ ધ્યાન રાખવું જોઇએ કે આવા નાના નાના પગલાઓ મોટો બદલાવ લાવી શકે છે."

આવી અનેક જાળીઓ શહેરના અન્ય વિસ્તારોમાં લગાવવા માટે ક્વિનાના શહેરનું તંત્ર તેના ૨૦૧૯ના શહેરી બજેટમાંથી કેટલુક ભંડોળ આ યોજના માટે ફાળવવાનું વિચાર કરી રહ્યું છે. અને એવી આશા પણ રાખે છે કે આવા સામાજીક પ્રયાસો વિશ્વભરના અન્ય સમુદાયના લોકોને શહેરી અથવા ગ્રામ્ય સ્તરે આવા પગલા લેવા પ્રેરણા આપશે.

ઇંટના ભઠ્ઠામાં મજુરી કરતા બાળકોને શિક્ષણ આપવા માટેનો એક ઉમદા પ્રયાસ

ઇંટના ભઠ્ઠા પર કામ કરતા મજૂરોનાં બાળકો શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે ૧૦૦ યુવાનોના એક સંગઠન દ્વારા છેલ્લા ચાર વર્ષથી આવા બાળકોને શિક્ષણ આપી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા મહેનત કરી રહ્યા છે.

આ યુવાનો આવા ગરીબ બાળકોને દરરોજ સાંજે ત્રણથી ચાર કલાક કોચિંગ આપે છે. આ બાળકોને સામાન્ય શિક્ષણ આપ્યા પછી, સરકારી શાળાઓમાં વિશેષ પરવાનગીઓ દ્વારા એડમિશન અપાવવામાં પણ આવે છે. આ યુવાનોએ અત્યાર સુધીમાં લગભગ બે હજાર જેટલા બાળકોને શિક્ષણ આપ્યું છે, જેમાંથી અડધા બાળકોને શાળાઓમાં પ્રવેશ પણ મળ્યો છે. સંગઠન દ્વારા શાળાઓમાં નોંધાયેલા બાળકો માટે કૉપી-બુકની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ અભિયાન ડૉ. ભનુજા શરણ લાલ દ્વારા શરૂ કરાયું હતું.

નવભારત ટાઈમ્સ સાથે ચર્ચા દરમિયાન ડૉ. ભનુજા શરણ કહે છે કે, "સંસ્થા દ્વારા બનારસ, ચંદૌલી, ભડોહી, મિરજાપુર જીલ્લાના ગામોની ઇંટની ભઠ્ઠીઓની એક યાદી તૈયાર કરવામાં આવે છે અને અમારી સંસ્થા દ્વારા સ્વયંસેવકોને પુસ્તકો અને બ્લેક બોર્ડ સાથે આ ભઠ્ઠા ઉપર મોકલવામાં આવે છે. અત્યારે દરરોજ સાંજે ૨૪ જેટલા સ્થળોએ કોચિંગ આપવામાં આવી રહી છે."

ડૉ. ભનુજા શરણના કહેવા અનુસાર, આશરે ચાર વર્ષ પહેલાં, તેઓ બનારસના બડગાંવ વિસ્તારમાં ગયા હતા. તેમણે જોયું કે ગામની એક તરફ ઇંટના ભઠ્ઠા હતા જ્યાં ત્યાં કામ કરનાર મજૂરોની એક નાની ટાઉનશીપ હતી, લગભગ ૨૦ જેટલા બાળકો પણ આ પરિવારો સાથે હતા અને તેઓ પણ આ જ ભઠ્ઠામાં મજુરી કરતા હતા. ભારતમાં શિક્ષણના અધિકારનો કાયદો હોવા છતાં પણ આ બાળકો અશિક્ષિત રહે છે, તે તેમને યોગ્ય લાગ્યું નહિ જેના પછી તેમણે આવા બાળકોને શિક્ષણ આપવા માટેનો નિશ્ચય કર્યો.

આ અભિયાનમાં કાશી વિદ્યાપીઠના સહાયક પ્રોફેસર ડૉ. વંશીધર પાંડે, ફિઝીશ્યન ડૉ. ગોપાલ એલોય, પ્રોફેસર રમણ હાંફેનો સહયોગ મળ્યો જેમની સાથે ઘણા વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીમાં નોકરી કરનાર સ્ટાફના માણસો પણ શામેલ થયા.

આ સંસ્થા દ્વારા બાળકોના શિક્ષણની સાથે સાથે મજુરી કરનારી ઘણી સ્ત્રીઓને પણ તેમના ૨૫થી વધુ જૂથો દ્વારા કાર્પેટ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. આ સ્ત્રીઓને રોજગાર માટે બતક અને બકરીને ઉછેરવા તથા ડીટરજન્ટ બનાવવાનું પણ શીખવવામાં આવે છે.

કુપોષણથી મુક્ત થઈ રહેલો છત્તીસગઢનો દંતેવાડા જીલ્લો

વર્તમાન સમયમાં કુપોષણ આંતરરાષ્ટ્રીય સ્તરે એક ચિંતાનો વિષય બની ગયો છે. કુપોષણને વિશ્વ બેંકે ‘બ્લેક ડેથ’ નામના રોગચાળાની સાથે તુલના કરી હતી, જેના કારણે ૧૮મી સદીમાં યુરોપના મોડા ભાગની વસ્તી અસર પામી હતી અને હજારો લોકોના મૃત્યુ થયા હતા.

કુપોષણ એ ઘરેલુ ખોરાકની અસલામતીનું સીધું પરિણામ છે. સામાન્ય રીતે, ખોરાકની સલામતીનો અર્થ છે ‘દરેક સુધી દરેક સમયે ખોરાક પહોંચે, અને સક્રિય તથા તંદુરસ્ત જીવન માટે પૂરતું ભોજન મળી રહે’. જ્યારે પરિવારને પૂરતો અને પૌષ્ટિક આહાર નથી મળતો ત્યારે પરિવાર કુપોષણના ભવરમાં ફસાઈ જાય છે. કુપોષણ મોટાભાગે બાળકોને વધુ અસર કરે છે, જે તેમના જન્મ પહેલાં અથવા પછી પણ શરૂ થઈ શકે છે અને ૬ મહિનાથી ૩ વર્ષ સુધી તીવ્રપણે વધે છે જેના પરિણામે આવા બાળકોમાં માનસિક શક્તિની ઉણપ, ઓછી કાર્યક્ષમતા તથા તેમના મૃત્યુ જેવા પણ પરિણામો જોવા મળે છે.

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં, લગભગ ૪૦ ટકા બાળકો કુપોષણથી પીડાય છે. આ વિસ્તાર અત્યંત ગીચ જંગલોથી ઘેરાયેલા હોવાના કારણે તેની પહોંચ ખૂબ મર્યાદિત છે અને તેના કારણે આ પ્રદેશનો વિકાસ ખૂબ જ મુશ્કેલ બન્યો છે. આ ક્ષેત્રમાં તેની ભૌગોલિક પરિસ્થિતિ તથા લોકોમાં આરોગ્ય સંભાળની જાગરૂકતાના અભાવને કારણે કુપોષણમાં ઘણો વધારો થયો છે.

આ પડકારનો સામનો કરવા માટે આ ક્ષેત્રમાં સપ્ટેમ્બર ૨૦૧૭થી બહુ-હિતધારક અને બહુ-લક્ષ્ય અભિગમ સાથે ‘દુમદુમા પ્રોજેક્ટ’ ને અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ આ ક્ષેત્રના નેતાઓ, સરકારી અધિકારીઓ, આંગણવાડી કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓને એકબીજાથી જોડીને આ મુદ્દા પર સંપૂર્ણપણે એક વિકેન્દ્રિત અભિગમ તૈયાર કરવાનો છે.

દુમદુમા પ્રોજેક્ટને સંપૂર્ણપણે તકનીકી-આધારીત પ્લેટફોર્મ પર સંચાલિત કરવામાં આવે છે. તે જિલ્લાના ૧૦૫૭ આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા આશરે ૨૩,૦૦૦ બાળકોના વજન અને લંબાઈને ટ્રેક કરે છે. જોકે આ પ્રોજેક્ટ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય(ડબલ્યુસીડી)ના નિયંત્રણ હેઠળ આવે છે પરંતુ આ પ્રોજેક્ટને શિક્ષણ, કૃષિ, બાગાયત, આરોગ્ય, આયુષ અને પશુ ચિકિત્સા સહિત વિવિધ વિભાગો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

જિલ્લાના ૧૨૪ ગ્રામ પંચાયતોના તમામ સભ્યો સહભાગી યોજનાઓ અને જાગરૂકતા માટેના કાર્યક્રમોમાં હાજરી આપે છે, જેમાં આંગણવાડી કાર્યકરો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્થાનિક રહેવાસીઓ રાબેતા મુજબ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લે છે જ્યાં આંગણવાડી કાર્યકરો કુપોષણવાળા બાળકોના રોજિંદા ખોરાકમાં દૈનિક ખોરાક, ફળો અને શાકભાજીનો પુરતા પ્રમાણમાં સમાવેશ થાય તેવા પ્રયત્નો કરે છે.

બધા રજિસ્ટર્ડ બાળકો માટે એક દુમદુમા કાર્ડ પણ તૈયાર કરવામાં આવે છે, જેમાં દરેક બાળકની લંબાઈ, વજન અને અન્ય શારીરિક ડેટા રેકોર્ડ કરવામાં આવે છે અને આ કાર્ડ્સને આંગણવાડી કેન્દ્રોમાં જ રાખવામાં આવે છે, જેથી તેમની નજીકથી દેખરેખ રાખી શકાય. આ ઉપરાંત દુમદુમા પ્રોજેક્ટમાં તમામ બાળકોનું ૧૦૦ ટકા કૃમિહરણ, ટીકાકરણ અને તેમની નિયમિત આરોગ્યની તપાસ પણ થાય છે.

શરૂઆતથી આજ સુધી દુમદુમા પ્રોજેક્ટે કુપોષણને ઘટાડીને ૪.૦૪ ટકા કરવામાં મદદ કરી છે, જેના પરિણામે છેલ્લા ૧૦ મહિનામાં લગભગ ૯૨૮ બાળકોને કુપોષણથી બચાવી લેવાયા છે. તદુપરાંત ભારે ગંભીર કુપોષણની પરિસ્થિતિમાંથી એક હજારથી વધુ બાળકોને બહાર લાવવામાં આવ્યા છે. આ સિવાય દુમદુમા પ્રોજેક્ટ દ્વારા પોષણ સંબંધી પુનર્વાસ કેન્દ્રો બનાવી ત્યાં મોકલવામાં આવેલા ૩૮૦ ગંભીર કુપોષિત બાળકોનું યોગ્ય ધ્યાન પણ આપવામાં આવી રહ્યું છે.

કુપોષણથી સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટ હેઠળ આવનારી અન્ય સમસ્યાઓનું પણ નિરાકરણ કરવામાં આવ્યું છે. પરિણામે નવેમ્બર ૨૦૧૭થી આંગણવાડી કેન્દ્રોમાં ૮૮ શૌચાલય બાંધવામાં આવ્યા છે, ૩૧ કેન્દ્રોમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી અને આ સિવાય ૧૧ કેન્દ્રોમાં સોલર અને ગ્રીડ વિદ્યુતીકરણ પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી માત્ર આ બાળકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવામાં મદદ મળી નથી, પરંતુ આ ક્ષેત્રમાં કુપોષણ અને ખોરાકની અછત જેવા મુદ્દાઓને વહીવટીતંત્ર સામે સફળતાપૂર્વક લાવી તેના નિરાકરણ માટે પણ ઘણી મદદ મળી છે.

Image Source: Yourstory.com

પર્યાવરણના ધારા ધોરણોના યોગ્ય અમલીકરણ દ્વારા ઘણાં લોકોના જીવ બચાવી શકાય છે

દેશમાં પ્રદૂષણની સમસ્યા ધીમે ધીમે એક ભયંકર સ્વરૂપ ધારણ કરી રહી છે. તાજેતરમાં પ્રસારિત કરવામાં આવેલ એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં થનાર આઠ મૃત્યુ પૈકી એક મૃત્યુ પ્રદુષણના કારણે થઈ રહ્યું છે. દુર્ભાગ્યપણે આપણે હજુ પણ આ મુદ્દા વિશે સંવેદનશીલ બન્યા નથી, અને આજ કારણ છે કે હજુ સુધી કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ તથા કાર્બન ઉત્સર્જન માટેના માપદંડો લાગુ કરવામાં આવ્યા નથી.

ગ્રીનપીસ ભારતના રિપોર્ટ પ્રમાણે ભારતના પર્યાવરણ મંત્રાલય દ્વારા થર્મલ પાવર પ્લાન્ટ ચાલુ રાખવા કાર્બન ઉત્સર્જનના માપદંડોની ૨૦૧૫માં જારી કરવામાં આવેલ અધિસુચના ઉપર અમલ કરવામાં આવ્યો હોત તો દેશમાં ૭૫ હજાર લોકોના જીવનને બચાવી શકાયું હોત.

સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા મળેલ આરટીઆઇના જવાબ પર આધારિત ગ્રીનપીસ ઇન્ડિયાએ થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા થનાર ઉત્સર્જનના કારણે આરોગ્ય અને પર્યાવરણ પરની અસરો ઉપર એક અહેવાલ રજુ કર્યો છે. આ વિશ્લેષણ દર્શાવે છે કે જો ૨૦૧૫ની અધિસુચના લાગુ કરવામાં આવતી તો સલ્ફર ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ૪૮%, નાઇટ્રોજન ડાયોક્સાઇડ ૪૮% અને પીએમના ઉત્સર્જનમાં ૪૦% સુધી ઘડાડો નોંધાયો હોત.

આ ધોરણો લાગુ કરવા માટેની અંતિમ તારીખ ૭ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ રાખવામાં આવી હતી. એક વર્ષ પછી, પાવર પ્લાન્ટ દ્વારા ઉત્સર્જનમાં ખૂબ જ ઓછું નિયંત્રણ પ્રાપ્ત થયું છે. આ વર્ષે, સુપ્રીમ કોર્ટ દ્વારા એક કેસની સુનાવણી દરમિયાન ટિપ્પણી કરવામાં આવી હતી કે કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સથી થતા વાયુ પ્રદૂષણને ઘટાડવાનો ઉર્જા મંત્રાલયનો કોઈ ઇરાદો લાગતો નથી. આ સાથે કોર્ટ દ્વારા ૨૦૨૨ સુધીમાં આ ધોરણોનો અમલીકરણ કરવાનો આદેશ આપ્યો હતો.

ગ્રીનપીસના વિશ્લેષણ અનુસાર, જો આ અધિસુચના લાગુ કરવામાં હજુ પણ જો પાંચ વર્ષનો વિલંબ થાય છે તો ૩.૮ લાખ મૃત્યુ ફક્ત પ્રદુષણના કારણે થઇ શકે છે, જે ટાળી શકાય છે અને નાઇટ્રોજન ડાયોક્સાઇડના ઉત્સર્જનના કારણે ૧.૪ લાખ લોકોને બચાવી શકાય છે. જો કે આ અંદાજમાં, કોલસા આધારિત નવા પાવર પ્લાન્ટનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ગ્રીનપીસ ભારતના સહયોગી સુનિલ દહિયાના કહેવા પ્રમાણે ઉત્સર્જનના માપદંડો પર અમલ કરવા માટે થર્મલ પાવર પ્લાન્ટ પીછેહઠ કરી રહ્યા છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. થર્મલ પાવર પ્લાન્ટથી થતું વાયુ પ્રદુષણ ભારતના આરોગ્ય કટોકટીના સૌથી મોટા કારણો પૈકી એક છે.

ભારત માટે આજે એ અત્યંત જરૂરી છે કે તાત્કાલિક ઉત્સર્જન માપદંડોને લાગુ કરવામાં આવે અને નવા કોલસા આધારિત પાવર પ્લાન્ટ બનાવવાની જગ્યાએ રિન્યુએબલ ઉર્જાના ઉત્પાદનના એકમો સ્થાપવામાં આવે જે ફક્ત પર્યાવરણ માટેજ ફાયદાકારક નથી પરંતુ સમગ્ર માનવ સમાજ માટે પણ ઉપયોગી છે.

હકારાત્મક મનોવિજ્ઞાન (પોઝિટિવ સાયકોલોજી): માનવ જીવનના હકારાત્મક પાસાઓનું વિજ્ઞાન

હકારાત્મક મનોવિજ્ઞાન એ માનવ જીવનના હકારાત્મક પાસાઓનું વિજ્ઞાન છે, જેમ કે ખુશહાલી, સુખાકારી અને સમૃદ્ધિ. તેના સંસ્થાપક માર્ટિન સેલિગમન તેનો સારાંશ આપતા કહે છે, "હકારાત્મક મનોવિજ્ઞાન એટલે મનુષ્યની સર્વોત્તમ કાર્ય-પદ્ધતિનો વૈજ્ઞાનિક અભ્યાસ, જેનો લક્ષ્ય એવા પરિબળોને શોધવા અને પ્રોત્સાહિત કરવા માટે હોય કે જે વ્યક્તિઓ અને સમુદાયોની સમૃદ્ધીમાં મદદ કરે."

હકારાત્મક મનોવિજ્ઞાન વ્યક્તિની ખામીઓની સરખામણીમાં ક્ષમતાઓને વધુ મહત્વ આપે છે. તેનો ઉદ્દેશ સમસ્યાઓનેા ઉકેલ લાવવાનો નથી, પરંતુ તે વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે કે જે જીવનને સાચા અર્થમાં જીવવા લાયક બનાવે. હકારાત્મક મનોવિજ્ઞાન હાલમાં ખૂબ ઝડપથી વિકાસ કરી રહેલું ક્ષેત્ર છે જેમાં સુખાકારી, વ્યક્તિગત ક્ષમતાઓ, બુદ્ધિમત્તા, સર્જનાત્મકતા, માનસિક આરોગ્ય તથા સકારાત્મક સમુદાયો અને સંસ્થાઓની લાક્ષણિકતાઓ પર મજબૂત અને આનુભાવિક સંશોધન કરવામાં આવે છે. હકારાત્મક મનોવિજ્ઞાનના કેટલાક રસપ્રદ વિષયો નીચેના ચિત્ર માં દર્શાવવામાં આવ્યા છે

mind-map

હકારાત્મક મનોવિજ્ઞાનના મુખ્યત્વે ત્રણ સ્તરો છે જેમાં પ્રથમ સ્તરમાં જુદા જુદા હકારાત્મક અનુભવોનો અભ્યાસ કરવામાં આવે છે જેવા કે આનંદ, સુખાકારી, સંતોષ, પરિતૃપ્તિ, સુખ, આશાવાદ વગેરે. આ સ્તર સારું કાર્ય કરવું અથવા સારા વ્યક્તિ બનવાને બદલે સારું અનુભવવાના વિશે હોય છે.

બીજા સ્તરમાં સારા જીવન માટેના જરૂરી ઘટકો તેમજ સારા વ્યક્તિ બનવા માટેના જરૂરી વ્યક્તિગત ગુણોનો અભ્યાસ કરવામાં આવે છે જેમ કે શક્તિઓ, સદગુણો, પ્રેમ, હિંમત, નિષ્ઠા, ક્ષમા, મૌલિક્તા, શાણપણ, વ્યક્તિગત કુશળતા વગેરે.

ત્રીજા સ્તરમાં જૂથ અથવા સામુદાયિક સ્તરે વ્યક્તિના નાગરિકતાના ગુણો, સામાજિક જવાબદારીઓ, પાલનપોષણ, પરોપકારી, શિષ્ટતા, સહિષ્ણુતા, કાર્ય નૈતિકતા, હકારાત્મક સંસ્થાઓ અને અન્ય પરિબળો કે જે નાગરિક અને સમાજના વિકાસમાં ફાળો આપે છે તેના પર ભાર મૂકવામાં આવે છે.

હકારાત્મક મનોવિજ્ઞાન શા માટે મહત્વનું છે?

હકારાત્મક મનોવિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર મનોવિજ્ઞાનના મુખ્યપ્રવાહમાં મોટાભાગે માનવ જીવનના નકારાત્મક પાસાઓ સાથે જોડવામાં આવે છે. જો કે તેમાં રચનાત્મકતા, આશાવાદ અને શાણપણ જેવા વિષયો પણ છે, પરંતુ તે કોઈ ભવ્ય સિદ્ધાંત અથવા વિસ્તૃત માળખા દ્વારા એકીકૃત નથી. જો કે પહેલાના મનોવૈજ્ઞાનિકોનો મૂળ હેતુ કેવળ નકારાત્મક બાબતો ન હતી, પરંતુ કેટલીક ઐતિહાસિક ઘટનાઓ એવી ઘટી કે જેને લીધે મનોવિજ્ઞાને તેનો મૂળ હેતુ ગુમાવ્યો. જેમકે બીજા વિશ્વયુદ્ધ પહેલા, મનોવિજ્ઞાનના મુખ્ય ત્રણ કાર્યો હતા-

૧. માનસિક બિમારીનો ઇલાજ,
૨. જીવન સુધારણા
૩. માણસમાં રહેલા કૌશલ્યની ઓળખ તથા તેનો વિકાસ.

જો કે, યુદ્ધ પછી છેલ્લાં બે કાર્યોને છોડી દઈ ફક્ત પ્રથમ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ, જેને કારણે સમય જતા છેલ્લા બે કાર્યો પર થી ધીરે ધીરે ધ્યાન હટવા લાગ્યું.

તે કેવી રીતે થયું હશે? સામાન્ય રીતે મનોવિજ્ઞાનનો અભ્યાસ મોટેભાગે સરકારી સંસ્થાઓના ભંડોળ પર ભારે આધાર રાખે છે, આમ બીજા વિશ્વયુદ્ધ પછી આ સંસ્થાઓના સંસાધનોનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો હશે તેનું અનુમાન કરવું મુશ્કેલ નથી. બીજા વિશ્વયુદ્ધ પછી જીવન તથા સાધનસંપત્તિને ઘણું નુક્શાન થયું હતું તથા લોકોને કટોકટીનો મોટા પ્રમાણમાં સામનો કરવો પડયો હતો, જેથી સરકારી સંસ્થાઓમાં બાકી રહેલા સંસાધનોનો ઉપયોગ લોકોની માનસિક બિમારીની સારવાર અને મનોવિશ્લેષણમાં કરવામાં આવ્યાે હતાે. આ રીતે ધીરે ધીરે મનોવિજ્ઞાનનો ઉપયોગ મોટેભાગે રોગોના ઇલાજ પુરતો થવા લાગ્યો, જેમાં મનોવિજ્ઞાન ખૂબ જ ઉપયોગી સાબિત થયું અને ઘણી પ્રગતિ પણ કરી. એટલે સુધી કે પહેલાના સમયમાં અસાધ્ય ગણાતી માનસિક બીમારીઓની હવે સફળતાપૂર્વક સારવાર થવા લાગી પરંતુ આ સાથે મનોવિજ્ઞાનના જે હકારાત્મક પાસાઓ હતા તે સમય જતા વિસરાતા ગયા.

લોકોનો દ્રષ્ટિકોણ પણ એટલો બદલાઈ ગયો કે મોટેભાગે મનોવૈજ્ઞાનિકોને કેવળ માનસિક રોગોના ઈલાજ કરનારા તરીકે જોવા લાગ્યા. જેમકે જયારે કોઈ કહે કે, ‘હું મનોવૈજ્ઞાનિક પાસે જઈ રહ્યો છું’, તો સામે વાળો વ્યક્તિ તરત જ પૂછવા લાગશે કે, ‘શું તકલીફ છે તમને?’ પરંતુ કોઈ ભાગ્યે જ એવું કહેતું મળશે કે, ‘સરસ! શું તમે આત્મ-સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છો?

ઘણા મનોવૈજ્ઞાનિકો સ્વીકારે છે કે આપણી પાસે કઠીન પરિસ્થિતિઓ કરતા સામાન્ય પરિસ્થિતિઓમાં કેવી રીતે ખરા અર્થમાં જીવન જીવવુ તથા સામાન્ય જન-જીવનને કઈ રીતે ઉન્નત કરી શકાય તેના વિષે ઘણું ઓછુ જ્ઞાન છે. ખાસ કરીને પશ્ચિમી વિશ્વમાં મનોવિજ્ઞાનની બીમારીઓના મોડેલ વિશેના તર્કમાં અતિશય વૃદ્ધિ કરવામાં આવી છે. આજના સમયમાં એ અત્યંત જરૂરી બની ગયું છે કે મનોવિજ્ઞાનના સંસાધનોનો ઉપયોગ કરીને એવા સંતુલનને ફરીથી લાવવામાં આવે કે જેમાં બીમારીઓની સાથે સાથે સાચા અર્થમાં સમૃદ્ધ જીવન કોને કહેવાય તેના પર પણ અભ્યાસ કરવામાં આવે, તથા મનોવિજ્ઞાનના હકારાત્મક પાસાઓ જેવા કે શક્તિઓ અને પ્રતિભા, સિદ્ધિ, આત્મ-સુધારણાના શ્રેષ્ઠ માર્ગો અને ઉપાયો, કામ અને સંબંધોને પરિપૂર્ણતા તથા વિશ્વના દરેક ખૂણામાં રહેલી સામાન્ય જીવનની એક મહાન કલા પર ઊંડાણમાં અભ્યાસ કરવામાં આવે અને તેનું જ્ઞાન મેળવવામાં આવે. અને આ જ તર્ક પર હકારાત્મક મનોવિજ્ઞાનની રચના કરવામાં આવી છે.

હકારાત્મક મનોવિજ્ઞાન બીજું કંઈ નથી પણ મનોવિજ્ઞાન જ છે અને એ જ જૂની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી રહ્યું છે. તફાવત એટલો છે કે તે જુદા જુદા (અને ઘણીવાર વધુ રસપ્રદ) વિષયોનો અભ્યાસ કરે છે અને સહેજ જુદા સવાલ પૂછે છે, જેવા કે, ‘જીવનમાં શું કામ નથી કરતુ?’ને બદલે ‘જીવનમાં શું કામ કરે છે?’ અથવા ‘આ વ્યક્તિમાં ખોટું શું છે?’ ને બદલે ‘સારું શું છે?’ વગેરે.

આ જ વસ્તુને ધ્યાન માં રાખીને આજે વિવિધ જગ્યાઓ પર હકારાત્મક મનોવિજ્ઞાન પર અભ્યાસ થઈ રહ્યો છે જેમ કે ‘પોઝિટિવ સાયકોલોજી યુકે’ (Positive Psychology UK) એક ઑનલાઇન પોર્ટલ છે જે યુકેમાં હકારાત્મક મનોવૈજ્ઞાનિક સંશોધન અને તેના વ્યાવહારિક ઉપયોગમાં રસ ધરાવતા લોકો માટે માહિતી અને સંચારની તકો પૂરી પાડે છે.

Sonam Wangchuk’s important contribution in educational reform in remote areas like Ladakh.

Sonam Wangchuk has worked towards improvement and betterment of education in secluded areas like Ladakh. He has been striving to provide more job opportunities to Ladakh’s young individuals as well as to get them to be involved in all the other areas too.

After completing his study in engineering in 1988, with the help of his brother and some friends, Sonam established an organisation called “Students’ Educational and Cultural Movement of Ladakh” (SECMOL) to bring improvements in the education system in the snowy desert of Ladakh. Through this, together with the government education department, he launched “Operation New Hope” (ONH) in 1994.

For many years, SECMOL made efforts to improve the education system in government schools. SECMOL centre, in fact, developed into an alternative school. This centre has been completely eco-friendly, where students, teachers, and volunteers live, work, and learn together. This is not a traditional school. However, it has become a place that follows practical, environmental, social, and traditional knowledge, values and expertise, which is mainly managed by the students from the school.

Some characteristics of SECMOL:
The school buildings in the centre are mostly made up of a blend of mud and clay, due to which the temperature in the winter remains around 10 degrees while the external temperature goes below -40 degrees. The campus is situated in the southern side, so that the sunlight can be utilised fully. Here, the water for bathing is heated using a solar panel. A simple method has been employed that utilizes sunlight for cooking. In this method, sunlight is consumed in the kitchen which is reflected by a concave mirror that has been mounted on a particular angle. Apart from this, when the weather is cloudy, biogas is used on the campus for cooking. The responsibility of cooking meals is distributed among the students.

Organic farming of various fruits and vegetables is done by the students of the school. These fruits and vegetables are consumed by the students, and the remaining is distributed among the local population. The students are also trained to cook the traditional recipes of Ladakh.
secmol-2
Solar panels have been set for electricity requirements in the school. These also have batteries attached to them to store up energy, and this comes in handy during the cloudy weather. The students are trained to handle and change the batteries for any crisis that may arise as well.

On a regular school day, the students are engaged in a discussion session for about half an hour, in which they are taught languages and are encouraged to have dialogues and conversations with each other. After this, there is a half-hour computer class. Following with an hour of project activity along with the classes of subjects of their choice. Then a class for an hour about the history of Ladakh, and many other subjects. After lunch, all the students are encouraged to work for their two-monthly job, in which they engage in farming and agriculture, animal husbandry, and cooking along with their regular schooling. Some students are elected and are given responsibility of looking after the entire process while monitoring all the other students.

In these two months, a report is made about the responsibilities performed by the students and the various kinds of challenges faced by them. This report aids in the process of identifying the areas of specialties of these students in the coming days.

All in all, the students of this school are educated completely, considering every aspect of life. Apart from their academic studies, they are prepared to become responsible citizens of the real world. They are equipped in a way that they’re able to solve problems around them at any point in their lives through their own ideas and reasoning. These students, when asked, say that they’d prefer staying in Ladakh and help improving it further.

Wangchuk wishes to change the syllabus of the school, and make it more empirical in nature. According to him, there is a great need for change in the education system of our country, in which students’ intelligence and worth is determined by what kind of marks they score which determines whether they pass their exams or not. He thinks that the current condition of the education system is the reason why there is not enough employment opportunities available for the youth of this country, while on the other hand, the industries lack decent employees.

Wangchuk is planning to set up an alternative university by pushing these ideas ahead of his campaign to improve the teaching system. The university will be open to all kinds of students, where the students shall learn through practical mediums rather than mugging up information.

Apart from this, Sonam Wangchuk has also discovered “Ice Stupa”, which has made farming easier by preventing water crisis in areas like Ladakh today. It is a big step towards water conservation. He was recently honoured by the Ramon Magsaysay Award for his invaluable work.

ફ્લાઇટ દરિમયાન એક મુસાફરનો જીવ બચાવવા બદલ ભારતીય ડોક્ટરનો આભાર વ્યક્ત કરતુ એર ફ્રાંસ

કર્ણાટકના મૈસુરમાં રહેતા ૬૯ વર્ષીય ડો. પ્રભુલિંગસ્વામી સંગનાલાથ થોડા સમય પહેલા પેરિસથી એર ફ્રાંસ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક એક યુરોપિયન નાગરીક બેહોશ થઈ ગયો હતો. આ જોઈને કેબીન ક્રૂએ મુસાફરી કરનાર લોકોનો સંપર્ક કર્યો હતો જેમાં ડૉ. પ્રભુલિંગસ્વામી એકમાત્ર ડોક્ટર હતા જે આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. ફ્લાઇટમાં રહેલી એક નર્સની મદદ વડે તમણે સ્થિતિ સંભાળીને દર્દીનો જીવ બચાવી લીધો હતો.

ડૉ. પ્રભુગ્લાસ્વામીએ ધ હિન્દુ સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું કે, "તે વ્યક્તિનો શ્વાસ અને ધબકારા બંને બંધ થઇ ગયા હતા." ડૉક્ટરે તરત જ તેને કાર્ડિયાક મસાજ આપ્યો હતો, અને સાથે સાથે તેનો શ્વાસ પાછો લાવવાની તબીબી પ્રક્રિયા પણ હાથ ધરી હતી. એર હોસ્ટેસે તત્કાલ તબીબી કીટ અને ઓક્સિજન માસ્ક લાવીને આપ્યા હતા. થોડા સમય પછી તે વ્યક્તિ હોશમાં આવી ગયો હતો અને બોલવાનું શરૂ કર્યું હતું. જ્યારે ફ્લાઇટ બેંગ્લોર પોહચી ત્યારે દર્દીને બાકીની સારવાર માટે તરત જ એરપોર્ટ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ફ્લાઇટના કેપ્ટને મદદ માટે ડો. પ્રભુલિંગસ્વામીનો આભાર માન્યો હતો. આ ઘટનાના એક કે બે દિવસ પછી ડૉ. પ્રભુલિંગસ્વામીને એર ફ્રાન્સ એરલાઇન તરફથી સંદેશ મોકલવામાં આવ્યો જેમાં તેમનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો અને સાથે સાથે તેમને ૧૦૦ યુરોનું વાઉચર પણ આપવામાં આવ્યું હતું. જો કે, ડૉ. પ્રભુુસ્વામી માને છે કે તે સમયે તેમણે માત્ર પોતાની ફરજ બજાવવી હતી. ડૉ. પ્રભુલિંગસ્વામી એક નિવૃત્ત સરકારી ડૉક્ટર છે, અને બેંગ્લોરના કુવેમ્પુનગરમાં પોતાની ખાનગી ક્લિનિક ચલાવે છે.

સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં બેઘર અને પ્રવાસી શરણાર્થીઓ માટે આશ્રયસ્થાનનું દિશા નિર્દેશ કરતા ડીજીટલ બીલબોર્ડ

ઠંડીના સમયે બેઘર લોકો માટે જીવન જીવવું મુશ્કેલ બની જતું હોય છે. સ્વીડનમાં પણ ઠંડીની શરૂઆત થઈ ચુકી છે ત્યારે સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં ડીજીટલ બિલબોર્ડ્સ(વિજ્ઞાપન માટેના બોર્ડ) દ્વારા વ્યવસાયિક જાહેરાતોની જગ્યાએ શેલ્ટરહોમ(આશ્રયસ્થાન)ની જાણકારી આપી બેઘર લોકો તથા પ્રવાસી શરણાર્થીઓની મદદ કરવામાં આવી રહી છે.

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં શિયાળાની ઠંડીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, અને તાપમાન ઝડપથી ઘટી રહ્યા છે. ઠંડીની સ્થિતિમાં લોકોને સલામત જગ્યા આપવાના હેતુસર શહેરના ડિજિટલ બિલબોર્ડ્સમાં નવી ઇમરજન્સી સિસ્ટમ લગાવવામાં આવી છે, જે તાપમાન ઓછું થતા જ આપમેળે નજીકના આશ્રયસ્થાન વિષે માર્ગદર્શન આપે છે. આ પહેલ પાછળ શહેરની જાહેરાત કંપની ક્લીયર ચેનલ-સ્વીડન છે, જે વ્યવસાયિક જાહેરાતની જગ્યાએ નજીકના આશ્રયસ્થાનની માહિતી આપી લોકોના જીવનને બચાવી રહી છે.

બેઘર લોકોને તેમની નજીકમાં આવેલું આશ્રયસ્થાન સરળતાથી મળી શકે તે માટે સ્વીડિશ અને અંગ્રેજી બંને ભાષામાં માહિતી આપવામાં આવી રહી છે. આ માહિતીના કારણે શહેરના આમ નાગરિકો આશ્ર્યસ્થળો ઉપર મદદ પણ પોહચાડી શકે છે.

જ્યારે તાપમાન સાત ડિગ્રી સેલ્શિયસ કરતા ઓછું થાય છે, ત્યારે શહેરમાં આવેલ ચર્ચ અને બિન-નફાકારક રાહત સંસ્થાઓ રાહત કાર્યમાં જોડાય છે અને જરૂરતમંદ લોકોને મદદ પુરી પાડવામાં આવે છે. કેટલીક વાર આશ્રયસ્થાનો વિશેની માહિતી બેઘર લોકો સુધી સમયસર પહોંચતી નથી જેના પરિણામે આવા લોકોના મૃત્યુ પણ નીપજે છે. આ માહિતી પ્રવાસી શરણાર્થી માટે ખુબ મદદરૂપ બનશે.

સ્ટોકહોમમાં બેઘર લોકોની દેખરેખ રાખતા સંગઠનોમાંના એક સંગઠન, નહેમેન્સેપ મેગ્નસ હેલ્મેનેરે મીડિયા સાથે ચર્ચા દરિમયાન જણાવ્યું હતું કે, "ભૂતકાળમાં અમને સમયસર માહિતી ન મળતા બેઘર લોકો સુધી પહોંચવામાં મુશ્કેલીઓ પડી રહી હતી, તેથી આ નવી સિસ્ટમ અતિ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે અને આ સમાચાર બેઘર લોકો માટે એક સારા સમાચાર છે." ક્લીયર ચેનલ ઇન્ટરનેશનલના ઉત્તરીય યુરોપના વાઇસ પ્રેસિડેન્ટ ઓલા ક્લિંગનબર્ગે એ જણાવ્યું હતું કે, "અમારા બિલબોર્ડ્સ એવી દરેક જગ્યાએ છે કે જ્યાં લોકો છે. ટેકનોલોજીના કારણે આ સમસ્યાનો ઉપાય શક્ય બન્યો છે, જે લોકો અને શહેરો માટે મદદરૂપ સાબિત થશે."

આ વ્યવસ્થા શિયાળા દરમિયાન સ્ટોકહોમમાં સક્રિય રહેશે, જે બેઘર લોકો અને પ્રવાસી શરણાર્થીઓને શેલ્ટર હોમની જગ્યાઓ બતાવશે.

Source: www.positive.news

બિન-ગુજરાતી કામદારોના બાળકો માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ માધ્યમોમાં ચાલતી ૧૨૦ શાળાઓ

યુનેસ્કોના ૨૦૧૯ ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ (જીઇએમ)ના અહેવાલ અનુસાર ગરીબ પ્રવાસી લોકો પોતાની રોજગારી માટે એક પ્રદેશથી બીજા પ્રદેશ સ્થળાંતર કરે છે, જેના પરિણામે તેમના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે, અને આવા બાળકો બાળમજૂરીનો ભોગ પણ બને છે. ભારતના મોટા શહેરોમાં ૮૦% અસ્થાયી સ્થળાંતરિત બાળકો રોજગારીના સ્થળ નજીક શિક્ષણની વ્યવસ્થા ન હોવાના કારણે શિક્ષણથી વંચિત રહી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આવા બાળકોને તેમની પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રવાસી કામદારોના બાળકો માટે ૧૨૦ વિશેષ શાળાઓની સ્થાપના કરી છે, જેથી ગરીબ બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાય. આ સાથે શહેરમાં સ્થાયી થવા માટે સ્થળાંતરિત કામદારો અને તેમના પરિવારોને પ્રોત્સાહિત કરવા માટે શાળાઓ પાસે ગુજરાતી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ સૂચનો આપવામાં આવી રહ્યા છે. સુરત શહેર હીરા અને કાપડ ઉદ્યોગના કેન્દ્ર તરીકે જાણીતું છે અને અહીંયા હિન્દી ભાષી રાજ્યો, ઓડિશા અને આંધ્રપ્રદેશમાંથી ઘણા લોકો પોતાના રોજગાર માટે આવીને વસે છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના એક અહેવાલ અનુસાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓડિયા ભાષાની ૭ તથા તેલુગુ ભાષાની ૩ માધ્યમિક શાળાઓ ચાલી રહી છે. આ ઉપરાંત મરાઠી ભાષાની ૫૫, ઉર્દુ ભાષાની ૨૮, હિન્દી ભાષાની ૨૫ અને અંગ્રેજી ભાષાની ૯ શાળાઓ ચાલી રહી છે. આ બિન-ગુજરાતી માધ્યમિક શાળાઓમાં ૬૬ હજારથી વધુ વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું છે અને આ સંખ્યા હજુ પણ વધી રહી છે.

અલગ અલગ ભાષાઓના માધ્યમની શાળાઓનો વિચાર ૧૯૯૦ ના દાયકાના અંતમાં કરવામાં આવ્યો હતો, કારણ કે સુરતમાં કામ કરતા લોકોનો મોટો ભાગ સ્થળાંતરિત લોકોનો હતો. વર્ષ ૨૦૦૧ ની વસતિ ગણતરીના આંકડા પ્રમાણે સુરતની ૩૦ ટકા વસ્તી બિન ગુજરાતી છે. બહારથી આવીને વસેલા લોકો માટે શહેરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રહેઠાણની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.