ફ્લાઇટ દરિમયાન એક મુસાફરનો જીવ બચાવવા બદલ ભારતીય ડોક્ટરનો આભાર વ્યક્ત કરતુ એર ફ્રાંસ

કર્ણાટકના મૈસુરમાં રહેતા ૬૯ વર્ષીય ડો. પ્રભુલિંગસ્વામી સંગનાલાથ થોડા સમય પહેલા પેરિસથી એર ફ્રાંસ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક એક યુરોપિયન નાગરીક બેહોશ થઈ ગયો હતો. આ જોઈને કેબીન ક્રૂએ મુસાફરી કરનાર લોકોનો સંપર્ક કર્યો હતો જેમાં ડૉ. પ્રભુલિંગસ્વામી એકમાત્ર ડોક્ટર હતા જે આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. ફ્લાઇટમાં રહેલી એક નર્સની મદદ વડે તમણે સ્થિતિ સંભાળીને દર્દીનો જીવ બચાવી લીધો હતો.

ડૉ. પ્રભુગ્લાસ્વામીએ ધ હિન્દુ સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું કે, "તે વ્યક્તિનો શ્વાસ અને ધબકારા બંને બંધ થઇ ગયા હતા." ડૉક્ટરે તરત જ તેને કાર્ડિયાક મસાજ આપ્યો હતો, અને સાથે સાથે તેનો શ્વાસ પાછો લાવવાની તબીબી પ્રક્રિયા પણ હાથ ધરી હતી. એર હોસ્ટેસે તત્કાલ તબીબી કીટ અને ઓક્સિજન માસ્ક લાવીને આપ્યા હતા. થોડા સમય પછી તે વ્યક્તિ હોશમાં આવી ગયો હતો અને બોલવાનું શરૂ કર્યું હતું. જ્યારે ફ્લાઇટ બેંગ્લોર પોહચી ત્યારે દર્દીને બાકીની સારવાર માટે તરત જ એરપોર્ટ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ફ્લાઇટના કેપ્ટને મદદ માટે ડો. પ્રભુલિંગસ્વામીનો આભાર માન્યો હતો. આ ઘટનાના એક કે બે દિવસ પછી ડૉ. પ્રભુલિંગસ્વામીને એર ફ્રાન્સ એરલાઇન તરફથી સંદેશ મોકલવામાં આવ્યો જેમાં તેમનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો અને સાથે સાથે તેમને ૧૦૦ યુરોનું વાઉચર પણ આપવામાં આવ્યું હતું. જો કે, ડૉ. પ્રભુુસ્વામી માને છે કે તે સમયે તેમણે માત્ર પોતાની ફરજ બજાવવી હતી. ડૉ. પ્રભુલિંગસ્વામી એક નિવૃત્ત સરકારી ડૉક્ટર છે, અને બેંગ્લોરના કુવેમ્પુનગરમાં પોતાની ખાનગી ક્લિનિક ચલાવે છે.

Leave a Reply