Month: February 2019

નાસાના અધ્યયન પ્રમાણે ભારત અને ચીનમાં સૌથી વધુ વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે

નાસાના એક તાજેતરના અધ્યયનમાં સામાન્ય અવધારણાથી વિપરીત એ વસ્તુ જોવા મળી છે કે, ભારત અને ચીન વૃક્ષો વાવવા મામલે વિશ્વમાં સૌથી આગળ છે. નાસાના ઉપગ્રહ પાસેથી મળેલા આંકડા અને વિશ્લેષણ પર આધારિત અભ્યાસમાં કહેવામાં આવ્યું કે દુનિયા ૨૦ વર્ષ પહેલાની તુલનામાં આજે વધારે લીલીછમ બની છે.

અધ્યયનના મુખ્ય લેખક ચી ચેને કહ્યું કે, "એક તૃતિયાંશ વૃક્ષો ચીન અને ભારતમાં છે પરંતુ ગ્રહની વન-આચ્છાદિત ભૂમીનું ૯ ટકા જેટલું જ ક્ષેત્ર તેમનું છે, અધિક વસ્તી ધરાવતા દેશોમાં જમીનના વધુ પડતા વપરાશના કારણે જમીન ઉજ્જડ થવાની સામાન્ય અવધારણાને ધ્યાનમાં રાખતા આ તથ્ય આશ્ચર્ય પમાડે તેવું છે." ચીન અને ભારતમાં વૃક્ષો લગાવવાની પ્રક્રિયા વિશેનો ખ્યાલ એમઓડીઆઈએસ(MODIS) ઉપગ્રહના આંકડાઓ પરથી આવ્યો હતો તથા આ અંગેનું રીસર્ચ નેચર સસ્ટેનેબિલિટી પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

વૃક્ષોથી ઢંકાયેલા ક્ષેત્રમાં વૈશ્વિક વધારામાં ૨૫ ટકા યોગદાન માત્ર ચીનનું છે, જે વૈશ્વિક વનીકરણ ક્ષેત્રનું માત્ર ૬.૬ ટકા છે. નાસાના અધ્યયનમાં કહેવામાં આવ્યું કે, ચીન તેના વનોની ૪૨ ટકા ભૂમી અને ૩૨ ટકા જેટલી કૃષીભૂમિના કારણે હર્યું ભર્યું બન્યું છે, જ્યારે ભારતમાં એવું મુખ્યતઃ ૮૨ ટકા કૃષીભૂમિ તથા જંગલોની ૪.૪ ટકા ભૂમિના કારણે થયું છે. ચીન ભૂ-ક્ષરણ, વાયુ પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તનને ઓછું કરવાના લક્ષ્યથી વનોને વધારવા અને તેમને સંરક્ષિત રાખવાના મહત્વકાંક્ષી કાર્યક્રમને વેગપૂર્વક ચલાવી રહ્યું છે.

ભારત અને ચીનમાં વર્ષ ૨૦૦૦ બાદ ખાદ્ય ઉત્પાદનમાં અંદાજે ૩૫ ટકા જેટલો વધારો થયો છે. નાસાના અમેસ રિસર્ચ સેન્ટરના એક વૈજ્ઞાનિક તેમજ આ અધ્યયનના સહ લેખક રમા નેમાનીએ કહ્યું કે, "નાસાના ટેરા અને એક્વા ઉપગ્રહો પર મોડરેટ રિઝોલ્યૂશન ઈમેજિંગ સ્પેક્ટ્રોરેડિયોમીટરથી બે દશકના ડેટા રેકોર્ડના કારણે આ અધ્યયન થઈ શક્યું છે. હવે આ રેકોર્ડની મદદથી જોઈ શકાય છે કે માનવ પણ યોગદાન આપી રહ્યો છે." તેઓ આગળ જણાવે છે કે, "કોઈપણ સમસ્યાનો અહેસાસ થઈ જવા પર લોકો તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. ભારત અને ચીનમાં ૧૯૭૦ અને ૧૯૮૦ના દશકમાં વૃક્ષોના સંબંધમાં સ્થિતી યોગ્ય નહોતી. ૧૯૯૦ના દશકમાં લોકોને આનો અહેસાસ થયો અને આજે સ્થિતીમાં સુધારો આવ્યો છે."

Image Source: www.nasa.gov

‘Madadgaar’ helpline by CRPF – a source of relief for Kashmiris across the country

Lives of more than 40 CRPF soldiers were taken in the bombings which happened in Kashmir a few days ago. This tragedy has led to numerous cases of harassment of Kashmir folks residing in various parts of the country. As a measure to counter this, the CRPF has taken the initiative to help the Kashmiris by setting up a helpline number-14411 named ‘Madadgaar’. This helpline has helped at least 250 Kashmir students and workers in these times of despair and is accessible to them around the country.

Post the tragic Pulwama attack, Kashmiris enrolled in various educational institution across the nation, faced slack due to the unjust stigmatisation done by certain sections of the society. This became a cause of concern for a lot of them who contemplated going back to Kashmir. The CRPF through its Madadgaar helpline has helped such students return to their homes safely.

Till date there have been approximately 70 such cases reported wherein Kashmiri employees and students have availed the Madadgaar service in various regions of the country. As per the tweet from the official CRPF handle, more than 250 Kashmiri students have been provided with food and living quarters in Jammu. Moreover, as per a press release given by them, students from Delhi, Dehradun and Chandigarh have been relocated safely in Jammu.

Operations IG of CRPF, Zulfiqar Hasan said on Tuesday that they are taking immense caution about the safety concerns of Kashmiri students in various regions of the country. He further added that everything is under control, and assured that help will be provided to any student who calls the helpline. To propagate awareness regarding the same, approximately 1000 posters have been put up in various parts of Delhi.

An NGO named ‘Khaalsa Aid’ has aligned itself with CRPF to help this great cause. A member associated with the organisation informed that there were quite a few students in Dehradun who contacted the organisation as they wanted to go back to Kashmir for safety reasons. A team from Chandigarh was sent to rescue these students. Apart from this, 8 Kashmiri women were sent home through flights, the complete cost of which was taken up by the NGO itself.

અતૂટ આત્મવિશ્વાસ અને સંઘર્ષ દ્વારા એક મિસાલ કાયમ કરતા ઉત્તરપ્રદેશના ફહમીદા બેગમ

ઉત્તરપ્રદેશના અમરોહા જીલ્લામાં આવેલા બીલના ગામના રહેવાસી ફહમીદા બેગમ કે જેમના ઘરમાં એક સમયે ઘરસંસાર ચલાવવા પૂરતા પૈસા પણ ન હતા, આજે તેમના અતૂટ આત્મવિશ્વાસ, સંઘર્ષ અને હિમ્મતે એક નવી કથા રચી દીધી છે. તેમણે ન કેવળ ગરીબીને જ હરાવી, પરંતુ તેમના આખા ક્ષેત્રમાં એક નવી મિસાલ પણ કાયમ કરી દીધી છે. ફહમીદા બેગમના દૃઢનિશ્ચયે તેમના ગામને દેશની બ્રાન્ડ બનાવી દીધી છે.

આની શરૂઆત દસેક વર્ષ પહેલાં થઈ હતી. જ્યારે ફહમીદા બેગમના પતિનું મૃત્યું થયું ત્યારે તેમના ઉપર આખા ઘરની જવાદારી આવી પડી. આર્થિક તંગીના કારણે તેમણે ક્યારેક મજૂરી કરી તો ક્યારેક લોકોના ઘરોમાં કામ કર્યા, પરંતુ તેમના દિલમાં તો કંઈક બીજુ જ કરવાનો ઉમંગ હતો. તેઓ કહે છે કે, "મારા પિતા હાથસાળ ચલાવતા હતા તેથી મને પણ વિચાર આવ્યો કે હું પણ કાતરકામ કરી ચાદરો તૈયાર કરું, અને તેને બજારમાં વેચી પૈસા કમાઉં."

amroha-1-1524642486-1

ફહમીદા બેગમે ઉધાર રૂપીયા લઈ કામ શરૂ કરી દીધું. તેમની બનાવેલ ચાદર, બેડશીટ વગેરે એટલા સુંદર હતા કે તેને જોવાવાળા પ્રભાવિત થઈ જતા હતા, અને આ જ કારણે ફહમીદા બેગમના બનાવેલા માલ-સામાનને રાષ્ટ્રીય મેળાઓમાં પણ જગ્યા મળવા લાગી. બે વર્ષની પોતાની આકરી મહેનતનો રંગ જામવા લાગ્યો ત્યારે ફહમીદા બેગમે પોતાના ગામની ગરીબ અને જરૂરમંદ મહીલાઓને ભેગી કરીને ‘એક પરિવર્તન’ નામનું સંગઠન બનાવ્યું. તે પછી આ સંગઠને કેટલાક મહીનાઓ એટલું સારું કામ કર્યું કે દૂર દૂરથી લોકો ખરીદી કરવા આવવા લાગ્યા, અને આવી રીતે તેમણે બનાવેલી ચાદરોએ એક બ્રાન્ડનું સ્વરૂપ લઈ લીધું.

દેશભરમાં લાગનારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હૅન્ડલૂમ મેળાઓમાં ફહમીદા બેગમની બનાવેલ ‘બીલના બ્રાન્ડ’ ચાદરો તથા અન્ય વસ્તુઓની આજે માંગ છે. તેમને આ કામ માટે ઘણા પ્રમાણપત્રો પણ મળેલા છે. ફહમીદા બેગમ અને તેમની સાથે જોડાએલી બીજી મહીલાઓની સફળતા જોઈ આ જ ગામની બીજી મહીલાઓએ પણ નવા નવા સંગઠનો બનાવી સ્વરોજગાર શરૂ કાર્ય છે. ફહમીદા બેગમની દીકરીનું કહેવું છે કે તેમની માંએ ઘણી જ મહેનત પછી આ મુકામ હાંસલ કર્યો છે. ગામની બીજી મહીલાઓ પણ આ કામમાં જોડાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી તેમને સરકારની કોઈ મદદ પહોંચી નથી.

Image Source: oneindia.com

Young researchers from Turkey creates bio-plastic from olive seeds

It is a well-known fact that plastic is dangerous to the environment at large. With the oceans getting polluted due to the daily plastic disposals, a lot of aquatic species have started getting endangered. The loss isn’t limited to aquatic species; such high level of plastic disposals are also harmful to animals and humans. But, as a society we have become so dependent on plastic products that imagining a life without them has become impossible.

There are numerous researchers working across the globe to find alternatives to plastic and to limit the use of the same. Among them are three researchers – Mehmet Amin Oz, Ahmet Fatih and Dyugu Yilmaz – based in Istanbul, Turkey who have been successful in developing an alternative to plastic. They have developed ‘bio-plastic’ which is prepared from Olive seeds and is completely environment friendly. This discovery was made possible by the use of cellulose present in Olive seeds.

As per the interview to BBC Future, Mehmet says that their discovery is very important because they create this plastic by using the waste produced in the production of Olive oil. And hence they are optimally utilizing waste products to create something invaluable like bio-plastic.

Currently these bio-plastics are used in the electronics and food packing industries. As per one finding, 1 kg bio-plastic prepared from the Olive seeds reduce the emission of Carbon Dioxide by as much as 6 times.

This group of friends started working on this project in a small laboratory at home, their experiments failed numerous times initially. But without losing faith they continued with their experiment, and were finally successful in creating bio-plastic. Till date, they have successfully created 3.5 tons of bio-plastic out of 5 tons of Olive seeds and are currently running an organization named ‘Biolive’.

દેશના વિવિધ ક્ષેત્રોમાં રહેતા કાશ્મીરીઓ માટે સહાયક બની સીઆરપીએફની હેલ્પલાઇન ‘મદદગાર’

કાશ્મીરમાં થોડા દિવસ પહેલા સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા હતા. આ ઘટનાની પ્રતિક્રિયા રૂપે દેશના જુદા જુદા ભાગોમાં રહેતા કાશ્મીરીઓ સાથે કથિત સતામણીના અહેવાલો સામે આવી રહ્યા છે, જેને પગલે સીઆરપીએફ દેશમાં જુદી જુદી જગ્યાએ રહેતા કાશ્મીરીઓની ‘મદદગાર’ નામક હેલ્પલાઇન નંબર- ૧૪૪૧૧ દ્વારા મદદ કરી રહી છે. આ હેલ્પલાઇનની મદદથી સીઆરપીએફ દ્વારા આશરે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચવામાં આવ્યા છે.

પુલવામા હુમલા બાદ દેશભરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા કાશ્મીરના વિદ્યાર્થીઓ પર અરાજકતા ફેલાવનાર તત્વો દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા હતા. જેના પગલે દેશભરમાંથી ઘણા કાશ્મીરી વિદ્યાર્થીઓએ ચિંતિત થઈને કાશ્મીર પાછા જવાનુ નક્કી કર્યુ હતુ. સીઆરપીએફે પોતાની મદદગાર નામની હેલ્પલાઈન થકી દેશના વિવિધ હિસ્સમાંથી કાશ્મીરી વિદ્યાર્થીઓને તેમના ઘર સુધી પહોંચાડયા હતા.

હાલ સુધી મદદગાર હેલ્પલાઈન પર દેશના વિવિધ રાજ્યોમાં રહીને કામ કરતા અથવા અભ્યાસ કરતા કાશ્મીરી યુવાનોએ મદદ માંગી હોય તેવા ૬૦ થી ૭૦ કિસ્સા જોવા મળ્યા છે. સીઆરપીએફ દ્વારા કરવામાં આવેલ ટ્વીટ પ્રમાણે ૨૫૦થી વધુ કાશ્મીરી વિદ્યાર્થીઓને જમ્મુમાં ખાવા અને રહેવાની ગોઠવણ કરી આપવામાં આવી હતી, તથા તેમની એક પ્રેસ રિલીઝ મારફતે જણાવવામાં આવ્યું હતું કે આ વિદ્યાર્થીઓને દિલ્હી, દેહરાદૂન, ચંદીગઢ અને અન્ય સ્થળોથી જમ્મુ પહોંચ્યાડવામાં આવ્યા છે.

સીઆરપીએફના આઇજી (ઓપરેશન્સ) ઝુલ્ફિકાર હસનએ મંગળવારે જણાવ્યું હતું કે, "અમે કાશ્મીરની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સલામતીની વિશેષ કાળજી લઈ રહ્યા છીએ." તેમણે કહ્યું કે બધું નિયંત્રણમાં છે અને જો કોઈ વિદ્યાર્થીને કોઈ સમસ્યા હોય તો તે હેલ્પલાઇન દ્વારા મદદ મેળવી શકે છે. સીઆરપીએફ દ્વારા આ હેલ્પલાઇન અંગેના પ્રચાર માટે ૧૦૦૦ જેટલા પોસ્ટર પણ દિલ્હીના વિવિધ ક્ષેત્રોમાં લગાવવામાં આવ્યા છે જ્યાં કાશ્મીરી લોકો નિવાસ કરે છે.

સીઆરપીએફ સાથે એક બિન સરકારી સંસ્થા ખાલસા એડ પણ કાશ્મીરી વિદ્યાર્થીઓને તથા કર્મચારીઓને સલામત રીતે કાશ્મીર પરત મોકલવામાં પણ મદદ કરી રહી છે. આ સંગઠનના સ્વૈચ્છિક વૉલીન્ટીયર જીવન જ્યોતે જણાવ્યું હતું કે, કેટલાક વિદ્યાર્થીઓ દેહરાદૂનમાં ફસાયેલા હતા, જેમણે સંગઠનનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ અમારી એક ટીમ ચંદીગઢથી મોકલવામાં આવી હતી અને તેમને સલામત રીતે લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાશ્મીરની ૮ છોકરીઓને ફ્લાઇટ દ્વારા મોકલવામાં આવી હતી, જેનો સંપૂર્ણ ખર્ચ ખાલસા એડ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.

જૈતૂનના બીજમાંથી બાયોપ્લાસ્ટિકનું નિર્માણ કરતા તુર્કીના સંશોધક

આજે પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને થતા નુકશાન જગજાહેર છે. મહાસાગરો પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં ફેરવાઈ રહ્યા છે જેના કારણે અસંખ્ય દરિયાઈ જીવો પોતાના જીવ ઘુમાવી રહ્યા છે. તે ઉપરાંત જમીન પર રહેતા માણસો તથા પ્રાણીઓ પણ તેનાથી થતા ઘણા નુકશાન વેઠી રહ્યા છે. પરંતુ આપના જીવનમાં પ્લાસ્ટિક એટલી હદ સુધી મહત્વપૂર્ણ બની ગયું છે કે પ્લાસ્ટિક વગર આજે જીવનની કલ્પના પણ કરી શકાતી નથી.

પ્લાસ્ટિકના વિનાશથી બચવા માટે દુનિયાભરમાં તેના વિકલ્પ માટે પ્રયાસો અને સંશોધનો થઈ રહ્યા છે. આવા જ એક પ્રયાસ દ્વારા તુર્કીના ઈસ્તાંબુલમાં રહેતા ત્રણ સંશોધકોએ કુદરતી રીતે બાયોપ્લાસ્ટિક બનાવવાનો એક નવો વિકલ્પ શોધી કાઢ્યો છે. દુય્ગુ યિલ્માઝ, મેહમેત અમીન ઓઝ અને એહમેત ફ્તીહ અયાસ નામના સંશોધકોની આ ટીમે જૈતૂનના બીજમાંથી પ્લાસ્ટિક તૈયાર કરી પર્યાવરણ માટે સુરક્ષિત એવો એક નવો વિકલ્પ દુનિયા સમક્ષ રજુ કર્યો છે.

બાયોપ્લાસ્ટિકનું નિર્માણ જૈતૂનના બીજમાં રહેલા સેલ્યુલોઝની મદદ દ્વારા કરવામાં આવે છે. મેહમેત અમીન ઓઝ બીબીસી ફ્યુચર સાથે ચર્ચા દરમિયાન કહે છે કે, "અમારું ઉત્પાદન ખાસ છે, કારણ કે અમે આ પ્લાસ્ટિક જૈતૂન તેલની ફેક્ટરીઓમાંથી નીકળતા કચરાને રિસાયકલ કરીને બનાવીએ છીએ."

જૈતૂનના બીજમાંથી તૈયાર થઇ રહેલા આ બાયોપ્લાસ્ટિકનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ અને ફૂડ પેકેજિંગ ઉદ્યોગોમાં કરવામાં આવી રહ્યો છે. એક અંદાજ અનુસાર જૈતૂનના બીજમાંથી તૈયાર કરવામાં આવેલ એક કિલો બાયોપ્લાસ્ટિક ૬ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડે છે.

ત્રણ મિત્રોએ શરૂઆતમાં એક નાની પ્રયોગશાળા બનાવી હતી, જ્યાં તેમના ઘણા પ્રયોગો નિષ્ફળ ગયા હતા. પરંતુ હિંમત હાર્યા વગર તેમણે તેમના પ્રયત્નો ચાલુ રાખ્યા અને અંતે તેઓ બાયોપ્લાસ્ટિક બનાવવામાં સફળ રહ્યા. આજ સુધી તેઓ ૫ ટન જૈતૂનના બીજમાંથી ૩.૫ ટન પ્લાસ્ટિક બનાવી ચુક્યા છે અને આજે તેઓ પોતાની ‘બાયોલાઈવ’ નામક સંસ્થા ચલાવે છે.

Army helps a pregnant woman stuck in heavy snowfall in Kashmir

On Friday 8th of February, the state of Jammu-Kashmir saw heavy snowfall in the northern part of Kashmir’s Bandipore district. The commander of the Panar army camp, located in the Bandipore district, received a call from a resident of the nearby village seeking help for his pregnant wife. His wife Gulshana Beghum needed to be taken to the hospital urgently, and with the conditions prevalent her husband was powerless. Due to the heavy snowfall he couldn’t do the task alone and so he asked the commander for help.

As per the statement made by an official, due to heavy snowfall the roads got blocked resultantly commuting through vehicles had become extremely arduous. Nonetheless, the army men managed to get the woman to the Bandipore hospital on time by carrying her on a stretcher for 2.5 kilometres from her residence until the roads were accessible. She was then taken to the hospital in an ambulance.

The army officials described the situation beforehand to the authorities and officials of the civil hospital, which allowed them to avoid any last minute chaos. After the primary check-up, it was declared by the doctors that she required a caesarean for which she was taken to the Sri Nagar hospital. She gave birth to a healthy pair of twin girls that night.

A similar incident also took place in Baramulla district too where a resident of the Rafiyabad area was taken to the maternity hospital personally by the Jammu-Kashmir police.

જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા વચ્ચે ગર્ભવતી મહિલાને સમયસર હોસ્પિટલ પહોંચાડતા સૈન્યના જવાનો

જમ્મુ-કાશ્મીરમાં ઘાટીના બંદીપોરમાં ૮ ફેબ્રુઆરીના રોજ ઉત્તર કશ્મીરમાં ભારે બર્ફવર્ષા થઈ રહી હતી ત્યારે બંદીપુર જિલ્લામાં સ્થિત પનાર આર્મી કેમ્પના કમાન્ડરને ફોન આવ્યો હતો, જેમાં નજીકમાં આવેલા ગામના એક નિવાસીએ તેની ગર્ભવતી પત્ની ગુુલશના બેગમને હોસ્પિટલમાં પહોંચાડવા માટે સૈન્યની મદદ માંગી હતી. ભારે હિમવર્ષા થવાને લીધે રસ્તો બંધ હોવા છતાં તરત જ ‘બંદીપોર રાષ્ટ્રીય રાયફલ’ના જવાનો આ ગર્ભવતી મહિલાના ઘરે પહોંચી તેને સમયસર સબ-ડીસ્ટ્રીકટ હોસ્પિટલમાં પહોંચાડી હતી.

એક અધિકારીના કહેવા અનુસાર, બરફવર્ષાને લીધે રસ્તાઓ બરફથી ઢંકાઈ ગયા હતા, જેનાથી ગાડીઓને લઈ જવી અશકય હતી. પરંતુ જવાનોએ સમયસર મહિલાના ઘરે આવી પહોંચી રસ્તા પર કમર સુધી જામેલા બરફને પાર કરી તેને અઢી કિલોમીટર સુધી સ્ટ્રેચર પર લઈ ગયા હતા, જેના પછી એમ્બ્યુલેન્સ દ્વારા મહિલાને બંદીપુર જિલ્લા હોસ્પિટલ સુધી પહોંચાડી હતી.

જવાનો દ્વારા મહિલાને હોસ્પિટલ લઈ જતા પહેલા જ સેનાના અધિકારીઓએ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે વાતચીત કરીને ત્યાં ડોક્ટરોની વ્યવસ્થા કરી નાખી હતી. મહિલાની પ્રાથમિક તપાસ બાદ ઓપરેશન કરવાની જરૂર જણાતા તેને શ્રીનગર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં આ મહિલાએ જુડવા બાળકીઓને જન્મ આપ્યો હતો.

એવી જ એક અન્ય ઘટના બારામુલામાં પણ જોવા મળી હતી, જ્યાં રફીયાબાદમાં જમ્મુ-કાશ્મીર પોલીસના યુવાનોએ એક ગર્ભવતી મહિલાને પોતાના સર્વિસ વાહનમાં હોસ્પિટલ સુધી પહોંચાડી હતી.

સૌર ઉર્જાનું ઉત્પાદન કરી આવકમાં વધારો કરતા ખેડાના ઢુંડી ગામના ખેડૂતો

ગુજરાતના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ ઢુંડી ગામના કિસાનોએ સોલાર ઊર્જા પ્લાન્ટ નાખી સ્વાવલંબનનુ એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ છે. આ પ્લાન્ટ માટે કિસાનોને પ્રેરીત કરી બે વર્ષ અગાઉ તેનું કામકાજ શરુ કરવામાં આવ્યું હતું.

ઢુંડી ગામમાં રહેતા પ્રવિણભાઈ પુંજાભાઈ પરમાર માત્ર ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો છે, અને દરજી કામ કરી પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. ભૂતકાળમાં તેઓ ઠાસરા તાલુકા પંચાયતમાં મનરેગામાં એફ.ઈ.એસ તરીકે કામગીરી કરતા હતા. આ દરમ્યાન ગામના ખેડુતોને સસ્તા ભાવે નિયમિત વિજળી મળે તેવો વિચાર તેમના મનમાં આવ્યો. અને તે માટે સૌર ઊર્જા પ્લાન્ટ ઊભો કરવાનો વિચાર કર્યો. આ વિચારને અમલમાં લાવવા ૬ ખેડૂતોને સાથે રાખી સૌર ઉર્જા સહકારી મંડળીની રચના કરી. જેમાંથી ઢુંડી ગામના ખેડૂતો ખેતરમાં સૌર ઊર્જા થકી ખેતરમાં પિયત કરી શકે તે મુજબની રચના કરવામાં આવી હતી.

આ ૯ ખેડૂતોના ખેતરોમાં ૮ કિલોવોટ થી ૧૦.૮ કિલોવોટ સુધીની સોલર પેનલ્સ અને પંપ લગાવવામાં આવ્યા છે. સૌર પંપની મદદથી ખેડૂતો સમયસર ખેતરોમાં સિંચાઈ કરી શકે છે, અને સિંચાઈ બાદ બાકી બચેલી સૌર ઉર્જાનું વેચાણ પણ કરે છે.

solar

આ પ્લાન્ટ સરકારની સહાય વગર સ્વખર્ચે વર્ષ ૨૦૧૫માં નાખવામાં આવ્યો હતો, અને મે ૨૦૧૬ માં વીજ ઉત્પાદનનું વેચાણ ચાલુ કરતાં જ ૩,૭૦,૦૦૦ ની આવક થઈ હતી. આજે આ મંડળી મધ્ય ગુજરાત વીજ કંપનીને સૌર ઉર્જાનું વેચાણ કરી રહી છે. અને કિસાનોનેે એમ.જી.વી.સી.એલ કંપનીએે ૨૫ વર્ષ સુધી સૌર ઊર્જા ખરીદવાનો કોન્ટ્રાક્ટ કરી આપ્યો છે. જાન્યુઆરી ૨૦૧૬ થી મે ૨૦૧૭ સુધીમાં ડી.એસ.યુ.યુ.એસ દ્વારા ૧ લાખ યુનિટ સૌર ઊર્જા પેદા કરવામાં આવી હતી. જે પૈકી ૪૩,૮૯૭ યુનિટ ઉર્જાનો ઉપયોગ પોતાના પાકની સિંચાઈ માટે અને આસપાસના ખેડૂતોને સિંચાઈ માટે કરવામાં આવ્યો હતો. જ્યારે ૫૨,૧૩૪ યુનિટ ઉર્જા એમ.જી.વી.સી.એલ કંપનીને વેચાણ કરવામાં આવી હતી. આ પ્લાન્ટ થકી ખેડૂતો આર્થિક રીતે પગભર બનતા મંડળીમાં બીજા ત્રણ કિસાનો પણ જોડાયા હતા.

ઢુંડી સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત માટે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારમાં હાલ ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ અવાર-નવાર આવી રહ્યા છે. ગુજરાત સરકારે ઢૂંડી ગામના આ સફળ પ્રયાસના આધારે ‘સૂર્યશક્તિ કિસાન યોજના’ની પણ શરૂઆત કરી છે. ગુજરાતની ૩૩ જીલ્લાઓમાં આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના અનુસાર, આ જીલ્લાઓમાંના ખેડૂતો તેમના ખેતરોમાં સૌર ઊર્જા ઉત્પન્ન કરે છે જેને તે સાત વર્ષ માટે સરકારની પાવર કંપનીઓને એકમ દીઠ સાત રૂપિયાના ભાવે વેચી શકે છે. પરિણામે આશરે ૧૨,૫૦૦ ખેડૂતોને લાભ થવાની શક્યતાઓ છે. આ યોજના વીજળીની અછતને ઓછી કરવાની સાથે સાથે ખેડૂતોની આવકનું સાધન પણ બનશે.

અમેરિકામાં ગરીબોને નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવા પુરી પાડવા માટે હોસ્પિટલની શરૂઆત કરતો ડૉક્ટરોનો એક સમૂહ

અમેરિકાના ઓહાયો સ્ટેટમાં આવેલા ટોલેડો શહેરમાં મુસ્લિમ ડૉક્ટરોના એક સમૂહે આમ લોકો માટે મફત સ્વાસ્થ સેવા માટે એક હોસ્પિટલની શરૂઆત કરી છે. આ હોસ્પિટલનો મુખ્ય હેતુ ગરીબોની મદદની સાથે સાથે લોકોમાં હકારાત્મકતા અને માનવતા જગાડવાનો છે.

ફુલ્ટન કાઉન્ટી આરોગ્ય કેન્દ્રના ઈમરજન્સી વોર્ડના એક ડૉકટર સુલેમાન અબાવીએ ધ બ્લેડ સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, "અમે કેટલાક ડૉકટર મિત્રોએ એક મુલાકાત દરમિયાન વિચાર્યું કે આપણે એવી કોઈ તક શોધવી જોઈએ કે જેના દ્વારા આપણે આપણા સમુદાય તથા પાડોશીઓને તેમના હકો અને સુવિધાઓ પરત આપી શકીએ અને ત્યારે જ એક નિઃશુલ્ક હોસ્પિટલ બનાવવાનો વિચાર ઉદ્ભવ્યો.”

આ ડૉક્ટરોના સમૂહે શરૂઆતમાં આશ્રયસ્થાનમાં રહેતા બેઘર લોકોને સારવાર આપવાની શરૂઆત કરી, ત્યાર પછી ઉત્તરી ટોલેડોની મસ્જિદ અલ-ઈસ્લામમાં અનિયમિત રીતે કેમ્પનું આયોજન કરવાની શરૂઆત કરી. એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. મહેમુદ મુસાએ પોતાની ઓફિસમાં હોસ્પિટલ માટે જગ્યા ફાળવી આપી. ત્યાર બાદ આ જગ્યા ઉપર હલીમ ક્લિનિકની શરૂઆત કરવામાં આવી. હોસ્પિટલને સ્થાનિક નિષ્ણાતો સાથે જોડવા માટે પણ કામ કરી રહ્યું છે જે મફત અથવા ઓછા ખર્ચે દર્દીઓને તબીબી સેવા આપી શકે.

હોસ્પિટલમાં મદદ કરવા માટે ટોલેડો કોલેજ ઓફ મેડિસિન એન્ડ લાઇફ સાયન્સ યુનિવર્સિટીના કેટલાક મેડિકલ વિદ્યાર્થીઓ પણ અહીં આવે છે. મેડિકલ સ્ટુડન્ટ સબિન સિદ્દીકીએ ધ બ્લેડને જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે આરોગ્ય આપણા માટે કેટલું મહત્ત્વપૂર્ણ છે. જો તમને શરદી અથવા હાઈબ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ છે, તો તમારે કામ પર જવા અને પોતાના પરિવારની સારસંભાળ રાખવા પહેલા પોતાનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. જો તમે સ્વસ્થ નથી તો તમારી પાસે જાણે કે કંઈ જ નથી.”

toledo

હોસ્પિટલના નામ હલીમનો અર્થ સહનશીલતા અને શાંતિ થાય છે, ડોક્ટર અબાવીએ જણાવ્યું હતું કે, “દરેક વ્યક્તિની જેમ અમે પણ સમાજનો એક ભાગ છીએ. અમે પોતાના સમૂદાયની ચિંતા કરીએ છીએ અને પોતાના પાડોશીઓની સંભાળ રાખીએ છીએ. અમારી પ્રતિભા, ક્ષમતાઓ અને શિક્ષણને પરત સમાજને આપવા માટે તેનો ઉપયોગ કરવાની આનાથી સારી પદ્ધતિ શું હોઈ શકે?”

આજે સારવાર ખુબ જ ખર્ચાળ બની ગઈ છે ત્યારે આ હોસ્પિટલ આર્થિક રીતે પછાત લોકો માટે સારવાર માટે મફત સુવિધા પુરી પાડી મદદ કરી રહી છે. ડૉકટરોના સમૂહ દ્વારા શરુ કરવામાં આવેલ આ હોસ્પિટલ સમાજ માટે એક પ્રેરણા સમાન છે.