અતૂટ આત્મવિશ્વાસ અને સંઘર્ષ દ્વારા એક મિસાલ કાયમ કરતા ઉત્તરપ્રદેશના ફહમીદા બેગમ

ઉત્તરપ્રદેશના અમરોહા જીલ્લામાં આવેલા બીલના ગામના રહેવાસી ફહમીદા બેગમ કે જેમના ઘરમાં એક સમયે ઘરસંસાર ચલાવવા પૂરતા પૈસા પણ ન હતા, આજે તેમના અતૂટ આત્મવિશ્વાસ, સંઘર્ષ અને હિમ્મતે એક નવી કથા રચી દીધી છે. તેમણે ન કેવળ ગરીબીને જ હરાવી, પરંતુ તેમના આખા ક્ષેત્રમાં એક નવી મિસાલ પણ કાયમ કરી દીધી છે. ફહમીદા બેગમના દૃઢનિશ્ચયે તેમના ગામને દેશની બ્રાન્ડ બનાવી દીધી છે.

આની શરૂઆત દસેક વર્ષ પહેલાં થઈ હતી. જ્યારે ફહમીદા બેગમના પતિનું મૃત્યું થયું ત્યારે તેમના ઉપર આખા ઘરની જવાદારી આવી પડી. આર્થિક તંગીના કારણે તેમણે ક્યારેક મજૂરી કરી તો ક્યારેક લોકોના ઘરોમાં કામ કર્યા, પરંતુ તેમના દિલમાં તો કંઈક બીજુ જ કરવાનો ઉમંગ હતો. તેઓ કહે છે કે, "મારા પિતા હાથસાળ ચલાવતા હતા તેથી મને પણ વિચાર આવ્યો કે હું પણ કાતરકામ કરી ચાદરો તૈયાર કરું, અને તેને બજારમાં વેચી પૈસા કમાઉં."

amroha-1-1524642486-1

ફહમીદા બેગમે ઉધાર રૂપીયા લઈ કામ શરૂ કરી દીધું. તેમની બનાવેલ ચાદર, બેડશીટ વગેરે એટલા સુંદર હતા કે તેને જોવાવાળા પ્રભાવિત થઈ જતા હતા, અને આ જ કારણે ફહમીદા બેગમના બનાવેલા માલ-સામાનને રાષ્ટ્રીય મેળાઓમાં પણ જગ્યા મળવા લાગી. બે વર્ષની પોતાની આકરી મહેનતનો રંગ જામવા લાગ્યો ત્યારે ફહમીદા બેગમે પોતાના ગામની ગરીબ અને જરૂરમંદ મહીલાઓને ભેગી કરીને ‘એક પરિવર્તન’ નામનું સંગઠન બનાવ્યું. તે પછી આ સંગઠને કેટલાક મહીનાઓ એટલું સારું કામ કર્યું કે દૂર દૂરથી લોકો ખરીદી કરવા આવવા લાગ્યા, અને આવી રીતે તેમણે બનાવેલી ચાદરોએ એક બ્રાન્ડનું સ્વરૂપ લઈ લીધું.

દેશભરમાં લાગનારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હૅન્ડલૂમ મેળાઓમાં ફહમીદા બેગમની બનાવેલ ‘બીલના બ્રાન્ડ’ ચાદરો તથા અન્ય વસ્તુઓની આજે માંગ છે. તેમને આ કામ માટે ઘણા પ્રમાણપત્રો પણ મળેલા છે. ફહમીદા બેગમ અને તેમની સાથે જોડાએલી બીજી મહીલાઓની સફળતા જોઈ આ જ ગામની બીજી મહીલાઓએ પણ નવા નવા સંગઠનો બનાવી સ્વરોજગાર શરૂ કાર્ય છે. ફહમીદા બેગમની દીકરીનું કહેવું છે કે તેમની માંએ ઘણી જ મહેનત પછી આ મુકામ હાંસલ કર્યો છે. ગામની બીજી મહીલાઓ પણ આ કામમાં જોડાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી તેમને સરકારની કોઈ મદદ પહોંચી નથી.

Image Source: oneindia.com

Leave a Reply