હરિયાણામાં મોબાઈલ હોસ્પિટલ દ્વારા ગરીબ અને નિઃસહાય લોકોની કરવામાં આવતી સારવાર

ભારતના ઘણા બધા આંતરિયાળ ગ્રામીણ વિસ્તારો પ્રાથિમક આરોગ્ય કેન્દ્રોની પહોંચથી દૂર હોય છે. આ વિસ્તારોમાં ઘણી વાર દર્દીઓને પ્રાથમિક સારવાર ન મળવાને લીધે તેમની બીમારીઓનો સમયસર ઈલાજ થઈ શકતો નથી, જેથી નાની નાની બીમારીઓ પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી જીવલેણ રોગ બની જતી હોય છે. આ ઉપરાંત, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધોને સમયસર સારવાર ન મળતા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આવી સમસ્યાઓથી હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાને છુટકારો અપાવવા માટે કેટલાક સ્વયંસેવી લોકોએ મોબાઈલ હોસ્પિટલની શરૂઆત કરી છે.

૨૫ જાન્યુઆરી, ૨૦૧૩ ના રોજ ૧૦ મિત્રોએ સાથે મળીને ‘પ્રયાસ’ નામની સંસ્થાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં આ સંસ્થા દ્વારા ગરીબ અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી હતી. સમય જતા જરૂર જણાતા આ સંસ્થા દ્વારા હિમાચલના હમીરપુરના ગ્રામીણ વિસ્તારમાં મોબાઈલ હોસ્પિટલની શરૂઆત પણ કરવામાં આવી. આજે આ એમ્બ્યુલન્સ રૂપી મોબાઈલ હોસ્પિટલ એક ડોક્ટર, પેરામેડિકલ વૉલિન્ટીયર, નર્સ, ફાર્મસિસ્ટ અને લેબ ટેકનિશિયન સાથે લોકોના ઘરે ઘરે પહોંચીને મફતમાં સેવા પુરી પાડે છે. આ મોબાઈલ હોસ્પિટલ દ્વારા ૪૦થી વધુ બીમારીઓની તપાસ કરી તેનો ઈલાજ કરવામાં આવે છે તથા આ પ્રોગ્રામ હેઠળ દર્દીઓને દવાઓ પણ મફતમાં પૂરી પાડવામાં આવે છે

સંગઠનના સભ્ય સંજીવ કુમાર બેટર ઇન્ડિયા સાથે કરેલ વાતચીતમાં કહે છે કે, “‘પ્રયાસ’ સંસ્થા એક સારી વિચારણાનું પરિણામ છે, જે ગરીબ અને બીમાર લોકો માટે વધુ સારી રીતે કંઈક કરવા માંગે છે. અમારી પાસે દરરોજ એવા દર્દીઓ પણ આવે છે કે જેમની સારસંભાળ લેનાર કોઈ હોતું નથી. અમે આવા લોકોના ઈલાજ માટે અને કાયમી ધોરણે આ સમસ્યાને દૂર કરવા મોબાઇલ એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત કરી છે.”

આ મોબાઈલ હોસ્પિટલની સેવા આજે હમીરપુર વિસ્તારના ગરીબ અને અસહાય લોકો માટે ઈલાજ માટેનું સાધન બની ગયું છે. ગામના લોકોના સહયોગ અને સંસ્થાના સાથીઓની મદદથી આ સેવા દ્વારા આજ સુધી ૫૦ હજારથી વધુ લોકોની સારવાર કરવામાં આવી છે. આ પ્રયાસ અંતરિયાળ ગામોના લોકો માટે એક વરદાન તરીકે સાબિત થયો છે.

Image Source: thebetterindia.com

Leave a Reply