Month: April 2019

૨૩મી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ૮૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચતી ભારતની ગોમતી મરિમુતુ

અત્યારે દોહામાં ૨૩મી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ ચાલી રહી છે, જેમાં ભારતની ગોમતી મરિમુતુએ ૮૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ગોમતીએ આ ચેમ્પિયનશિપમાં વિમેન્સ કેટેગરીની ૮૦૦ મીટર રેસનું અંતર ૨:૦૨.૭૦ સેકન્ડમાં પૂરું કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૧૯માં ભારતનો આ સૌપ્રથમ ગોલ્ડ મેડલ છે.

Continue reading “૨૩મી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ૮૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચતી ભારતની ગોમતી મરિમુતુ”

મધ્ય પ્રદેશના વિદ્યાર્થીઓએ ગ્રામીણ તથા અંતરિયાળ વિસ્તારોમાં રહેતા દર્દીઓ માટે બનાવી એક અનોખી બાઈક એમ્બ્યુલન્સ

મધ્ય પ્રદેશની ડો.એપીજે અબ્દુલ કલામ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા ૪ વિદ્યાર્થીઓએ બાઈક એમ્બ્યુલન્સ બનાવી છે, જેનાથી ગ્રામીણ અને સાંકડા રસ્તા ઉપર દર્દીઓ સુધી પોંહચવામાં સરળતા રહેશે.

મધ્ય પ્રદેશના ઝાબુઆ ગામમાં રહેનારા ચાર મિત્રો પપ્પુ તાહેડ, વેદ પ્રકાશ, પ્રેમકિશોર તોમર અને સોનુ કુમારે સાથે મળીને કેવળ ૧૪ હજારમાં આ એમ્બ્યુલન્સ તૈયાર કરી છે. તેઓ કહે છે કે, “તેમના ગામમાં એમ્બ્યુલન્સની સેવા ન હતી જેથી દર્દીઓને સમયસર સારવાર મળતી ન હતી. અમે દોસ્તોએ મળીને આ સમસ્યાનું નિવારણ લાવવાનું વિચાર્યું અને અમે બાઈક દ્વારા સંચાલિત એક એમ્બ્યુલન્સ બનાવી.”

Continue reading “મધ્ય પ્રદેશના વિદ્યાર્થીઓએ ગ્રામીણ તથા અંતરિયાળ વિસ્તારોમાં રહેતા દર્દીઓ માટે બનાવી એક અનોખી બાઈક એમ્બ્યુલન્સ”

૧૬ વર્ષીય કૃણાલ ગોસ્વામી કરશે એશિયન એન્ડ સાઉથ એશિયન ટ્રાયથલોન ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનું નેતૃત્વ

ગુજરાતના રાજકોટના ૧૬ વર્ષીય કૃણાલ ગોસ્વામી એશિયન એન્ડ સાઉથ એશિયન ટ્રાયથલોન ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. કૃણાલ આગામી ૨૭ એપ્રિલના નેપાળ ખાતે યોજાનાર એશિયન ચેમ્પિયનશિપમાં ઓપન કેટેગરીમાં ભાગ લેશે. ટ્રાયથલોન ચેમ્પિયનશિપમાં સર્વપ્રથમ ૭૦૦ મીટર સુધી સ્વિમિંગ કરી ત્યાર બાદ ૨૦ કિલોમીટર સાઈકલિંગ કરીને ૫ કિલોમીટર સુધી રનિંગ કરવાની હોય છે.

Continue reading “૧૬ વર્ષીય કૃણાલ ગોસ્વામી કરશે એશિયન એન્ડ સાઉથ એશિયન ટ્રાયથલોન ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનું નેતૃત્વ”

ઓરિસ્સાના કટક જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ લર્નિંગ દ્વારા શિક્ષણનું સ્તર ઉંચુ લાવવાના પ્રયાસ કરી રહેલા વિનાયક આચાર્ય

ભારતમાં વિદ્યાર્થીઓ માટે આઇઆઇટી-આઈઆઈએમ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓને વધુ સુલભ બનાવવા તથા તેમાં બેઠકો વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અને શહેરી વિસ્તારોમાં ડિજિટલ શિક્ષણ શાળાઓની પણ જગ્યા લઈ રહ્યું છે. પરંતુ બીજી તરફ દેશના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ છોડી દેતા બાળકોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ઓરિસ્સાનાં કટક જીલ્લામાં રહેતા વિનાયક આચાર્ય ગામડાઓમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

Continue reading “ઓરિસ્સાના કટક જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ લર્નિંગ દ્વારા શિક્ષણનું સ્તર ઉંચુ લાવવાના પ્રયાસ કરી રહેલા વિનાયક આચાર્ય”

સૌર ઊર્જાથી રોશન થઈ રહેલા અંધકારમય ગ્રામીણ વિસ્તારો

ચીન અને અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ વીજળીનું ઉત્પાદન થાય છે. તેમ છતાં આજે પણ દેશના લાખો લોકો અંધારામાં રહેવા માટે મજબૂર છે. શહેરો કરતા ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં વસેલા લોકો માટે આ સમસ્યા વધુ વિકટ છે. આવી પરિસ્થિતિમાં ચિરાગ રૂરલ ડેવલ્પમેન્ડ ફાઉન્ડેશન (સીઆરડીએફ) નામના એક એનજીઓ દ્વારા સૌર ઊર્જાની મદદથી ભારતના લાખો લોકોને વીજળી પૂરી પાડવાનો એક ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Continue reading “સૌર ઊર્જાથી રોશન થઈ રહેલા અંધકારમય ગ્રામીણ વિસ્તારો”

એન્જિનિયરીંગ કંપનીમાં નોકરી છોડીને કચરાના ઢગલામાં ફેરવાઈ ગયેલા તળાવોને પુનર્જીવિત કરી રહેલા ૨૬ વર્ષીય રામવીર તંવર

નોઇડામાં રહેતા ૨૬ વર્ષીય મિકેનિકલ એન્જિનિયર રામવીર તંવર ગામે-ગામ ફરીને તળાવોને પુનર્જીવિત કરવાનું અદ્ભુત કામ કરી રહ્યા છે, જેના માટે તેમણે મલ્ટી નેશનલ કંપનીમાંથી પોતાની નોકરીનો પણ ત્યાગ કરી દીધો છે. તેમેણ વર્ષ ૨૦૧૬માં પોતાનું એમ.ટેક. પૂરું કર્યું હતું. તેમણે કોલેજના સમયથી જ પાણીના મહત્ત્વ વિશે લોકોને સમજાવવાનું ચાલુ કરી દીધું હતું.

Continue reading “એન્જિનિયરીંગ કંપનીમાં નોકરી છોડીને કચરાના ઢગલામાં ફેરવાઈ ગયેલા તળાવોને પુનર્જીવિત કરી રહેલા ૨૬ વર્ષીય રામવીર તંવર”

‘ગ્રેટ ગ્રીન વૉલ’- આફ્રિકામાં સહારા રણને આગળ વધતું રોકવા માટે બનાવવામાં આવી રહેલી ૮ હજાર કિ.મી. લાંબી વૃક્ષોની વિશાળ દિવાલ

આફિકામાં ઝડપથી ફેલાઈ રહેલા સહારા રણને રોકવા માટે ૨૦થી વધુ આફ્રિકન દેશો એકસાથે મળીને વૃક્ષોની એક વિશાળ દિવાલ બનાવી રહ્યા છે, જેને ‘ગ્રેટ ગ્રીન વૉલ’ નામ આપવામાં આવ્યું છે, અને આ કાર્યમાં તેમને મોટી સફળતા પણ મળી રહી છે. આ ‘ગ્રેટ ગ્રીન વૉલ’ સહારા રણના દક્ષિણ કિનારે આશરે ૮ હજાર કિલોમીટર ભૂપ્રદેશ સુધી ફેલાયેલી છે, જેને સાહેલ તરીકે ઓળખવામાં આવે છે.

Continue reading “‘ગ્રેટ ગ્રીન વૉલ’- આફ્રિકામાં સહારા રણને આગળ વધતું રોકવા માટે બનાવવામાં આવી રહેલી ૮ હજાર કિ.મી. લાંબી વૃક્ષોની વિશાળ દિવાલ”

મુંબઈમાં મિયાવાકી પદ્ધતિથી શહેરની વચ્ચે વિકસાવવામાં આવી રહેલું જંગલ

દિન પ્રતિ દિન વધી રહેલા શહેરીકરણને કારણે આજે ઘણાં બધા વૃક્ષોનો નાશ કરવામાં આવી રહ્યો છે, જેની ગંભીર અસરો સીધી પર્યાવરણ પર થઈ રહી છે. શહેરોમાં વધતા જતા પ્રદુષણને લીધે પર્યાવરણમાં વિકટ અનેક પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. મુંબઈ શહેરની વાત કરીએ તો આજે એક અંદાજ પ્રમાણે ત્યાં ફક્ત ૧૩ ટકા જ લીલોતરી બાકી રહી છે, જ્યારે કે પર્યાવરણ મંત્રાલય તથા વન અને હવામાન વિભાગ અનુસાર શહેરમાં સામાન્ય રીતે ૩૩ ટકા લીલોતરી હોવી જોઈએ.

Continue reading “મુંબઈમાં મિયાવાકી પદ્ધતિથી શહેરની વચ્ચે વિકસાવવામાં આવી રહેલું જંગલ”

દાર્જીલિંગના પહાડી વિસ્તારમાં સ્થાનિકો માટે વેસ્ટમાંથી બેસ્ટ કરીને બનાવવામાં આવેલું એક નાનકડું પુસ્તકાલય

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગથી ૩૬ કિલોમીટર દૂર નાગરી ફાર્મ ચા એસ્ટેટના એક મકાનના ગેરેજમાં ત્યાંના સ્થાનિક નિવાસીઓ માટે પુસ્તકાલયની શરૂઆત કરવામાં આવી છે. આ લાઈબ્રેરીની એક ખાસિયત છે કે તેમાં કોઈ પણ પ્રકારની પાબંદી રાખવામાં આવી નથી. અહિયાં ન કોઈ લાઈબ્રેરિયન છે કે ન તો અહીંયાથી કોઈ પુસ્તક લઈ જવા માટે કોઈ પણ પ્રકારની નોંધણી કરવામાં આવે છે.

Continue reading “દાર્જીલિંગના પહાડી વિસ્તારમાં સ્થાનિકો માટે વેસ્ટમાંથી બેસ્ટ કરીને બનાવવામાં આવેલું એક નાનકડું પુસ્તકાલય”