ઓરિસ્સાના કટક જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ લર્નિંગ દ્વારા શિક્ષણનું સ્તર ઉંચુ લાવવાના પ્રયાસ કરી રહેલા વિનાયક આચાર્ય

Gujarati Uncategorized

ભારતમાં વિદ્યાર્થીઓ માટે આઇઆઇટી-આઈઆઈએમ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓને વધુ સુલભ બનાવવા તથા તેમાં બેઠકો વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અને શહેરી વિસ્તારોમાં ડિજિટલ શિક્ષણ શાળાઓની પણ જગ્યા લઈ રહ્યું છે. પરંતુ બીજી તરફ દેશના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ છોડી દેતા બાળકોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ઓરિસ્સાનાં કટક જીલ્લામાં રહેતા વિનાયક આચાર્ય ગામડાઓમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

વિનાયક આચાર્ય ગ્રામીણ વિસ્તારોના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે ડિજિટલ લર્નિંગ પદ્ધતિ લાવીને શિક્ષણમાં અનોખી ક્રાંતિ લાવવાનું કામ કરી રહ્યા છે. વિનાયકે ઓરિસ્સાના ગ્રામીણ વિસ્તારોના બાળકોને સારું શિક્ષણ આપવા માટે ‘થિંક ઝોન’ નામની સંસ્થા શરૂ કરી છે. વિનાયક કહે છે કે, “મારો પરિવાર મને મોંઘી શાળામાં ભણાવવાનો ખર્ચો ઉઠાવી શકે એમ નહોતો, તેમ છતાં મને સારું શિક્ષણ મળ્યું. કોલેજમાં આવ્યા પછી મને સમજાયું કે કોઈને શિક્ષણ આપવું તે કેટલું ઉમદા કાર્ય છે અને એટલે જ મેં ગામાડામાં શિક્ષણનું સ્તર નીચું જતું જોઇને ત્યાંના બાળકોને શિક્ષિત કરવાનો સંકલ્પ લીધો.”

ગ્રામ્ય શાળાઓમાં આપવામાં આવતાં શિક્ષણ સાથે સમસ્યા એ છે કે એક વિદ્યાર્થીનું જ્ઞાનનું સ્તર ઓછું હોવા છતાં તે વિદ્યાર્થીઓ પર બહુ ઓછું ધ્યાન આપવામાં આવે છે, અને પાઠ્યક્રમ અનુસાર ભણાવવાનું ચાલુ રાખવામાં આવે છે. વિનાયકે નોકરી દરમિયાન એક સમાન પેટર્ન જોઈ, જ્યાં લોકો તેમનું કામ કરવામાં સક્ષમ હતા પરંતુ જ્ઞાનના અભાવના કારણે તે કામ કરવામાં કલાકો લગાવતા હતા. ૨૦૧૪માં વિનાયકે પોતાની નોકરી છોડી દીધી અને ગ્રામીણ શાળાઓમાં ‘થિંક ઝોન’ દ્વારા સસ્તું અને ઉચ્ચ સ્તરનું શિક્ષણ આપવાની શરૂઆત કરી.

ગ્રામજનો પાસે જતા પહેલાં વિનાયક અને તેમની ટીમે એક લર્નિંગ એપ્લિકેશન તૈયાર કરી, જેમાં સ્ટડી મટીરિયલના બે સેટ હતાં. પ્રથમ સેટ ૩થી ૫ વર્ષના વિદ્યાર્થીઓ માટે અને બીજો ૫ થી ૧૦ વર્ષના વિદ્યાર્થીઓ માટે. આ ઇન્ટરેક્ટિવ એપ્લિકેશન શિક્ષણ પ્રદાન કરવા માટે રમતો, કોયડાઓ અને વીડિયોનો ઉપયોગ કરે છે. જે વિદ્યાર્થીઓ ભણવામાં થોડા નબળા હોય છે તેમના માટે અસરકારક રીતે શિક્ષણ આપવાની વિવિધ પદ્ધતિઓનો પ્રયોગ કરવામાં આવે છે. આ હેઠળ બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેમને ગ્રેડ અથવા ઉંમરને બદલે તેમના અભ્યાસના સ્તર અનુસાર જૂથમાં રાખવામાં આવે છે.

Leave a Reply