હરિયાણાની સરકારી શાળામાં મનોરંજનની સાથે વિજ્ઞાન ભણાવતા દર્શન લાલ

Gujarati

હરિયાણાના યમુનાનગર જિલ્લાની માધ્યમિક શાળામાં વિજ્ઞાન વિષયના શિક્ષક દર્શન લાલ બવેજાને શિક્ષકની સાથે સાથે એક વિજ્ઞાનના કાર્યકર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. નાનપણથી જ વિજ્ઞાનના નિયનોને યાદ કરવાની જગ્યાએ તેને પ્રેક્ટિકલ જીવનમાં અનુભવ કરી તેને સમજવાનો તેઓ પ્રયત્ન કરતા હતા. તેમનું કહેવું છે કે આપણા જીવનમાં દરેક કાર્ય પાછળ કોઈને કોઈ તર્ક હોય છે, બસ તેને સમજવું જ વિજ્ઞાન છે. તેમના આ અનુભવનો લાભ આજે તેમની શાળાના બાળકો પણ ઉપાડી રહ્યા છે.

શરૂઆતના સમયમાં જયારે તેમણે બાળકોને વિજ્ઞાન ભણાવવાની શરૂઆત કરી ત્યારે તેમને અનુભવ થયો કે બાળકો વિજ્ઞાન શબ્દથી પણ ડરે છે. તેઓ કહે છે કે, “જયારે પણ હું ક્લાસમાં જતો ત્યારે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ચિંતા અને ડરનો ભાવ દેખાઈ આવતો હતો. અને બાળકો પોતાના વિષયથી આટલા ડરશે તો તેઓ કામયાબ કઈ રીતે થશે ? ત્યાર બાદ મેં નિર્ણય લીધો કે વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયને ફક્ત ભણશે નહીં પરંતુ તેનો અનુભવ પણ કરશે.”

દર્શન લાલ બવેજાએ જે પણ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી ત્યાંના બાળકોએ વિજ્ઞાનમાં ખુબ કામયાબી મેળવી. તેમણે વિદ્યાર્થીઓને પુસ્તકના દરેક પાઠને અલગ અલગ ગતિવિધીઓ સાથે જોડીને તેને એક અલગ રૂપ આપ્યું. વિદ્યાર્થીઓને આ રીત ઘણી પસંદ આવે છે અને નવું જાણવાની ઉત્સુકતા જાગે છે. દર્શન લાલે વિધાર્થીઓને તર્ક અને અંધવિશ્વાસ વચ્ચેનો ફર્ક કરતા પણ શીખવાડે છે.

દર્શન લાલે આ કાર્ય માટે ઓછામાં ઓછા ખર્ચથી ૧૫૦ કરતા પણ વધુ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે જેની મદદથી તેઓ બાળકોને ભણાવે છે. તેમના આ કાર્યની મદદ હવે હરિયાણા સરકાર પણ લઈ રહી છે અને તેમને રાજ્યના વિજ્ઞાનના શિક્ષકોને તાલીમ આપવાનું કાર્ય સોપ્યું છે.

Leave a Reply