સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં યુવકે પોતાનો જીવ જોખમમાં નાખી કેટલાક બાળકોના જીવ બચાવ્યા

Uncategorized

સુરત શહેરના તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભયાનક આગમાં ત્રીજા માળે ચાલી રહેલ કલાસીસમાં ૪૦થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા હતા. કટોકટીભર્યા આ સમયે કેતન ચોરવાડિયા નામનો યુવક પણ બિલ્ડીંગની સામે ઉભો હતો. કેતને ભીડમાં ફોટા પાડવા અને વીડિયો બનાવવાની બદલે પોતના જીવની ચિંતા કાર્ય વગર વિદ્યાર્થીઓને બચાવવા માટે ધસી ગયો હતો.

કેતનએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે “આગ લાગવાથી ૪૦-૫૦ મિનિટ પછી ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી. ત્યારે હું પાણીની પાઈપના સહારે બિલ્ડીંગની બીજી મંજિલ પર પહોંચ્યો. ત્યાં આગળ રહેલા છાત્રોને બહાર આવવામાં મદદ કરી અને બિલ્ડીંગના પાછળથી આઠ-દસ વિદ્યાર્થીને બચાવવામાં સફળ રહ્યો.

કેતનની લોકો સોશિયલ મીડિયા પર ઘણા વખાણ કરી રહ્યા છે. પણ કેતનને જે વિદ્યાર્થીઓને તે બચાવી ન શકયો તેના માટે ઘણું દુઃખ છે. મૃત્ય પામેલા વિદ્યાર્થીઓમાં મોટે ભાગે ૧૭ થી ૧૮ વર્ષના બાળકો હતા. તેમાંથી ૩ બાળકોના તો ૧૨મા ધોરણનું પરિણામ શનિવારે જ આવ્યું હતું જેમાં ત્રણેય બાળકો ઉતીર્ણ થઈ ગયા હતા.

આગમાંથી બાળકોના જીવ બચાવનાર કેતન આ સાથે ઘણા લોકો માટે પ્રેરણા સમાન બની ગયો છે.

Leave a Reply