મેસેજિંગ એપ વોટ્સએપમાં ખામી શોધી આપવા બદલ ફેસબુક દ્વારા કેરળના ૧૯ વર્ષીય અંનતકૃષ્ણાનું સન્માન કરવામાં આવ્યું

Gujarati Uncategorized

મેસેજિંગ એપ વોટ્સએપની ગંભીર એરર શોધી લેવા બદલ કેરળના અંનતકૃષ્ણાનું ફેસબુક દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ૧૯ વર્ષીય કે.એસ. અનંતકૃષ્ણા બી.ટેક.નો વિદ્યાર્થી છે. તે હાલ પથનમથીત્તા માઉન્ટ ઝીઓન કોલેજ ઓફ એન્જિનિયરીંગમાં અભ્યાસ કરે છે.

મીડિયાના રિપોર્ટ પ્રમાણે, અનંતકૃષ્ણાને બે મહિના પહેલાં વોટ્સએપમાં બગ(ખામી) દેખાઈ હતી. આ બગના લીધે યુઝર્સની પરમિશન વગર કોઈ બીજી વ્યક્તિ મેસેજિંગ એપની ફાઈલ કાયમ માટે રિમૂવ કરી શકતો હતો. અનંતકૃષ્ણાએ વોટ્સએપની તે સમસ્યાનું સોલ્યુશન શોધીને ફેસબુકને જણાવ્યું હતું. બે મહિના બાદ અનંતકૃષ્ણાએ આપેલા સોલ્યુશનને ધ્યાનમાં લઈને ફેસબુકે તેનું સન્માન કરવાનો નિર્ણય લીધો હતો.

ફેસબુકે અનંતને ૫૦૦ ડોલરનું કેશ પ્રાઈઝ એટલે કે ૩૪ હજાર રૂપિયાનું ઇનામ આપ્યું. આ ઉપરાંત ભવિષ્યમાં અનંતને ‘હોલ ઓફ ફેમ’ આપવાનો પણ વાયદો કર્યો. આ વર્ષના ફેસબુકના આભાર લિસ્ટમાં કેરળના અનંતનું નામ ૮૦મા ક્રમ પર છે. દર વર્ષે ફેસબુક અનંતની જેમ બીજા ટેલેન્ટેડ લોકોને તેમના પર્ટિક્યુલર ક્ષેત્રમાં નિપુણતા બદલ સન્માન કરે છે અને તેમને ઇનામ તથા કેટલાકને ‘હોલ ઓફ ફેમ’માં સ્થાન પણ આપે છે.

અનંતની વાત કરીએ તો તેણે ઇન્ટરનેટને ઉપયોગમાં આવે તે રીતના એથિકલ હેકિંગ પર પણ રિસર્ચ કર્યું છે. તે કેરળ પોલીસને સાઇબર ટેક્નોલોજી ક્ષેત્રે પણ મદદ કરે છે. પોતાની શિક્ષાનો ઉપયોગ સકારાત્મક રીતે કઈ રીતે કરવો જોઈએ તેનું આ એક જીવતું જાગતું ઉદાહરણ છે.

Leave a Reply