કાશ્મીરના રઉફ અહમદે નદીમાં ડૂબતા પર્યટકોને બચાવવા માટે પોતાનું બલિદાન આપીને સાચી કાશ્મીરિયતની ઓળખ કરાવી

Uncategorized

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં માવુરા પાસે લિદ્દર નદીમાં શુક્રવારે સાંજે રાફ્ટિંગ દરમિયાન એક દુર્ઘટનામાં પર્યટકોને બચાવતા ટ્રાવેલ ગાઈડ રઉફ અહેમદનું મૃત્યુ થયું હતું. જે સમયે આ દુર્ઘટના ઘટી એ સમયે ખૂબ જ પવન હતો જેને કારણે નદીમાં વહેણ પણ ઝડપી હતું. બોટમાં સવાર બધા જ ૭ પ્રવાસીઓ જયારે નદીમાં લાગ્યા, ત્યારે બોટમાં સવાર ગાઈડ રઉફ અહમદ ડાર પોતાના જીવની ચિંતા કર્યા વિના આ લોકોને બચાવવા માટે નદીમાં કૂદી ગયો હતો અને તેણે ઝડપી વહેણ હોવા છતાં બધા જ પ્રવાસીઓને બચાવી લીધા હતા, પરંતુ કમનસીબે પોતે ડૂબી ગયો હતો.

આ વાતની જાણકારી મળતા જ પોલીસ અને સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા. ઘટના સ્થળે એસડીઆરએફની ટિમ પણ પહોંચી હતી, પરંતુ અંધારું હોવાના કારણે રઉફ અહમદ ડારને શોધી શકાયો ન હતો. ફરી સવારે તેને શોધવાનું કામ શરુ કરતા તેનો મૃતદેહ ભવાની બ્રિજ પાસે નદીમાં મળ્યો હતો. તેના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો હતો.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે રઉફ અહેમદે પર્યટકોને રાફ્ટિંગ કરવાની મનાઈ કરી હતી. પરંતુ તેમની જિદ્દના કારણે તેઓ રાફ્ટિંગ માટે નદીમાં ઉતર્યા હતા અને આ ઘટના બનવા પામી હતી.

હાલના સમયમાં જયારે કે દેશમાં કાશ્મીર અને ત્યાંના રહેવાસીઓ વિષે ખોટી ખોટી અફવાઓ ફેલાવી બદનામ કરવામાં આવી રહ્યા છે ત્યારે રઉફ અહેમદે પોતાના જીવની ચિંતા કર્યા વગર પાંચ પર્યટકોનો જીવ બચાવી લોકોને સાચી કાશ્મીરિયતની ઓળખ અપાવી છે.

અનંતનાગના નાયબ કમિશનર ખાલિદ જહાંગીરે પણ ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, “આ સાચી કાશ્મીરિયત છે, જે પ્રેમ અને ભાઈચારાને પ્રોત્સાહન આપે છે. રઉફ પણ તે જ કર્યું અને પોતાની કાળજી લીધા વગર બીજાઓને બચાવ્યો.” તેમના બલિદાન બદલ સ્થાનિક વહીવટીતંત્રે રઉફના પરિવારને રૂ. ૨ લાખની સહાયની જાહેરાત કરી છે, જયારે રાજ્યના રાજ્યપાલ સત્યપાલ પાલકે રૂ. ૫ લાખની જાહેરાત કરી છે.

Leave a Reply