પ્લાસ્ટિકના કચરામાંથી ટાઈલ્સ અને પાઈપ્સ બનાવતી બેંગ્લોરની સંસ્થા

પ્લાસ્ટિકના કચરાના ઉકેલ માટે સરકારો અને સ્વયંસેવી સંસ્થાઓ સતત લોકોમાં જાગૃકતા ફેલાવવા માટે કાર્યરત રહે છે. આ જ અનુસંધાનમાં બેંગ્લોરમાં સ્થાનિક સરકાર અને નાગરિકોએ સાથે મળીને પ્લાસ્ટિક-ફ્રી બેંગ્લોરની શરૂઆત કરી હતી, જે આજે કામયાબી તરફ પોતાના કદમ ઉપાડી રહી છે. ધ ઇકોનોમિક ટાઈમ્સ ના એક રિપોર્ટ અનુસાર શહેરમાં પેદા થનાર કુલ કચરાનો ૨૦ હિસ્સો પ્લાસ્ટિકનો હોઈ છે.

૨૦૧૬ માં રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની પ્લાસ્ટિકની થેલીના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત રહેઠાણ વાળા વિસ્તારોમાં લોક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યા હતા. મોટા અને નાના ઉદ્યોગો પર પણ ઇકો-ફ્રેન્ડલી સામાનનો ઉપયોગ કરવા માટેની ફરજ પાડવામાં આવી હતી.

આ ઉપરાંત બેંગ્લોરમાં ‘સ્વચ્છ’ નામક એક બિન-લાભકારી સંસ્થાએ બેંગ્લોર મહાનગરપાલિકા સાથે જોડાઈને શહેરમાં પેદા થનાર પ્લાસ્ટિકના કચરામાંથી ટાઇલ્સ અને પાઇપ બનાવવાની શરૂઆત કરી છે.

આજે આ સંસ્થા દ્વારા ખેડૂતોને સિંચાઈમાં ઉપયોગી થનાર પાઇપ બનાવી તેમને વ્યાજબી ભાવે પુરી પાડવામાં આવે છે. આ સાથે રંગબેરંગી ટાઇલ્સને આમ લોકોને વ્યાજબી ભાવે વેચવામાં આવે છે જેનો ઉપયોગ ઘરોમાં, રોડ પર, ફૂટપાથ પર વગેરે જગ્યાઓએ થઇ શકે છે. ધ હિન્દૂ સાથે વાતચીત કરતા સંસ્થાના વડા વી. રામપ્રસાદે જણાવ્યું હતું કે, “અમે લોકો ટાઇલ્સ બનાવવા માટે પુરી રીતે કચરામાંથી નીકાળવામાં આવેલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. એક દિવસમાં આશરે દસ હજાર કરતા વધુ ટાઇલ્સ અંદાજિત ૩ થી ૪ ટન પ્લાસ્ટિકના કચરાના ઉપયોગ કરીને બનાવીએ છીએ.”

Leave a Reply