હોંગકોંગમાં લાખોની સંખ્યામાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ પોતાની ફરજ ભૂલ્યા વિના પલભરમાં જ એમ્બ્યુલન્સ માટે રસ્તો કરી આપ્યો

Gujarati Uncategorized

જ્યાં લોકો ઍમ્બ્યુલન્સને પણ ઓવરટેક કરીને નીકળી જવાની ફિરાકમાં હોય છે, કે પછી તેને જોઈને પણ રસ્તો આપવામાં આડોડાઈ કરતા જોવા મળતા હોય છે તેવામાં હોંગકોંગમાં ઘણી મોટી સંખ્યામાં ભેગા થયેલા પ્રદર્શનકારીઓ દ્વારા એમ્બ્યુલન્સને રસ્તો કરી આપતો વીડિયો લોકોને માનવતાની એક નવી મિસાલ પેશ કરી રહ્યો છે.

હોંગકોંગમાં વિવાદાસ્પદ અને પ્રસ્તાવિત પ્રત્યાર્પણ (એક્સ્ટ્રાડિશન) બિલના વિરોધમાં લોકોએ ગત રવિવારે પણ પ્રદર્શન કર્યું હતું. મળતી વિગતો પ્રમાણે આ રેલીમાં અંદાજે ૧૦ લાખ કરતાં પણ વધુ લોકો જોડાયા હતા. પ્રદર્શન દરમિયાન એક ઍમ્બ્યુલન્સ આગળ જવા માટે સાયરન વગાડતી વગાડતી નજીક પહોંચી ગઈ હતી. સામાન્ય રીતે તો આ ઍમ્બ્યુલન્સને આવી ભીડ વચ્ચેથી જો પસાર થવાની નોબત આવે તો કેટલો સમય લાગે તે કોઈ નક્કી ના કરી શકે, પણ સુખદ આશ્ચર્ય વચ્ચે કોઈના પણ જાતના પ્રયત્નો વિના માત્ર ગણતરીની સેંકન્ડમાં જ આ ભીડ બાજુએ હટી ગઈ હતી જેથી ઍમ્બ્યુલન્સ સરળતાથી બહારી નીકળી શકે .

હોંગકોંગના પ્રદર્શનકર્તાઓની આવી સજાગતા અને માનવીય અભિગમની લોકો પ્રસંશા કરી રહ્યા છે. આ પ્રદર્શન કરનારા લોકો સમગ્ર દુનિયાના લોકોને આમ નાગરિકની મૂળભૂત જવાબદારીઓ સાથે કઈ રીતે અહિંસાના રસ્તે ચાલીને વિરોધ પ્રદર્શન કરવું તેની સમજ દુનિયા સમક્ષ પેશ કરી છે. આ પ્રચંડ જનમેદનીએ અહિંસાની સાથે પણ પોતાની જવાબદારી સમજીને વિરોધ કરી શકે છે અને લોકોના જીવ બચાવી શકે છે.

Leave a Reply