કર્નાટકના કોડાગૂ જિલ્લામાં એનઆરઆઈ દંપતીએ ૨૬ વર્ષમાં ૩૦૦ એકર જમીનને વન્યજીવન અભયારણ્યમાં ફેરવી દીધી

Gujarati

વિશ્વમાં વધી રહેલા પ્રદુષણ અને જંગલોનો નાશ માનવીય જીવન માટે તો નુકશાનકારક છે જ, પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓના જીવન પર પણ ખોટી અસર ઉભી કરે છે. આ સમસ્યાનું નિવારણ લાવવાના હેતુસર કર્ણાટકના રહેવાસી અનિલ અને પામેલા મલ્હોત્રાએ પોતાની જમીન ઉપર વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીનું નિર્માણ કર્યું છે. આ સેન્ચ્યુરી ૩૦૦ એકરમાં ફેલાયેલી છે જે સાઈ સેન્ચુરી તરીકે જાણીતી છે.

૧૯૮૬માં અનિલ અને પામેલા જયારે અમેરિકાથી ભારત પરત આવ્યા ત્યારે તેમને ઔદ્યોગિક ક્રાંતિના નામે જંગલોના થતા સફાયા વિષે ઘણી ચિંતા થઈ અને પોતાની અમેરિકાની સંપૂર્ણ મિલ્કત વેચીને અહીંયા વસવાટ કરવાનો નિર્ણય કર્યો. તેમણે કર્ણાટકના કોડાગૂ જિલ્લામાં બ્રહ્મગિરી નદી પાસે જમીન ખરીદીને તેમાં જંગલ નિર્માણની શરૂઆત કરી.

સતત ૩૩ વર્ષની મહેનત પછી આજે આ સેન્ચુરીમાં ૩૦૦ થી પણ વધુ પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓ વસવાટ કરે છે. અહીંયા આજે કુદરતી રીતે નવા ઝરણાઓ અને નદીના વહેણ વહેતા થયા છે. હવે આ જંગલ પોતાની સંભાળ જાતે જ રાખે છે.

પહેલા કોડાગુ જિલ્લાને દુષ્કાળ પ્રભાવિત વિસ્તાર ગણવામાં આવતો હતો. આજે આ વિસ્તારમાં આ જંગલના કારણે ભરપૂર માત્રામાં વરસાદ થઈ રહ્યો છે અને આજુબાજુ વિસ્તારને પણ આનો ફાયદો પહોંચી રહ્યો છે.

જ્યાં માનવી આજે પોતાના વર્તમાન માટે પોતાના ભવિષ્યને બરબાદ કરી રહ્યો છે, ત્યાં અનિલ અને પામેલા જેવા લોકો માનવજાતિના ભવિષ્ય માટે પોતાના વૈભવી વર્તમાનને ત્યજી દે છે. આપણે આપણી આવનારી પેઢી માટે નહીં તો પોતાના ભવિષ્ય માટે વિચાર કરી વૃક્ષોનો નાશ થતો અટકાવીને વધુને વધુ વૃક્ષો રોપવા જોઈએ.

અનિલ અને પામેલાએ જંગલ બચાવવાની કરેલી શરૂઆત માટે કુદરતે તેમનો સાથ આપ્યો અને આજે તે પોતાના કામમાં ઘણા કામિયાબ થયા. આ ખરેખર એક મોટી તથા બિરદાવવા લાયક ઉપલબ્ધી છે.

Leave a Reply