લોકોને બાયો કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા માટે પ્રેરણા આપી રહેલી ૧૭ વર્ષીય ખુશી કાબરા

Gujarati Uncategorized

ડાઉન ટુ અર્થ ના એક રિપોર્ટ પ્રમાણે એક ભારતીય દર વર્ષે ૧૧ કિલો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. ‘સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ’ અનુસાર ભારતમાં રોજ કુલ ૪ હજાર ટન પલાસ્ટિકનો કચરો જમા થાય છે. તેનાથી વર્ષે ૧ લાખ સમુદ્રી જીવજંતુઓ મૃત્યુ પામે છે. આવી અનેક સમસ્યાઓને ગંભીરતાથી લઈને મુંબઈમાં રહેતી ૧૭ વર્ષીય ખુશી કાબરા લોકોને ‘બાયો કમ્પોસ્ટેબલ’ પ્લાસ્ટિકનો ઊપયોગ કરવા માટે પ્રેરણા આપી રહી છે. ખુશીએ વધુમાં વધુ લોકોને જાગૃત કરવા માટે ‘આઈ એમ નોટ પ્લાસ્ટીક’ (i am not plastic) નામનાં અભિયાનની શરૂઆત કરી છે.

આ અભિયાન અંતર્ગત ખુશી વિવિધ શાળાઓ, કોલેજ, મોલ અને સોસાયટીમાં જઇને વિવિધ પ્રકારનાં પ્લાસ્ટિક જેવા કે બાયો ડિગ્રડેબલ, ઓક્સો ડિગ્રડેબલ, બાયો-બેઝ્ડ અને બાયો કમ્પોસ્ટેબલ વગેરે વિશે માહિતી આપીને બાયો કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ખરીદવા માટે લોકોને પ્રેરિત કરે છે.

ગ્લિસરોલ, કોર્નસ્ટાર્ચ, વિનેગર અને પાણીનાં મિશ્રણથી બનતું આ પ્લાસ્ટિક બજારમાં મળતાં અન્ય પ્લાસ્ટિક કરતાં અલગ છે. આ પ્લાસ્ટિક વરસાદ, હવા અને સૂર્યકિરણની હાજરીમાં પૂરી રીતે ડીકમ્પોસ્ટ(વિઘટિત) થઈ જાય છે. આમ થવાથી કોઈ પણ હાનિકારક ગેસ કે રજકણો ઉત્પન્ન થઈને હવામાં ફેલાતા નથી. આ પ્રકારના પ્લાસ્ટિકના ઉત્પાદન માટે પેટ્રોલ પર નિર્ભર રહેવું પડતું નથી, જેથી પેટ્રોલની મોટા પ્રમાણમાં બચત થાય છે.

ખુશીનો પરિવાર છેલ્લા ૫૫ વર્ષથી પ્લાસ્ટીક મશીનરીનો વ્યવસાય કરે છે. ખુશીએ તેના પ્રોજેક્ટ દરમિયાન વિવિધ પ્રકારનાં પ્લાસ્ટિકની બેગ પર રિસર્ચ કર્યું હતું. રિસર્ચ બાદ સ્કૂલની લેબમાં ગ્લિસરોલ, કોર્નસ્ટાર્ચ, વિનેગર અને પાણીનાં મિશ્રણથી કમ્પોસ્ટેબલ પલાસ્ટિક બનાવ્યું હતું. ખુશીએ ‘બાયો કમ્પોસ્ટેબલ’ પ્લાસ્ટિકનાં મહત્ત્વને પ્રાધાન્ય આપીને તેનો ઊપયોગ કરવા માટે ઘણા લોકોને જાગૃત કર્યા છે અને તેની શરૂઆત ખુશીએ પોતાના પરિવારથી જ કરી હતી. ખુશીના અભિયાન શરૂ કર્યા બાદ તેના પરિવારે બાયો કમ્પોસ્બટેબલ પ્લાસ્ટિક બનાવવાનું શરૂ કર્યું છે. ખુશી ‘નરેન્દ્ર પલાસ્ટિક’ નામના ઉત્પાદક સાથે મળીને બાયો કમ્પોસ્બટેબલ પ્લાસ્ટિકને પ્રમોટ કરી રહી છે. ખુશી સાથે અત્યારે અનેક નાની સંસ્થાઓ જોડાયેલી છે. તેઓ સાથે મળીને લોકોને પ્લાસ્ટિક રૂપી ઝેરનો વપરાશ ન કરવા માટે અને બાયો કમ્પોસ્બટેબલ પ્લાસ્ટિકનો ઊપયોગ કરવા માટે જાગૃત કરે છે.

Leave a Reply