Month: August 2019

૧૨ વર્ષના વેંકટેશે એમ્બ્યુલન્સ માટે પાણીના પ્રવાહમાં જંપલાવી તેમાં ગરકાવ થઈ ગયેલા રસ્તાનું દિશા સુચન કર્યું

કર્ણાટકના રાયચૂર જિલ્લાના હીરેરાયનકુંપી ગામના એક ૧૨ વર્ષીય બાળક વેંકટેશે પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણીમાં ફસાયેલી એમ્બ્યુલન્સને પાણીમાં ગરકાવ થઈ ગયેલો રસ્તો બતાવી એક બહાદુરી ભર્યા કાર્યને અંજામ આપ્યો હતો. પૂરમાં ડૂબેલ રસ્તા પર એમ્બ્યુલન્સને રસ્તો દેખાડ્યા બાદ આ બાળક લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે. રસ્તો દેખાડવા માટે પાણીના પ્રવાહની ચિંતા કર્યા વગર વેંકટેશ પાણીમાં કૂદી ગયો ગયો હતો.

રિપોર્ટ્સ અનુસાર, તે સમયે એમ્બ્યુલન્સમાં ૬ બાળકો સહિત એક મૃત મહિલાનો મૃતદેહ પણ હતો. વેંકટેશની આ બહાદૂરી પર તંત્ર દ્વારા ૭૩માં સ્વતંત્રતા દિવસે પુરસ્કાર આપી તેનું સન્માન કરવામાં આવ્યું.

વેંકટેશે એબ્યુલન્સને તે સમયે રસ્તો દેખાડ્યો, જ્યારે તે એક પૂલથી પસાર થઈ રહી હતી. પૂરના કારણે પૂલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ હતો. ડ્રાઇવર માટે પુલની સચોટ સ્થિતિ અને પાણીની ઊંડાઇનો અંદાજો લગાવવો મૂશ્કેલ થઈ રહ્યો હતો. તે સમયે વેંકટેશ ત્યાં આસપાસ રમી રહ્યો હતો. એમ્બ્યુલન્સને અસમંજસની સ્થિતિમાં જોઇને તેની મદદ કરવાનો નિર્ણય કર્યો.

આ ઘટનાને ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરી લીધી હતી. વીડિયોમાં નજરે આવી રહ્યું છે કે કઈ રીતે વેંકટેશ એમ્બ્યુલન્સને રસ્તો દેખાડી રહ્યો હતો. રસ્તો દેખાડતા સમયે વેંકટેશ કેટલીકવાર સંતૂલન ગુમાવે છે. વેંકટેશને આ પ્રકારે રસ્તો દેખાડતો જોઇને ગ્રામજનો પણ કિનારે આવીને ઉભા રહી ગયા અને વેંકટેશની વાહવાહી કરવા લાગ્યા. વેંકટેશે કિનારે આવ્યા બાદ એમ્બ્યુલન્સ પાણીમાંથી નીકળવામાં સફળ રહી હતી.

ઈમેજ સોર્સ:- પંજાબ કેસરી.

છોડના રોપા માટે પ્લાસ્ટિકની જગ્યાએ બિનજરૂરી વાંસમાંથી કૂંડા બનાવતા વિપુલ પાંડે

ગુજરાત વન વિભાગે થોડા સમય પહેલા છોડના રોપાને પ્લાસ્ટિકની થેલીના બદલે નારિયેળની ખોળમાં ઉગાડવાનો પ્રયોગ કર્યો હતો. આ પહેલ કામયાબ પણ થઈ હતી. નારિયેળનો આ રીતે પ્રયોગ જોઈને તેનાથી પ્રેરાઈ અંદામાન દ્વીપના IFS ઓફિસર વિપુલ પાંડેએ ઇકો-ફ્રેન્ડલી રીતે છોડ વાવવાનો વધુ એક ઉપાય શોધ્યો છે. તેમણે પ્લાસ્ટિકને બદલે વાંસમાં છોડ વાવ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેઓ બામ્બુમાં છોડ ઉગી શકે કે કેમ તેની પર કામ કરી રહ્યા હતા.

આ આઈડિયા વિશે વિપુલે બેટર ઈંડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, “આપણી ચારેબાજુની જગ્યાઓ પ્લાસ્ટિકથી ઘેરાયેલી છે. આ પ્લાસ્ટિક નર્સરીમાં છોડ સાથે શરુ થાય છે અને સમુદ્રમાં ભળી જાય છે. આ છોડને નર્સરીમાં પ્લાસ્ટિકની જગ્યાએ કોઈ બીજી વસ્તુમાં ઉગાડવા માટે મેં મારા સ્ટાફ સાથે વાત કરી. મેં સાત મહિના સુધી પ્લાસ્ટિકને બદલે બીજી કોઈ વસ્તુમાં છોડ વાવવાના પ્રયત્નો કર્યા હતા.”

વિપુલે કૂંડા બનાવવાં માટે બિનઉપયોગી વાંસમાંથી શરૂઆત માટે ૫૦૦ કૂંડા બનાવ્યા હતા. હાલમાં ૨૦ હજાર કૂંડા બનાવી શકાય તેટલું વાંસ તેમની પાસે છે. વિપુલ ઈચ્છે છે કે, શક્ય હોય તો આપણે પ્લાસ્ટિકની વસ્તુઓને બીજી કોઈ ઇકો-ફ્રેન્ડલી વસ્તુ દ્વારા રિપ્લેસ કરવી જોઈએ. નર્સરીમાં બામ્બુમાં વાવેલા છોડ એક મહિના પછી તેની જાતે જ મૂળ ફેલાવવાને લીધે કૂંડુ પણ થોડું મોટું થઈ જાય છે. ત્યારબાદ આ છોડ નર્સરીમાં વેચવા માટે એકદમ તૈયાર બની જાય છે. ગ્રાહકો આરામથી વાંસના કૂંડામાંથી પોતાના ઘરે કે ઓફિસમાં છોડ રોપી શકે છે. આ કૂંડાનો સરળતાથી નાશ પણ કરી શકાય છે.

ટ્વિટર પર વિપુલે જૂન મહિનામાં ‘પ્લાસ્ટિક પોલ્યુશન ચેલેન્જ’ પણ શરુ કર્યું હતું. જેમાં લોકોને રોજિંદી જિંદગીમાં પ્લાસ્ટિક ન વાપરવા માટે વિનંતી કરી હતી.

રિક્ષાને એમ્બ્યુલન્સમાં ફેરવી જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા સુનીલ મિશ્રા

મુંબઈમાં રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા સુનીલ મિશ્રા એક ઓટો ડ્રાઇવર છે, પંરતુ કોઈ બીમાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવામાં તેમની આ રિક્ષા એમ્બ્યુલન્સમાં ફેરવાઈ જાય છે. મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના નાનકડા ગામના રહેવાસી સુનીલ મિશ્રા નોકરીની શોધમાં મુંબઈ આવ્યા હતા અને અંબુજવાડી સ્લમ વિસ્તારમાં રહેવા લાગ્યા હતા. ધોરણ ૧૦ સુધી ભણેલા સુનીલે રિક્ષા ખરીદીને મુંબઈની ગલીઓમાં ચલાવવાનું શરુ કરી દીધું હતું.

Continue reading “રિક્ષાને એમ્બ્યુલન્સમાં ફેરવી જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા સુનીલ મિશ્રા”

પૂરમાં ફસાયેલા લોકો સુધી મદદ પહોંચાડી રહેલું બિહારનું મિથિલા સ્ટુડન્ટ યુનિયન

બિહારમાં આવેલ પૂરના કારણે ત્યાનું સ્થાનિક જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. પૂરના કારણે ૫૦ લાખ જેટલા લોકો પ્રભાવિત થયા છે. કેટલાય લોકો બેઘર બન્યા છે તો કેટલાય પોતાના પરિવારથી વિખરાઈ ગયા છે. ખેતી અને વન્યજીવો પર પણ તેનો દુષ્પ્રભાવ પડ્યો છે. બિહારમાં અનેક સામાજીક સંસ્થાઓ દ્વારા જરૂરિયાત લોકોને પ્રાથિમક સુવિધાઓ આપવા માટે મદદ કરવામાં આવી રહી છે. તેમાં યુવાઓની એક સંસ્થા ‘મિથિલા સ્ટુડન્ટ યુનિયન’ દ્વારા આમ લોકોની મદદ કરવામાં આવી રહી છે.

Continue reading “પૂરમાં ફસાયેલા લોકો સુધી મદદ પહોંચાડી રહેલું બિહારનું મિથિલા સ્ટુડન્ટ યુનિયન”

ભારતીય રેલવે દ્વારા પ્લાસ્ટિક બોટલને રિસાયકલ કરી તેમાંથી ટીશર્ટ અને કેપ બનાવવામાં આવશે

પ્લાસ્ટિક આજના સમયમાં જમીન અને માનવજાત બન્ને માટે નુકસાન કારક છે. તેના વધતા જતા ઉપયોગ ને રોકવો એક સમસ્યા બની ગયી છે. આપણા દેશમાં રેલવે સ્ટેશનો પર પ્લાસ્ટિકની બોટલ અને પ્લાસ્ટિક કચરાને લોકો આમતેમ ફેંકી દેતા હોય છે. રેલવે બોર્ડે આ બોટલનો ફરીથી ઉપયોગ કરવા માટે નવો રસ્તો શોધી લીધો છે. પાણીની ખાલી બોટલમાંથી હવે ટીશર્ટ અને કેપ બનાવવામાં આવશે. રેલ મંત્રાલય દ્વારા શરુ કરવામાં આવેલ આ પ્રોજેક્ટ નું સફળ પરીક્ષણ બિહારના પટનાના રેલવે સ્ટેશન પર કરવામાં આવ્યું છે. હવે દેશના ૨૨૫૦ રેલવે સ્ટેશન આવા મશીનો લગાવવાની તૈયારી કરી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે રેલવેમાં સફર દરમિયાન પ્રવાસીઓ રોજની ૧૬ લાખ પાણીની બોટલનો ઉપયોગ કરે છે.

Continue reading “ભારતીય રેલવે દ્વારા પ્લાસ્ટિક બોટલને રિસાયકલ કરી તેમાંથી ટીશર્ટ અને કેપ બનાવવામાં આવશે”

આફ્રિકાના ઇથોપિયા દેશના લોકોએ માત્ર ૧૨ કલાકમાં ૩૫ કરોડ છોડ રોપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

દક્ષિણ એશિયાના દેશ ઇથોપિયાએ માત્ર ૧૨ કલાકમાં ૩૫ કરોડ છોડ રોપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જંગલોની અંધાધૂંધ કટાઈ અને દુષ્કાળનો સામનો કરી રહેલા આ દેશે ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે આ પહેલ કરી છે જેનું નેતૃત્વ ઈથોપિયાના વડાપ્રધાન આબી અહેમદ કરી રહ્યા છે. યુનાઇટેડ નેશન્સના જણાવ્યા અનુસાર, ઇથોપિયા ૧૦૦ મિલિયનની વસ્તી સાથે આફ્રિકાનો બીજા ક્રમનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.

Continue reading “આફ્રિકાના ઇથોપિયા દેશના લોકોએ માત્ર ૧૨ કલાકમાં ૩૫ કરોડ છોડ રોપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો”