૧૨ વર્ષના વેંકટેશે એમ્બ્યુલન્સ માટે પાણીના પ્રવાહમાં જંપલાવી તેમાં ગરકાવ થઈ ગયેલા રસ્તાનું દિશા સુચન કર્યું

Uncategorized

કર્ણાટકના રાયચૂર જિલ્લાના હીરેરાયનકુંપી ગામના એક ૧૨ વર્ષીય બાળક વેંકટેશે પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણીમાં ફસાયેલી એમ્બ્યુલન્સને પાણીમાં ગરકાવ થઈ ગયેલો રસ્તો બતાવી એક બહાદુરી ભર્યા કાર્યને અંજામ આપ્યો હતો. પૂરમાં ડૂબેલ રસ્તા પર એમ્બ્યુલન્સને રસ્તો દેખાડ્યા બાદ આ બાળક લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે. રસ્તો દેખાડવા માટે પાણીના પ્રવાહની ચિંતા કર્યા વગર વેંકટેશ પાણીમાં કૂદી ગયો ગયો હતો.

રિપોર્ટ્સ અનુસાર, તે સમયે એમ્બ્યુલન્સમાં ૬ બાળકો સહિત એક મૃત મહિલાનો મૃતદેહ પણ હતો. વેંકટેશની આ બહાદૂરી પર તંત્ર દ્વારા ૭૩માં સ્વતંત્રતા દિવસે પુરસ્કાર આપી તેનું સન્માન કરવામાં આવ્યું.

વેંકટેશે એબ્યુલન્સને તે સમયે રસ્તો દેખાડ્યો, જ્યારે તે એક પૂલથી પસાર થઈ રહી હતી. પૂરના કારણે પૂલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ હતો. ડ્રાઇવર માટે પુલની સચોટ સ્થિતિ અને પાણીની ઊંડાઇનો અંદાજો લગાવવો મૂશ્કેલ થઈ રહ્યો હતો. તે સમયે વેંકટેશ ત્યાં આસપાસ રમી રહ્યો હતો. એમ્બ્યુલન્સને અસમંજસની સ્થિતિમાં જોઇને તેની મદદ કરવાનો નિર્ણય કર્યો.

આ ઘટનાને ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરી લીધી હતી. વીડિયોમાં નજરે આવી રહ્યું છે કે કઈ રીતે વેંકટેશ એમ્બ્યુલન્સને રસ્તો દેખાડી રહ્યો હતો. રસ્તો દેખાડતા સમયે વેંકટેશ કેટલીકવાર સંતૂલન ગુમાવે છે. વેંકટેશને આ પ્રકારે રસ્તો દેખાડતો જોઇને ગ્રામજનો પણ કિનારે આવીને ઉભા રહી ગયા અને વેંકટેશની વાહવાહી કરવા લાગ્યા. વેંકટેશે કિનારે આવ્યા બાદ એમ્બ્યુલન્સ પાણીમાંથી નીકળવામાં સફળ રહી હતી.

ઈમેજ સોર્સ:- પંજાબ કેસરી.

Leave a Reply