ગરીબ બાળકોને વિના મુલ્યે પુસ્તકો પ્રદાન કરતા સંદીપ કુમાર

Gujarati Uncategorized

ચંડીગઢના શિક્ષક સંદીપ કુમાર ગરીબ બાળકોને વિના મૂલ્યે પુસ્તકો પ્રદાન કરે છે. આ માટે તેઓ છેલ્લા બે વર્ષથી લોકોના ઘરે ઘરે જાય છે અને તેમની પાસેથી જુના પુસ્તકો ભેગા કરે છે. સંદીપ અને તેમની ટીમે અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ પુસ્તકો ભેગા કર્યા છે. આ પુસ્તકોથી ૨૦૦ થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી રહ્યા છે.

બાળકોની મદદ માટેની આ પહેલ ત્યારથી શરૂ કરવામાં આવી હતી જ્યારે સંદીપ કુમાર જેબીટીમાં ટ્રેનિંગમાં હતા. તેમણે જોયું કે, આર્થિક સ્થિતિ જે લોકોની નબળી છે તેવા પરિવારના બાળકોની પાસે પુસ્તકો અને અન્ય વસ્તુ ખરીદવા માટે પૈસા નથી. આ સ્થિતિએ તેમને હચમચાવી દીધા. જ્યારે તે પાછા ચંડીગઢ આવ્યા તો તેમણે આવા બાળકો માટે વિના મૂલ્યે પુસ્તકો પ્રદાન કરાવવાની શરૂઆત કરી.

સંદીપ અને તેમની ટીમ કોલેજ અને સ્કૂલોમાં કેમ્પ લગાવે છે. તેઓ ત્યાં વિદ્યાર્થીઓને વિનંતી કરે છે કે, જે પુસ્તકો તેમના કામમાં ન આવતા હોય, તો તે જરૂરિયાતમંદ બાળકોને દાન આપી દે. સંદીપ કુમાર આ પહેલને સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી ફેલાવી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે, લોકો ગરીબ બાળકોના અભ્યાસમાં જો આર્થિક સહયોગ ના કરી શકે તો કાંઈ નહિ પણ પોતાના જુના પુસ્તક ગરીબ બાળકોને આપવા જ જોઈએ.

Leave a Reply