Month: September 2019

શિક્ષકો અને ગામના લોકોની મદદથી જર્જરિત હાલતમાં રહેલી શાળાને સ્માર્ટ શાળા બનાવતા પંજાબના જગજીત સિંહ

ભારતમાં શૈક્ષણિક સંસ્થાનો માટે મૂળભૂત સુવિધઓ પૂરી પાડવામાં અને ખાસ કરીને સરકારી શાળાઓની હાલત દયનીય જોવા મળે છે. પ્રશાસન અને આમ લોકોની જાગૃકતાના અભાવે શાળાઓ મૂળભૂત સુવિધાઓ જેવી કે સાફ પાણી, શૌચાલય, કલાસરૂમ વગેરેની અછત જોવા મળે છે. પરંતુ પંજાબના માનસા જિલ્લાના મુસા ગામની સરકારી પ્રાથમિક શાળાની હાલત શિક્ષક અને ગામના લોકોએ સાથે મળીને બદલી છે.

Continue reading “શિક્ષકો અને ગામના લોકોની મદદથી જર્જરિત હાલતમાં રહેલી શાળાને સ્માર્ટ શાળા બનાવતા પંજાબના જગજીત સિંહ”

વૃક્ષો માટે પોતાની નોકરી છોડી દીધી અને જંગલ વસાવ્યું

એમેઝોનના જંગલોમાં દુનિયાભરની સરકારો હજારો એકરમાં લાગેલી આગને બુઝાવવાના પ્રયાસો કરી રહી છે. એમેઝોન જંગલ આખી પૃથ્વીને ૨૦ ટકા ઓક્સિજન પૂરો પાડે છે. દુનિયાના દરેક લોકો તેને બચાવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે, તેવામાં બીજી બાજુ આપણા દેશમાં એવા વ્યક્તિ પણ છે જેણે જંગલ બનાવવા માટે પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી.

મણિપુરના પર્યાવરણપ્રેમી વ્યક્તિએ વૃક્ષો માટે પોતાની નોકરીને છોડી દીધી અને જંગલ બનાવમાં લાગી ગયા. મોઇરંગથમ લોહિયાએ છેલ્લા ૧૭ વર્ષમાં એકલા હાથે ૩૦૦ એકરનું જંગલ ઊભું કર્યું છે. તેમણે મણિપુરના લંગોલ હિલ રેન્જમાં વૃક્ષો વાવ્યા છે. મોઇરંગથમ આજે પણ જંગલમાં જ રહે છે.

મોઇરંગથમ એનડીટીવી સાથે પોતાની ચર્ચા માં જણાવ્યું હતું કે, “નાનપણથી મને જંગલ અને મોટાં ઝાડ ઘણા ગમે છે. જ્યારે હું મારી કોલેજ પૂરી કરીને મારા ગામ પરત ફર્યો ત્યારે મેં જોયું કે, જંગલનો નાશ થઇ રહ્યો છે અને માત્ર નાના વૃક્ષ જ વધ્યા છે. આ બધું જોઈને હું ઘણો ઉદાસ થઈ ગયો હતો. આ જ પળે મેં પર્યાવરણ માટે કંઈક કરવા માટેનો રસ્તો તલાશ કરવાની શરૂઆત કરી.”

એનડીટીવી ના રિપોર્ટ પ્રમાણે મોઇરંગથમ લોહિયાએ સર્જન કરેલું જંગલ ‘પુનશીલોક’ તરીકે ઓળખાય છે. આ જંગલમાં ૨૫૦ પ્રજાતિના વૃક્ષો છે અને બામ્બુની ૨૫ પ્રજાતિ છે. માત્ર વૃક્ષો જ નહીં પણ આ જંગલ ઘણા બધાપ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ આશરો બન્યું છે. અહીં જંગલ પક્ષીઓ, સાપ અને વાઈલ્ડ એનિમલનું ઘર છે.

મોઇરંગથમના આ કામની અનેક લોકોએ નોંધ લીધી છે. કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટના પ્રિન્સિપાલ ઓફ ચીફ કેરેઈહૌવી અંગામીએ મીડિયાને જણાવ્યું હતું કે, “મોઇરંગથમ લોહિયાના જંગલ બનાવવાના પ્રયત્ન વખાણ કરવા લાયક છે. પર્યાવરણ પ્રત્યેનો તેનો પ્રેમ અનેક લોકોને પ્રેરણા આપે છે.” મોઇરંગથમ લોહિયા સ્વયંસેવક અને મિત્રોનું એક નાનું ગ્રુપ બનાવ્યું છે. ભવિષ્યમાં આ ગ્રુપ જંગલને હજુ વધારે ફેલાવવા માગે છે.

જંગલ માટે વૃક્ષો લગાવવા અને તેની જાળવણી કરવી ખૂબ મુશ્કેલી ભરેલું કામ છે. આર્થિક, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે. લોકો ને વૃક્ષો લગાવવા અને તેને કાપતા રોકવા માટે ના પ્રયત્નો અંતે સફળ થયા. અને આજે આ જંગલ તૈયાર થય ગયુ છે.

ઈમેજ સોર્સ:- indiatimes.com

સમુદ્રી જીવો બચાવવા માટે ઓરિસ્સાના બે મિત્રો સાથે મળી દરિયા કિનારો પ્લાસ્ટિક ફ્રી બનાવી રહ્યા છે

એક રિપોર્ટ પ્રમાણે દર વર્ષે સમુદ્રોમાં આશરે ૮ મિલિયન મેટ્રિક ટન કચરો પેદા થાય છે. આ કચરો દુનિયાભરના મહાસાગરોની 700 દરિયાઈ પ્રજાતિઓને અસર કરે છે. આ કચરાની અસર સૌથી વધારે સમુદ્રી કાચબાને થાય છે. સમુદ્રી જીવ માટે આ કચરો મોત નું જંજાળ બને છે.

ઓરિસ્સાના રહેવાસી 22 વર્ષીય રંજન બિસ્વાલ અને 20 વર્ષીય દિલીપ કુમાર સમુદ્રજીવોને બચાવવા માટે અનોખું અભિયાન શરુ કર્યું છે. બંને સાથે મળીને કાચબા જે સમયે ઈંડાં મૂકવા માટે કિનારે આવે છે. આ દરમિયાન કાચબાઓ પ્લાસ્ટિકના સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખે છે.

સૌમ્યએ ધ હિન્દુ બિઝનેસ લાઈન સાથે પોતાની ચર્ચા દરમિયાન જણાવ્યું કે, “આ કામ અમારા માટે નોકરી કરતાં પણ વધારે એક જુનૂનની જેમ છે. અમે આ કામ 10 વર્ષની ઉંમરથી કરીએ છીએ. આ કામ બદલ અમે કોઈની પાસેથી કોઈ ઈચ્છા રાખતા નથી.”

કાચબાની ઈંડાં મૂકવાની સીઝનમાં સૌમ્ય અને તેના મિત્ર રોજ રાત્રે સમુદ્ર કિનારે પેટ્રોલિંગ કરે છે. કાચબાનો ઈંડાં મૂકવાનો સમય ફેબ્રુઆરીના અંતથી માર્ચ સુધીનો હોય છે. તેઓ માત્ર પ્લાસ્ટિકથી જ નહીં પણ કોઈ અન્ય શિકારીથી પણ ઈંડાંને બચાવે છે.

કાચબાને બચાવવા માટે આ બંને મિત્રોએ તટ વિસ્તારમાં રેલી પણ કાઢી હતી. સાઇકલ પર સવાર બંને મિત્રોએ કાચબાના પોશાક પહેર્યા હતા. હાલ આ બંને મિત્રો ઓરિસ્સાના અન્ય વિસ્તારોમાં પણ કાચબાના સંરક્ષણની જાગૃકતા વધારવાનું કામ કરી રહ્યા છે. તેઓ નિયમિત રીતે સમુદ્રકિનારે ભેગો થતો પ્લાસ્ટિકનો કચરો સાફ કરે છે. ભવિષ્યમાં પણ સૌમ્ય અને દિલીપ કાચબાની ઢાલ બની તેનું રક્ષણ કરવા તૈયાર છે.

કતરમાં રસ્તાઓનું તાપમાન ઘટાડવા માટે કૂલ પેવમેન્ટ નામનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો.

કતરમાં પબ્લિક વર્કસ ઓથોરિટી (અશ્ગલ) એ રાજધાની દોહામાં પાયલોટ “કૂલ પેવમેન્ટ” પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, જેમાં રસ્તાઓનું તાપમાન ઘટાડવા માટે ક્રાયોજેનિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંપરાગત અલકટારા અને રેતી મિશ્રિત મસાલાથી વિપરીત, જે સૂર્યપ્રકાશના ૯૫ ટકા સુધી શોષણ કરીને તાપમાનમાં વધારો કરવા માટે ફાળો ઘટાડે છે, “કૂલ પેવમેન્ટ” જે યુવી કિરણોને પ્રતિબિંબિત કરે છે અને સૌર કિરણોત્સર્ગને અમુક અંશે શોષી લે છે, ત્યાંરે એકંદર તાપમાન ઘટાડવામાં ફાળો આપે છે.

કતાર કોમ્પ્યુટીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ક્યૂસીઆરઆઈ) માં કાર્યરત ૩૦ વર્ષીય ડેટા સાયન્ટિસ્ટ અલમિરે અલજઝીરા સાથે પોતાની ચર્ચામાં જણાવ્યું હતું કે, “મને લાગે છે કે આ સારી વાત છે કે રણમાં જીવવાના પડકારોનો સામનો કરવા માટે સરકાર તકનીકી નવીનતાઓનો ઉપયોગ કરવા માટે વિશેષ વિચાર ઉપર ભાર મૂકી રહી છે.”

કતારની રાજધાનીના બંને પ્રખ્યાત પર્યટન સ્થળો કટરા કલ્ચરલ વિલેજની સામે, સોક વકીફ નજીક ૨૦૦ મીટરના માર્ગ પર અને ફૂટપાથ અને સાયકલ રૂટ પર આ સામગ્રીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સામગ્રીની અસરકારકતાની ચકાસણી શરૂ કરવા અને આ પ્રયોગની સફળતા અને દેશભરના રસ્તા નેટવર્ક પર તેની સંભવિત ઉપયોગ માટે અને એપ્લિકેશનને માપવા માટે, માર્ગ ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ ૧૮ મહિના સુધી ચાલશે અને આ પાયલોટ પ્રોજેક્ટના પરિણામોના આધારે, તે તેની વિશાળ ઉપયોગિતા નક્કી કરશે. હવામાન પરિવર્તનથી પ્રભાવિત શહેરને ઠંડુ કરવાના પ્રયત્નોમાં લોસ એન્જલસમાં ૧૫ અધિકારીઓના ક્ષેત્રમાં, સ્થાનિક અધિકારીઓ અને બ્યુરો સ્ટ્રીટ સર્વિસીસ દ્વારા સમાન પ્રયોગ લાગુ કરવામાં આવ્યા છે.