વૃક્ષો માટે પોતાની નોકરી છોડી દીધી અને જંગલ વસાવ્યું

એમેઝોનના જંગલોમાં દુનિયાભરની સરકારો હજારો એકરમાં લાગેલી આગને બુઝાવવાના પ્રયાસો કરી રહી છે. એમેઝોન જંગલ આખી પૃથ્વીને ૨૦ ટકા ઓક્સિજન પૂરો પાડે છે. દુનિયાના દરેક લોકો તેને બચાવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે, તેવામાં બીજી બાજુ આપણા દેશમાં એવા વ્યક્તિ પણ છે જેણે જંગલ બનાવવા માટે પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી.

મણિપુરના પર્યાવરણપ્રેમી વ્યક્તિએ વૃક્ષો માટે પોતાની નોકરીને છોડી દીધી અને જંગલ બનાવમાં લાગી ગયા. મોઇરંગથમ લોહિયાએ છેલ્લા ૧૭ વર્ષમાં એકલા હાથે ૩૦૦ એકરનું જંગલ ઊભું કર્યું છે. તેમણે મણિપુરના લંગોલ હિલ રેન્જમાં વૃક્ષો વાવ્યા છે. મોઇરંગથમ આજે પણ જંગલમાં જ રહે છે.

મોઇરંગથમ એનડીટીવી સાથે પોતાની ચર્ચા માં જણાવ્યું હતું કે, “નાનપણથી મને જંગલ અને મોટાં ઝાડ ઘણા ગમે છે. જ્યારે હું મારી કોલેજ પૂરી કરીને મારા ગામ પરત ફર્યો ત્યારે મેં જોયું કે, જંગલનો નાશ થઇ રહ્યો છે અને માત્ર નાના વૃક્ષ જ વધ્યા છે. આ બધું જોઈને હું ઘણો ઉદાસ થઈ ગયો હતો. આ જ પળે મેં પર્યાવરણ માટે કંઈક કરવા માટેનો રસ્તો તલાશ કરવાની શરૂઆત કરી.”

એનડીટીવી ના રિપોર્ટ પ્રમાણે મોઇરંગથમ લોહિયાએ સર્જન કરેલું જંગલ ‘પુનશીલોક’ તરીકે ઓળખાય છે. આ જંગલમાં ૨૫૦ પ્રજાતિના વૃક્ષો છે અને બામ્બુની ૨૫ પ્રજાતિ છે. માત્ર વૃક્ષો જ નહીં પણ આ જંગલ ઘણા બધાપ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ આશરો બન્યું છે. અહીં જંગલ પક્ષીઓ, સાપ અને વાઈલ્ડ એનિમલનું ઘર છે.

મોઇરંગથમના આ કામની અનેક લોકોએ નોંધ લીધી છે. કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટના પ્રિન્સિપાલ ઓફ ચીફ કેરેઈહૌવી અંગામીએ મીડિયાને જણાવ્યું હતું કે, “મોઇરંગથમ લોહિયાના જંગલ બનાવવાના પ્રયત્ન વખાણ કરવા લાયક છે. પર્યાવરણ પ્રત્યેનો તેનો પ્રેમ અનેક લોકોને પ્રેરણા આપે છે.” મોઇરંગથમ લોહિયા સ્વયંસેવક અને મિત્રોનું એક નાનું ગ્રુપ બનાવ્યું છે. ભવિષ્યમાં આ ગ્રુપ જંગલને હજુ વધારે ફેલાવવા માગે છે.

જંગલ માટે વૃક્ષો લગાવવા અને તેની જાળવણી કરવી ખૂબ મુશ્કેલી ભરેલું કામ છે. આર્થિક, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે. લોકો ને વૃક્ષો લગાવવા અને તેને કાપતા રોકવા માટે ના પ્રયત્નો અંતે સફળ થયા. અને આજે આ જંગલ તૈયાર થય ગયુ છે.

ઈમેજ સોર્સ:- indiatimes.com

Leave a Reply