શિક્ષકો અને ગામના લોકોની મદદથી જર્જરિત હાલતમાં રહેલી શાળાને સ્માર્ટ શાળા બનાવતા પંજાબના જગજીત સિંહ

Uncategorized

ભારતમાં શૈક્ષણિક સંસ્થાનો માટે મૂળભૂત સુવિધઓ પૂરી પાડવામાં અને ખાસ કરીને સરકારી શાળાઓની હાલત દયનીય જોવા મળે છે. પ્રશાસન અને આમ લોકોની જાગૃકતાના અભાવે શાળાઓ મૂળભૂત સુવિધાઓ જેવી કે સાફ પાણી, શૌચાલય, કલાસરૂમ વગેરેની અછત જોવા મળે છે. પરંતુ પંજાબના માનસા જિલ્લાના મુસા ગામની સરકારી પ્રાથમિક શાળાની હાલત શિક્ષક અને ગામના લોકોએ સાથે મળીને બદલી છે.

શાળાના શિક્ષક જગજીત સિંહ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે પોતાની ચર્ચામાં કહે છે કે, “ હું જ્યારે પ્રથમ વખત આ શાળામાં મારી બદલી પછી આવ્યો ત્યારે આ શાળાની હાલત ખુબ જર્જરિત હતી. બાળકોને શાળાની આવી હાલતના કારણે નિયમિત રીતે શાળામાં આવવાની ઇચ્છા થતી ન હતી.આ જોઈને મેં સૌપ્રથમ શાળાની હાલત સુધારવાની શરૂઆત કરી. શાળાના વિધાર્થીઓને અભ્યાસની સાથે સાથે બીજી પ્રવૃત્તિઓમાં પણ આગળ વધારવાની શરૂઆત કરી. આ સાથે શાળાની નાની જરૂરિયાત હું મારા ખર્ચે પૂરી કરી દેતો હતો.”

જગજીત સિંહ બાળકોને સમજાવતા.

જગજીત સિંહ બાળકોને પંજાબના સ્થાનિક નૃત્ય ભાંગડા માટે મહેનત કરાવવાની શરૂઆત કરી. આ સાથે સાથે તેમને શાળાના બાકી શિક્ષકોનો પણ સાથ મળ્યો અને તેમની સાથે મળીને બાળકોને શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે પણ મહેનત કરાવવાની શરૂઆત કરી. શૈક્ષણિક તાલીમમાં બદલાવ અને રમતગમત અને ભાંગડાના કારણે બાળકોને શાળા પ્રત્યે લગાવમાં વધારો થયો અને નિયમિતપણે શાળામાં આવવાની શરૂઆત કરી.

શાળાના માહોલમાં આવેલ બદલાવ બાદ શિક્ષકો અને ગામના લોકોની મદદથી જગજીત સિંહે શાળાના બાંધકામ ઉપર ધ્યાન આપવાની શરૂઆત કરી. તેઓએ ગામના લોકો પાસે થી ૧૫ લાખ રૂપિયાનો ચંદો મેળવ્યો અને પોતાની પાસેથી ૨ લાખ રૂપિયા આપ્યા. ચંદા માટે જગજીત સિંહે પોતાની ટીમ સાથે ગરમીની રજાઓમાં લોકોના ઘરે ઘરે જઈને શાળાના મહત્વ વિશે અવગત કરતા હતા.

આજે તેમની શાળા પંજાબની ૩૪૦૦ સ્માર્ટ સ્કૂલની યાદીમાં આવે છે, શાળામાં આઠ વર્ગખંડો, શૌચાલયો, સ્માર્ટ વર્ગો, કમ્પ્યુટર વર્ગો, પુસ્તકાલય, રમતનું મેદાન, વર્કશોપ લેબ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે શૈક્ષણિક ઉદ્યાન છે.

જગજીત સિંહ કહે છે કે, “બાળકો પોતાના શિક્ષણ માટે રુચિ ધરાવે છે. તેઓ શાળા પછી ઘરે જાય છે ત્યાર બાદ તેઓ પોતાના બપોરનું ભોજન કરી થોડા આરામ કરી સ્કુલમાં પરત ફરે છે. બાળકો પ્રથમ પોતાનું હોમવર્ક કરે છે ત્યાર બાદ સાંજે કબડ્ડી અને એથલેટિક્સની પ્રેક્ટિસ કરવામાં આવે છે.”

શાળામાં એક પ્રાચીન કલા કેન્દ્રની મદદથી બાળકોને સંગીત પણ શીખવાડવામાં આવે છે. આ શાળાને પંજાબ સરકાર દ્વારા સ્માર્ટ સ્કુલ તરીકે માન્યતા આપી તેની જરૂરિયાત પ્રમાણે આર્થિક મદદ પણ કરવામાં આવી રહી છે. જગજીત સિંહ અને તેમના સાથીઓ દ્વારા કરવામાં આવેલ આ કર્યો આવનાર પેઠી માટે એક સબક આપી રહ્યા છે.

Leave a Reply