રોહિંગ્યા બાળકોને મનોરંજન દ્વારા એક નવી રાહ દેખાડવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો

Gujarati Uncategorized

એક રિપોર્ટ પ્રમાણે આજે લગભગ દસ લાખ રોહિંગ્યા પ્રવાસી મ્યાનમારથી પોતાનો જીવ બચાવી પોતાના ઘરબાર છોડીને એક લાચારી ભરેલું જીવન બાંગ્લાદેશમાં વિતાવી રહ્યા છે. યૂએને મ્યાનમારમાં થયેલી આ ઘટનાને સ્થાનિક નરસંહાર ગણાવ્યો હતો. દુનિયાએ આ લાખો લોકોથી જાણે પોતાનું મોઢું ફેરવી લીધું છે પરંતુ કેટલાક માનવસેવાને અગત્યતા આપતા લોકો રોહીંગ્યા શરણાર્થીઓની મદદ માટે આગળ આવી રહ્યા છે. કોઈ આર્થિક તો કોઈ શૈક્ષણિક રીતે તો કોઈ બાળકોને બહેતર જીવન જીવવાની તાલીમ આપી રહ્યા છે.

બાંગ્લાદેશમાં કોક્સબજાર પાસેના શરણાર્થી શિબિરમાં રોહિંગ્યા છોકરાઓને બોર્ડર્સ વિધાઉટ ક્લોનના સભ્યો હસાવી તેમના દુઃખ દર્દને ઓછું કરવાનો પ્રયત્ન કરે છે. તેમની વાતોથી બાળકો ખીલી ઉઠે છે, આ બાળકો મ્યાનમાર સૈન્ય દ્વારા હિંસક અભિયાનમાં ભાગી છૂટ્યા પછી અહીં રહેતા અંદાજે ૧ મિલિયન રોહિંગ્યા શરણાર્થીઓમાંથી છે.

બોર્ડર્સ વિધાઉટ કલૉન નામની સંસ્થા આવા બાળકોને બાળકો બનવામાં મદદ કરવાનો પ્રયાસ કરે છે. બાળકો ઉપર થયેલા અત્યાચાર અને તેમની સામે થયેલો તેમના દોસ્તો અને નજીકના રિશ્તેદારો પરના અત્યાચાર બાળકોને માનસિક રીતે સમાજના દુશ્મન બનાવી શકે છે, જે સમાજ માટે ખુબજ હાનિકારક છે. જો બાળકોને દિલાસો અને મદદ કરવામાં ના આવે તો આના ગંભીર પરિણામ ભોગવા પડી શકે છે.

બોર્ડર્સ વિધાઉટ કલૉન ના સંસ્થપક સમન્તા હોલ્ડ્સવર્થ પોઝિટિવ ન્યૂઝ સાથે થયેલ વાર્તામાં જણાવે છે કે, “બાળકો સાથેની હસી મજાક અને જોકર બની કરેલી ચર્ચા જીવન બચાવી શકે છે, જો કે આ પ્રક્રિયાઓમાં ફસાઈ જવાનો અનુભવ પડકારરૂપ હોઈ શકે છે. તે ધ્યાનમાં રાખીને, અમે ‘માનવીય પ્રકારની’ સિસ્ટમ્સ બનાવીએ છીએ જે હૂંફ, દયા અને રમત અને હાસ્ય માટેની તકો દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે.”

બાંગ્લાદેશના કોક્સના બઝારમાં રોહિંગ્યા બાળકો માટેના આરોગ્ય અને આરોગ્યપ્રદ મુદ્દાઓ પર કેન્દ્રિત એક પ્રોગ્રામ પર ઓક્સફામ નામની સંસ્થાના સહયોગથી મદદ મળી રહી છે. તે વોલન્ટિયર્સને જોકરનું રૂપ આપી લોકો વચ્ચે લઇ જાય છે. બાળકો અને પુખ્ત વયના લોકો માટે કંઈપણ શીખવાની શ્રેષ્ઠ રીત એ તેને મનોરંજક બનાવવી છે. ખૂબ જ મુશ્કેલ સમયે આનંદ, હાસ્ય અને હળવાશ ફેલાવવાનું કામ મુશ્કેલ છે પરંતુ સાર્થક પણ છે. હસતા હસતા બાળકો મહત્વપૂર્ણ સંદેશ આપી તેમને પાછા સમાજ સાથે જોડવામાં મહત્વનો ભાગ ભજવે છે.

ઇમેજ સોર્સ: https://www.positive.news

Leave a Reply