સંધ્યા શાળા ફાઉન્ડેશન દ્વારા ૨૦૦ ગરીબ બાળકોને દરરોજ સાંજે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે

ભારત જેવા વિકાસશીલ દેશમાં પણ શિક્ષણ અત્યંત મોંઘુ છે. જ્યાં વધતા શહેરીકરણ વચ્ચે બાળકો શિક્ષણથી દૂર થઇ રહ્યા છે, ત્યાં સમાજના કેટલાક લોકો આવા ગરીબ અને આર્થિક સ્થિતિના કારણે બાળકોને અભ્યાસથી દૂર થતા રોકી રહ્યા છે. ગરીબ વર્ગના અને આર્થિક રીતે અસ્વસ્થ વિદ્યાર્થીઓને શાહીબાગની મહિલાઓ મફતમાં ટ્યૂશન આપે છે. આ મહિલાઓના સંગઠન દ્વારા શરૂ કરવામાં આવેલ “સ્કૂલ” આજે સંધ્યા શાળા ફાઉન્ડેશન તરીકે ઓળખાય છે. જ્યાં ૨૦૦ ગરીબ બાળકો દરરોજ સાંજે શિક્ષણ મેળવી રહ્યા છે.

સંધ્યા શાળા ફાઉન્ડેશન સાથે સંકળાયેલી ૮ બહેનો અને ૧ ભાઈએ આદરેલી પહેલ હેઠળ ૨૦૦ બાળકો અભ્યાસ કરે છે. હાલમાં સંગીતાબહેન, શશી દેવપુરા, રેનુ ચડ્ડા,અંજુ મહેશ્વરી, જ્યોતિ બાંગડ,નીતુ ગુપ્તા, મિતાલી પટેલ, અક્સા મનાની તથા વિપુલ બથવાલ બાળકોને રોજ ૫.૩૦ થી ૬.૩૦ સુધી અભ્યાસ કરાવે છે.

બાળકો તેમની આસપાસની દુનિયાને જાણે તે માટે પ્રવાસના કાર્યક્રમોનું પણ સંધ્યા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવે છે. બાળકોને ઉદ્દભવતા પ્રશ્નોનું નિરાકરણ આવે અને તેમની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય તે માટે શિક્ષકો પ્રોત્સાહન આપે છે. બાળકોના અભ્યાસ માટે આર્થિક અથવા કોઈ પણ બીજી કોઈ વસ્તુ રોકી શકે નહિ તે માટે આવી સ્વયંસેવી સંસ્થાઓ કામ કરી રહી છે જે ખુબ જ પ્રસંશનીય છે.

Leave a Reply