દુનિયાભરમાં વધી રહેલા માનવ નિર્મિત “વિકાસ” ને કારણે વૃક્ષોની કાપણી આજે સામાન્ય બની ગઈ છે. આ બધાની વચ્ચે પ્રચારમાંના વિશ્વાસ કરીને જાત મહેનતથી જોધપુરના રહેવાસી છેલ્લા 50 વર્ષથી વૃક્ષારોપણ કરે છે. 75 વર્ષીય રાણારામ બિશ્નોઈને જોધપુરના લોકો ‘ટ્રી મેન’ તરીકે ઓળખે છે.
Month: October 2019
કમ્યુનિટી રેડિઓ દ્વારા લોકોને માહિતગાર કરવાં માટે તામીલનાડુના યુવાનોની પહેલ
જયારે નવેમ્બર ૨૦૧૮માં તામીલનાડુમાં ગાજા ચક્રવાત આવ્યું ત્યારે વિઝુથામાવાડી ગામનાં લોકોને માહિતી નહોતી કે આવી વિકટ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને જો વાવાઝોડું તીવ્ર સ્વરૂપ ધારણ કરે તો ક્યાં આશ્રય લેવો, કઈ વસ્તુઓથી દૂર રહેવું વગેરે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રણજીતા કે જેઓ વ્યવસાએ રેડીઓ જોકી છે તેમણે સરકારની આપત્તિ વ્યવસ્થાપન બુકલેટનો અભ્યાસ કરીને તેમાંથી…
ડ્રગની ગુણવત્તા ચકાસવા માટે પ્રાણીઓ પર કરવામાં આવતા પરીક્ષણની જગ્યાએ બીજા રસ્તાઓ અપનાવી રહ્યું છે ભારત
ભારતમાં ડ્રગની ગુણવત્તા માટેનાં તથા અન્ય ટેસ્ટ અત્યાર સુધી મોટા ભાગનાં દેશોની જેમ ઉંદર, દેડકાં કે કૂતરાં જેવાં પ્રાણીઓ પર કરવામાં આવે છે. જે ઘણાં ડ્રગ્સ માટે કારગર પુરવાર થતાં નથી. પરંતુ, હવે ઓર્ગન-ઓન-ચીપ (organs-on-a-chip) જેવી ઉભરતી ટેકનોલોજીની મદદથી બીજા રસ્તાઓ શક્ય બન્યાં છે, જેમાં પ્રાણીઓ પર પરીક્ષણ કરવાની જરૂર નહીં પડે.
ભારતમાં સ્ટ્રીટલાઈટ રિપ્લેસમેન્ટ યોજના હેઠળ ૧૧૧૯.૪૦ મેગા વોટ વીજળીની ડીમાન્ડ ઘટાડવામાં આવી
ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ભારત અમેરિકા અને ચીન પછી વિશ્વમાં ત્રીજા નંબરે છે. જે આપણાં દેશને કલાઇમેટ ચેન્જથી વધારે અસર પામનાર દેશોમાં મૂકે છે. આ માટે કાર્બન ફૂટપ્રિન્ટ જવાબદાર છે. જેને ઓછી કરવાનાં હેતુસર દેશભરમાં છેલ્લાં કેટલાક સમયથી જૂની સ્ટ્રીટલાઇટોને એલઇડીથી બદલવામાં આવી રહી છે.
કાશ્મીરમાં તણાવ ભરેલી પરિસ્થિતિ વચ્ચે ઈરફાન અને તેમની ટીમ બાળકોને શિક્ષા આપી રહ્યા છે
૫મી ઑગસ્ટે કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો દૂર કર્યા બાદ લાગુ થયેલા શટડાઉનને પગલે ત્યાંની મોટાભાગની સ્કૂલો બંધ છે. જ્યારે કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી છે. ૧૦માં ધોરણ સુધીના ક્લાસ શરૂ કરવાની સરકારની જાહેરાત છતાં આવી સ્થિતિ યથાવત્ છે. પરિણામે આમ નાગરિકોમાં પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા દેખાઈ રહી છે. બાળકો અભ્યાસથી દૂર ન રહે…
લોકજાગૃતિ, પર્યાવરણ વિષે સક્રિયતા તથા દૃઢ નિશ્ચયના જોરે કચ્છનાં મુદ્રા વિસ્તારના ખેડૂતોએ અમેરિકી સુપ્રીમ કોર્ટમાં કેસ જીત્યો
કચ્છનાં મુદ્રા નજીકના વિસ્તારનું ઔદ્યોગીકરણ થતાં કોલસા આધારિત ઘણાં પ્લાન્ટ આ વિસ્તારમાં કાર્યરત થયા છે. જેમાં ટાટા મુદ્રા પાવર પ્લાન્ટના લીધે માછીમાર સમુદાયના લોકોનાં જીવન અને તેમના રોઝગારને મોટો ફટકો પહોંચ્યો છે. આ પ્લાન્ટને ચલાવવા માટે રોજ ૨૦૦૦ કરોડ લીટર દરિયાનું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે, જેથી માછલીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે….