કાશ્મીરમાં તણાવ ભરેલી પરિસ્થિતિ વચ્ચે ઈરફાન અને તેમની ટીમ બાળકોને શિક્ષા આપી રહ્યા છે

Gujarati Uncategorized

૫મી ઑગસ્ટે કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો દૂર કર્યા બાદ લાગુ થયેલા શટડાઉનને પગલે ત્યાંની મોટાભાગની સ્કૂલો બંધ છે. જ્યારે કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી છે. ૧૦માં ધોરણ સુધીના ક્લાસ શરૂ કરવાની સરકારની જાહેરાત છતાં આવી સ્થિતિ યથાવત્ છે. પરિણામે આમ નાગરિકોમાં પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા દેખાઈ રહી છે. બાળકો અભ્યાસથી દૂર ન રહે હેતુથી શ્રીનગર પાસેના બડગામ જિલ્લામાં શિક્ષકોના એક જૂથ દ્વારા વિદ્યાર્થીઓને ખાસ ક્લાસિસ ચલાવી ભણાવવામાં આવી રહ્યા છે.

ક્લાસિસમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને ૬થી વધુ શિક્ષકો છે. તણાવ હોવા છતાં તેઓ દરરોજ ક્લાસિસમાં આવે છે અને પોતાનો અભ્યાસ કરે છે. ઈરફાન ખાન અને તેમના સાથીઓ દ્વારા શરુ કરવામાં આવેલ આ ક્લાસીસમાં વિધાર્થીઓ આવીને પોતાના ભવિષ્યને સવારી રહ્યા છે.

શરૂઆતમાં ઈરફાન અને તેમની ટીમ લોકોના ઘરે ઘરે જઈને બાળકોને અભ્યાસ માટે તેમના સેન્ટર ઉપર આવવાની ભલામણ કરી. વિધાર્થીઓના વાલીઓ લગાતાર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન, આતંકવાદી હમલા અને સેનાની કાર્યવાહીના કારણે પોતાના બાળકને ઘરથી બહાર મોકલવામાં તૈયાર ન હતા, પરંતુ ઈરફાન અને તેમની ટીમના આપેલા ભરોસાના કારણે શરૂઆતમાં ૧૦ બાળકો અને ત્યાર બાદ બાળકોના માં-બાપના વધતા વિશ્વાસની સાથે આ સંખ્યામાં વધારો થવા લાગ્યો.

સંચાર વ્યવસ્થા અને પરિવહનની વ્યવસ્થા ન હોવાના કારણે બાળકો પોતાની શાળામાં જવા માટે અસમર્થ છે. તેવા સમયે આ પ્રકારના કલાસીસ બાળકોને અભ્યાસ ન છોડવા અને ભયભીત માહોલમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રેરણા આપી રહ્યા છે.

Leave a Reply