ભારતમાં સ્ટ્રીટલાઈટ રિપ્લેસમેન્ટ યોજના હેઠળ ૧૧૧૯.૪૦ મેગા વોટ વીજળીની ડીમાન્ડ ઘટાડવામાં આવી

Gujarati Uncategorized

ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ભારત અમેરિકા અને ચીન પછી વિશ્વમાં ત્રીજા નંબરે છે. જે આપણાં દેશને કલાઇમેટ ચેન્જથી વધારે અસર પામનાર દેશોમાં મૂકે છે. આ માટે કાર્બન ફૂટપ્રિન્ટ જવાબદાર છે. જેને ઓછી કરવાનાં હેતુસર દેશભરમાં છેલ્લાં કેટલાક સમયથી જૂની સ્ટ્રીટલાઇટોને એલઇડીથી બદલવામાં આવી રહી છે.

આ દુનિયાનો સૌથી મોટો સ્ટ્રીટલાઈટ રિપ્લેસમેન્ટ પ્રોજેકટ છે. જે અંતર્ગત ૨.૭0 લાખ કિલોમીટર રોડ અત્યાર સુધી આવરી લેવામાં આવ્યા છે જેમાં ૧ કરોડથી પણ વધારે એલઇડીનો સમાવેશ થાય છે. આ કારણે વાર્ષિક ૫૫૭૦ કરોડ રૂપિયાની બચત પણ થશે. સાથે સાથે ભારત આખા દેશની બધી સ્ટ્રીટલાઇટની જરૂરિયાતો એલઇડીથી પૂરી પાડનાર પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે.

આ યોજનામાં શક્ય તેટલી બધી મ્યુન્સિપાલીટીને આવરી લેવાનાં હેતુસર Energy Efficiency Services Ltd. (EESL) શરૂઆતમાં ખર્ચ ઉઠાવે છે અને ત્યારબાદ ઉર્જામાં થતી બચત મુજબ મ્યુન્સિપાલીટી EESLને પૈસા પરત આપે છે. વૈશ્વિક પર્યાવરણીય જાગરૂકતાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી ભારત વિશ્વનો સૌથી સસ્તા દરે સૌર ઊર્જા ઉત્પન્ન કરતો દેશ બની ગયો છે. જેમાં ખાસ કરીને દૂરનાં ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વીજળી પહોંચતી નહોતી તેમને ફાયદો પહોંચી રહ્યો છે. તથા વિન્ડફાર્મ્સ અને હાઈડ્રોપાવર જેવી રિન્યુએબલ ઉર્જામાં પણ આગળ વધી રહ્યું છે. જેથી વધી રહેલાં પ્રદૂષણને રોકવામાં મદદ મળી રહી છે.

Leave a Reply