ડ્રગની ગુણવત્તા ચકાસવા માટે પ્રાણીઓ પર કરવામાં આવતા પરીક્ષણની જગ્યાએ બીજા રસ્તાઓ અપનાવી રહ્યું છે ભારત

Gujarati Uncategorized

ભારતમાં ડ્રગની ગુણવત્તા માટેનાં તથા અન્ય ટેસ્ટ અત્યાર સુધી મોટા ભાગનાં દેશોની જેમ ઉંદર, દેડકાં કે કૂતરાં જેવાં પ્રાણીઓ પર કરવામાં આવે છે. જે ઘણાં ડ્રગ્સ માટે કારગર પુરવાર થતાં નથી. પરંતુ, હવે ઓર્ગન-ઓન-ચીપ (organs-on-a-chip) જેવી ઉભરતી ટેકનોલોજીની મદદથી બીજા રસ્તાઓ શક્ય બન્યાં છે, જેમાં પ્રાણીઓ પર પરીક્ષણ કરવાની જરૂર નહીં પડે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ કે જે દેશભરમાં બાયોમેડિકલ રીસર્ચનું નિયમન કરે છે તેમના એક રિપોર્ટ મુજબ માનવશરીરનું નકલ કરતી આવી તકનીકો પ્રાણીઓ પર થતાં પરીક્ષણ સામે સારો વિકલ્પ પૂરો પાડે છે અને ઘણાં કિસ્સાઓમાં પ્રાણીઓ પર થતાં પરીક્ષણ કરતાં પણ સચોટ રીઝલ્ટ પુરા પાડે છે. આપણા દેશ પહેલાં અમેરિકા, ડેન્માર્ક, જર્મની વગેરે જેવા દેશો પણ આ મુદ્દે રીસર્ચ કરી રહ્યા છે. જો કે હજુ વૈજ્ઞાનિકોમાં આ તકનીકોની અસરકારકતાને લઈને મતભેદ છે. પરંતુ, આ એક સારી દિશામાં પગલું છે એ મુદ્દે તો લગભગ બધા વૈજ્ઞાનિકો સહમત છે.

ભારતમાં કોસ્મેટિક્સ માટે પ્રાણીઓ પર કરવામાં આવતાં પરીક્ષણ પર પહેલેથી જ રોક લગાવી દેવામાં આવી છે. અને પેસ્ટીસાઇડ માટે પહેલાં આ ટેસ્ટ ફરજીયાત હતા તેનાં બદલે હવે તેમને મરજિયાત કરી દેવામાં આવ્યાં છે. અત્યાર સુધી, આ બંને નિર્યણ સાચાં પુરવાર થયાં છે અને પ્રાણીઓ પરનું પરીક્ષણ હટાવી દેવાથી કોસ્મેટિક્સ કે પેસ્ટીસાઇડસ ની ગુણવત્તામાં કંઈ ફરક પડ્યો નથી.

ઈમેજ સોર્સ: શટરસ્ટોક

Leave a Reply