કમ્યુનિટી રેડિઓ દ્વારા લોકોને માહિતગાર કરવાં માટે તામીલનાડુના યુવાનોની પહેલ

Uncategorized

જયારે નવેમ્બર ૨૦૧૮માં તામીલનાડુમાં ગાજા ચક્રવાત આવ્યું ત્યારે વિઝુથામાવાડી ગામનાં લોકોને માહિતી નહોતી કે આવી વિકટ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને જો વાવાઝોડું તીવ્ર સ્વરૂપ ધારણ કરે તો ક્યાં આશ્રય લેવો, કઈ વસ્તુઓથી દૂર રહેવું વગેરે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રણજીતા કે જેઓ વ્યવસાએ રેડીઓ જોકી છે તેમણે સરકારની આપત્તિ વ્યવસ્થાપન બુકલેટનો અભ્યાસ કરીને તેમાંથી આ પ્રશ્નોના જવાબ એકઠા કરી લીધાં અને ગામનાં લોકો સુધી આ માહિતી પહોંચાડવા માટે NGOની મદદ લઇ કમ્યુનીટી રેડીઓ સ્ટેશનની શરૂઆત કરી દીધી જે ૯૦.૮ મેગાહર્ટઝ (MHz) ની આવૃત્તિથી પ્રસારિત કરવામાં આવે છે અને ૨૦ કિમીના ક્ષેત્રમાં આવતા નજીકના ૮ ગામડાઓને આવરી લે છે.

આ પ્રોગ્રામ દ્વારા લોકોમાં કલાઇમેટ ચેન્જ, સ્વબચાવ, પર્યાવરણ, ખેતીને લગતાં વિષયો વગેરે મુદ્દાઓ વિષે લોકોને માહિતગાર કરવામાં આવે છે. તથાં પ્રસંગ અનુરૂપ માહિતી પણ તેઓ સ્વયંસેવકોની મદદથી ગામનાં લોકો સુધી પહોંચાડે છે. જો ચૂંટણીનો સમય હોય તો તેઓ લોકોને VVPAT શું છે, નોટા (NOTA) એટલે શું વગેરે મુદ્દાઓ વિષે લોકોને માહિતગાર કરે છે. તેઓ જે તે વિષય માટે એક્સપર્ટની મદદ લે છે અથવા પોતે માહિતી એકઠી કરી લોકો સુધી સરળ ભાષામાં પહોંચાડે છે.

એવાં લોકો કે જેઓ ઈન્ટરનેટ સાથે જોડાયેલાં નથી અને હજું પણ માહિતી માટે રેડીઓ પર આધારિત છે તેમનાં માટે આ પહેલ ઘણી મહત્વની પુરવાર થશે અને લોકોમાં વિવિધ મુદ્દાઓ વિષે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

ઈમેજ સોર્સ: વનઅર્થ.ઓઆરજી

Leave a Reply