50 વર્ષમાં રાણારામ 27 હજારથી પણ વધારે વૃક્ષ અત્યાર સુધીમાં વાવી ચુક્યા છે

દુનિયાભરમાં વધી રહેલા માનવ નિર્મિત “વિકાસ” ને કારણે વૃક્ષોની કાપણી આજે સામાન્ય બની ગઈ છે. આ બધાની વચ્ચે પ્રચારમાંના વિશ્વાસ કરીને જાત મહેનતથી જોધપુરના રહેવાસી છેલ્લા 50 વર્ષથી વૃક્ષારોપણ કરે છે. 75 વર્ષીય રાણારામ બિશ્નોઈને જોધપુરના લોકો ‘ટ્રી મેન’ તરીકે ઓળખે છે.

50 વર્ષમાં રાણારામ 27 હજારથી પણ વધારે વૃક્ષ અત્યાર સુધીમાં વાવી ચુક્યા છે. માત્ર છોડ રોપી દેવાથી જ તેમનું કામ પૂરું થઈ જતું નથી પણ તેઓ તેનું જતન પણ જાતે કરે છે. તેઓ તેમના મિત્રના ટ્યુબવેલમાંથી દરેક વૃક્ષોને પાણી પીવડાવે છે.

રાણારામના આ કામ અંગે IFS પ્રવીણ કાસવાને પણ ટ્વીટ કર્યું છે. પોતાની ઉંમરને નજરઅંદાજ કરીને આવનારા સમયમાં પણ રાણરામ બિશ્નોઈ હજુ વધારે વૃક્ષ વાવવા માટે તૈયાર છે. એટલા વૃક્ષ વાવીને તેમનું મિશન પૂરું નથી થયું તેઓ જીવશે ત્યાં સુધી વૃક્ષ વાવવાનું અને તેનું જતન કરવાનું ચાલુ રાખશે.

Leave a Reply