હસ્તાક્ષર યાદશક્તિ સુધારે છે

Uncategorized

લખાણ એવી ટેક્નીક છે કે જેનો ઉપયોગ ઘણા યુગોથી એક બીજાની સાથે આદાનપ્રદાન માટે તેમજ શિખવા અને શિખવવા માટે થાય છે, અને તે ટેક્નીક અત્યારે પણ એટલી જ પ્રચલિત છે.

કેન્ટ સ્ટેટ યુનિવર્સિટી અને એસોસિએશન ફૉર સાયકોલૉજિકલ સાયન્સ (APS) અને અન્યએ તાજેતરમાં કરેલ અભ્યાસ અનુસાર, કંઈક નોંધવા માટે લેપટોપની જગ્યાએ પેન અને પેપરનો ઉપયોગ યાદ શક્તિમાં વધારો કરે છે અને કોઈ ખ્યાલને સારી રીતે સમજી યાદ રાખવાની ક્ષમતાને વધારે છે. ખરેખર, ભૂતકાળમાં મહત્ત્વની માહિતી એકઠી કરવા માટે હસ્તલેખન એક માત્ર વિકલ્પ હતો. પરંતુ, જો પેન્સિલ તૂટી ગઈ હોય અથવા પેન કામ કરતી બંધ થઈ જાય તો મહત્ત્વની માહિતી ખોવી પડતી. પછી લેપટોપ અને ટેબ્લેટ આવ્યા જેના કારણે લખાણની કંઈક નોંધવું ખુબ જ સરળ બની ગયું.

પણ અહીં તારણ મળે છે કે હાથનું લખાણ શ્રવણશક્તિ અને સમજશક્તિને સુધારવામાં મદદ કરે છે, માણસને માહિતીનો સારાંશ કરવાની ક્ષમતામાં વધારો કરે છે. જર્નલ ઑફ સાયકોલૉજિકલ સાયન્સ અનુસાર હસ્તલિખિત નોંધો વધુ ફાયદાકારક દેખાય છે, કારણ કે તે માણસને આપેલી માહિતીને યાદ રાખવા અને સમજવામાં મદદ કરે છે, જ્યારે કે લેપટોપ પર લેવામાં આવતી મગજની હાજરી વિનાની અક્ષરશ: નોંધો લેવામાં આનું વિરોધી હોય છે.

તે બાબતને ધ્યાનમાં રાખીને બૂગી બોર્ડે એક નવા બ્લેકબોર્ડનું સર્જન કર્યું કે જે “ઇ-રાઇટર” તરીકે જાણીતું છે, જેમાં લીક્વીડ ક્રિસ્ટલ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લેકબોર્ડના વપરાશકર્તાઓ તેમાં શાહી અને કાગળનો ઉપયોગ કર્યા વગર ઇલેક્ટ્રોનિકલી લખી અને ભૂસી શકે છે.ટેક્નોલોજિનો પરંપરા સાથે મેળાપ થઈ ગયો.

બ્લેકબોર્ડના પ્રોડક્ટ ડિઝાઈનના ડિરેક્ટર હન્ટર મૉરિસ કહે છે કે, “બ્લેકબોર્ડની બાબતમાં આપણે ન માની શકીએ એવા મોડ પર આવી પહોંચ્યા છીએ કે જેમાં ઉચ્ચ ટેક્નોલોજિથી “બૅક ટૂ બેઝિક” નો અનુભવ સર્જી શકાય છે જે એક ક્રાંતિકારી અને સાથે સાથે પરિચિત અનુભવ પુરવાર થાય છે”.

મૉરીસ એમાં ઉમેરો કરતા કહે છે કે, “તદ્દન વ્યંગાત્મક રીતે, અમે એક એવી સફળ પ્રોડક્ટ વિકસાવી છે કે જેમાં ચાર્જર, પ્લગ કે પોર્ટની અગવડતાઓ નડતી નથી”.

કોઈ જ લોડ કે ચાર્જ કર્યા વગર, બ્લેકબોર્ડમાં કોઈ જ ઢીલ કે વિલંબ વગર લખે છે, જેમ આપણે કાગળ અને પેન દ્વારા લખીએ છીએ જે ખૂબ જ સરળ છે.

આ નવું ઉપકરણ ૮.૫” x ૧૧” ની લેટર સાઈઝમાં આવે છે જે અર્ધ–પારદર્શક સપાટી ધરાવે છે, અને તેમાં ચાર જુદા જુદા ટેમ્પ્લેટસ નો સમાવેશ થાય છે કે જે પ્લાન દોરવામાં, નોંધ લેવામાં કે કેલેન્ડર પ્લાનિંગ કરવામાં પણ મદદરૂપ થાય છે. વળી તેની સ્ક્રીન નકશો, છબી, ફોટો અથવા અન્ય ડિજિટલ સ્ક્રીનના ટ્રેસિંગ માટે પણ યોગ્ય છે.

નવી ટેક્નોલોજિ કે જે લિકવીડ ક્રિસ્ટલ પેપરના ઉપયોગને શક્ય બનાવે છે તેમાં નવું પેટન્ટેડ એક્ઝેક્ટ ઇરેઝ ફીચર હોય છે, કે જેનાથી યુઝર સરળતાથી પેન્સિલ અને રબરની માફક એક બટનથી આખી સ્ક્રીન ભૂંસી શકે છે, અથવા નાના તથા મોટા ભાગ પણ ભૂંસી શકે છે.

“રાઈટ ઓન”નું બીજું કારણ તે ફ્રી ઍપ છે, કે જે કામને સેવ કરવામાં, ગોઠવવામાં, સર્ચ કરવામાં અને શેર કરવામાં ઉપયોગી નીવડે છે, તથા ડૂડલ્સ, ડિઝાઇન, લિસ્ટ, નોટ્સ વગેરેમાં પણ ઉપયોગી છે. કમનસીબે આ બ્લેકબોર્ડ તમારા ખરાબ અક્ષરોને કન્વર્ટ કરવામાં મદદરૂપ બની શકતું નથી.

લખાણ એવી ટેક્નીક છે કે જેનો ઉપયોગ ઘણા યુગોથી શિખવા, શિખવવા અને એક બીજાની સાથે આદાનપ્રદાન કરવા માટે થાય છે. અને અત્યારે પણ એટલી જ પ્રચલિત છે. તો શા માટે તમારી જાતને “માઈન્ડલેસ પ્રક્રિયા”ના ઉપયોગથી જોખમમાં મૂકવી, જ્યારે કે તમે નવી ટેક્નીકનો ઉપયોગ કરી શકો છો, કે જે તમારી યાદશક્તિને અને સમજશક્તિને વધારવા માટે મદદરૂપ બને છે.

Credit:
Translated from- http://about.newsusa.com/article/studies-show-handwriting-improves-memory.aspx

Leave a Reply