શું ઓનલાઇન બૉટસ શાંતિ બનાવી શકે?

Uncategorized

ઓનલાઇન “બૉટસ” ને ઘણીવાર નકારાત્મક અને નુકસાનકર્તા રીતે જોવામાં આવે છે પરંતુ તેમને સારા ઉપયોગમાં પણ લઇ શકાય છે જે એક સામાજિક સંગઠન સાબિત કરી રહ્યું છે.

ઓનલાઇન મીડિયામાં થઈ રહેલા સામાજિક ભેદભાવો પર શાંતિસ્થાપકો એ ચિંતા જતાવી છે.

“વધુ ને વધુ લોકો મીડિયાનો ઉપયોગ ભ્રમમાં કરે છે, અને શક્ય છે કે તમે ફક્ત તેજ સમાચાર સાંભળો જેનાથી તમે સહમત હોવ” અલાયન્સ ફોર પીસબિલ્ડીંગના સીઇઓ, મેલની ગ્રીનબર્ગે કહ્યું. “અને જો તમે તમારા સોશ્યિલ, બ્રોડકાસ્ટ કે ઇન્ટરનેટ મીડિયામાં જોશો તો તમને એવા કોઈ સમાચાર નહીં મળે કે જેનો તમે વિરોધ કરો, જે તમારી રાજકીય માન્યતાઓ વિરુદ્ધ હોય.”

“બિલ્ડ અપ” નામક સંસ્થાના જેકોબ લેફટન કહે છે, “ધ્રુવીકરણ એટલે, લોકોના જૂથ એકબીજાથી અલગ થઇ જાય અને બીજા જૂથ પ્રત્યે પૂર્વગ્રહ બાંધી લે, કોઈપણ મુદ્દો ચર્ચવા માટે સર્વમાન્ય તથ્યો તથા ભાષા ગુમાવી દે, અને જયારે લાભદાયક રીતે નાગરિક વાતચીત ન થતી હોય તો શું સાચું ને શું ખોટું એમાં કોઈને ફરક પડતો ન હોય.”

“અને તે આપણા માટે એક ઈશારો છે કે સમાજ વિવાદો તરફ આગળ વધી રહ્યો છે.” લેફટને કહ્યું. “અને આપણે અત્યંત નફરતભર્યા ભાષણો અને વેરભાવના કારણે થયેલા અપરાધો જોઈ રહ્યા છીએ જેનાથી સમાજમાં સખત રીતે ભાગલા પડી રહ્યા છે.”

“બિલ્ડ અપ”, વાતચીતમાં રહેલા ધ્રુવીકરણને દૂર કરવા માટે સોશ્યિલ મીડિયા બૉટસનો ઉપયોગ કરી રહ્યું છે. તેમની યોજના “ધ કોમન”, એવા લોકોને લક્ષ્ય બનાવે છે કે જે અન્ય લોકો સાથે જોડાય છે અને સમાન મંતવ્યો માટે જુએ.

લેફટન કહે છે કે “સર્વપ્રથમ તો બૉટ તેમનો સંપર્ક કરે છે અને કહે છે “રસપ્રદ બાબત છે કે તમે આ વિષે વાતચીત કરી રહ્યા છો. તમારો શુ વિચાર છે?” અને પછી અમે ધ્રુવીકરણના વ્યાપક વિષય પર ખુલ્લો સવાલ પૂછીયે છીએ, તેમનો જવાબ લેવાની કોશિશ માટે, અને જો તેઓ જવાબ આપે તો અમે તેમને સુવિધાકર્તા દ્વારા અનુસરીએ છીએ જેથી તેમની સાથે ઊંડાણમાં વાતચીત કરી તેમના મૂળ મૂલ્યો અને મુદ્દાઓને શોધી તેમને વાતચીતમાં થઈ રહેલા ધ્રુવીકરણને દૂર કરવા આગળની કાર્યવાહી માટે આમંત્રણ આપીએ છીએ.”

“લોકોને ભેગા કરવા ઘણું અઘરું કાર્ય છે, અને તે કારણે અમને લાગે છે કે આ રીતે કરવું જરૂરી છે, સામન્ય રીતે કહીયે તો, ‘શુ આપણે આ પ્રકારનો સક્રિય હસ્તક્ષેપ આ પ્રકારના પ્લેટફોર્મ પર કરી શકીએ કે જેનો ઉપયોગ લોકો દ્વારા પ્રતિકૂળ પદ્ધતિ માટે થતો હોય જયારે કે તેનો ઉપયોગ જોડવાની પદ્ધતિ તરીકે કરી શકતો હોય?

આ યોજના સ્પષ્ટ રીતે બીનપક્ષપાતી છે અને ૧૨,૪૦૦ લોકો સુધી ઓનલાઈન પહોંચી છે. “બિલ્ડ અપ” આની સંપૂર્ણ શોધ MIT માં માર્ચ મહિનામાં પ્રસ્તુત કરશે અને આશા રાખીએ કે તેમણે ઓનલાઈન થોડીક શાંતિ પેદા કરી હશે.

લેફટને કહ્યું “આપણે આશા ન રાખી શકીએ કે બધાજ ભાગ ભજવશે, પણ આપણે વિશ્વાસ રાખી શકીએ કે લોકોમાં આ બાબતે જાગૃતિ લાવવામાં આવે અને લોકોને તેની લાભદાયક ચર્ચાઓમાં જોડવામાં આવે તો કદાચ ભવિષ્યની ચર્ચાઓ માં તેમની પાસે લાભદાયક રીતે જોડવા માટે ના વિકલ્પ હશે.”

This story, by Kate Roff, was originally published in Peace News Network in English.
All translations are the responsibility of Prasannprabhat.com

Image source: Jeffbullas.com

Leave a Reply