કોરોના સંક્રમિત દર્દીઓ તેમજ પરિવારજનો માટે હોમ ક્વોરેન્ટાઇન દરમિયાન ધ્યાન રાખવા લાયક બાબતો

Gujarati Uncategorized

હાલના સમયમાં ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર જોવા મળી રહી છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં નવા કોરોના કેસના આંકડા દિન પ્રતિદિન ખૂબ તેજીથી વધી રહ્યા છે. જો તમે કોવિડ-૧૯ થી સંક્રમિત થયા હોવ તો તમારે શું કરવું જોઈએ? હોમ ક્વોરેન્ટાઇન દરમિયાન તમારે શું સાવચેતી રાખવી જોઈએ? તેના વિષે અહીં કેટલીક જાણવા જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હોમ ક્વોરેન્ટાઇનમાં કોણ કોણ રહી શકે?

• કેવળ એ જ લોકો કે જેઓ કોરોનાના હળવા અથવા નહિવત લક્ષણો ધરાવતા હોય તેઓ જ હોમ ક્વોરેન્ટાઇનમાં રહી શકે છે.

• વૃદ્ધ દર્દીઓ કે જેમની ઉંમર ૬૦ વર્ષથી વધુ હોય તેમજ તે લોકો પણ કે જે હાયપરટેન્શન, ડાયાબિટીઝ, હ્રદય રોગ, ફેફસાં/લિવર/કિડની/મગજ રોગ અથવા બીજા પણ કોઈ અન્ય રોગથી પીડિત હોય તેમણે ડોક્ટરની યોગ્ય સલાહ બાદ જ હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું જોઈએ.

• જેમને રોગપ્રતિકારક શક્તિને લગતી બીમારીઓ હોય જેવી કે એચ.આઈ.વી.(HIV), કેન્સર તેમજ તેવા દર્દીઓ કે જેમણે શરીરમાં કોઈ અંગનું પ્રત્યારોપણ કરાવેલું હોય તેમણે હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું જોઈએ નહિ.

હું એસિમ્પટમેટિક(લક્ષણ રહિત) કોરોના સંક્રમિત દર્દી છું. શું હું ઘરે ક્વોરેન્ટાઇન થઈ શકું છું?

હા, એસિમ્પટમેટિક સિવાય હળવા અથવા પૂર્વ-લક્ષણ વાળા લોકો પણ હોમ ક્વોરેન્ટાઇન થઈ શકે છે.

જ્યારે હું હોમ ક્વોરેન્ટાઇનમાં હોઉં ત્યારે શું મારી સાથે રહેવા વાળા લોકો ઘરની બહાર નીકળી શકે?

ના. જ્યારે કોરોના પોઝિટિવ વ્યક્તિ હોમ આઇસોલેશનમાં હોય ત્યારે તેની સાથે રહેનાર લોકોએ ઘરની બહાર નીકળવું જોઈએ નહિ.

મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું મારા કુટુંબીજનોનો રિપોર્ટ કઈ રીતે કરાવી શકું?

મુંબઇ, ચેન્નાઈ, દિલ્હી, બેંગલુરુ તેમજ અન્ય મોટા શહેરોમાં પરિવારજનોના કોરોના પરીક્ષણની સુવિધા સરકાર કરી આપતી હોય છે. જો કે, તમે ખાનગી લેબમાં પણ પરીક્ષણ કરાવી શકો છે, જેના માટે તમારે વ્યક્તિગત રીતે ચૂકવણી કરવી પડશે.

હોમ ક્વોરેન્ટાઇન દરમિયાન કયા સંજોગોમાં મારે તબીબી સહાય લેવી જોઈએ?

• ઓક્સિજન સ્તરમાં ઘટાડો થવો
• અસ્પષ્ટ વાણી/ખેંચ આવવી
• શરીરના કોઈપણ અંગમાં અથવા ચહેરામાં નબળાઈ આવવી
• શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી
• છાતીમાં દુખાવો અથવા દબાણ થવું
• હોઠ/ચહેરા પર વાદળી રંગનું વિકૃતિકરણ

મારે હોસ્પિટલમાં દાખલ થવું છે. મારે કોનો સંપર્ક કરવો જોઈએ?

હોમ ક્વોરેન્ટાઇન દરમિયાન જયારે એવા કોઈ લક્ષણ પેદા થાય કે જેમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે, ત્યારે તરત જ તમારા રાજ્ય અને જિલ્લાની સર્વેલન્સ કચેરીનો સંપર્ક કરવો જોઈએ. તમે કોરોના હેલ્પલાઈન નંબર ૧૦૪ અથવા ભારત સરકારના કંટ્રોલ રૂમ નંબર +૯૧ ૧૧ ૨૩૯૭૮૦૪૬ પર પણ સંપર્ક કરી શકો છો.

હોમ ક્વોરેન્ટાઇન વખતે મારે શું સાવચેતી રાખવી જોઈએ?

હોમ ક્વોરેન્ટાઇન વખતે ડોક્ટર દ્વારા અપાયેલી સૂચનાઓ સિવાય નીચે મુજબના સૂચનોનું પણ ખાસ પાલન કરવું જોઈએ:

• દર્દીએ ઘરના અન્ય સભ્યોથી દૂર- ખાસ કરીને વૃદ્ધ સભ્યોથી દૂર અલગ રૂમમાં જ રહેવું જોઈએ.
• દર્દીએ તેમજ ઘરમાં પરિવારજનોએ દરેક સમયે ટ્રિપલ-લેયર માસ્ક પહેરેલું રાખવું જોઈએ. ડોક્ટરના સુચન મુજબ દર આઠ કલાકે માસ્ક બદલી દેવું જોઈએ.
• વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા જોઈએ અને હાઇડ્રેટેડ(પરિતૃપ્ત) રહેવું જોઈએ. આ સિવાય નિયમિતપણે દરેકના તાપમાનનું નિરીક્ષણ પણ કરવું જોઈએ.
• દર્દીએ સાબુથી ઓછામાં ઓછા ૪૦ સેકંડ માટે દિવસમાં વારંવાર હાથ ધોવા જોઈએ
• દર્દીએ પોતાની કોઈ પણ વસ્તુ જેમ કે થાળી, કાંસકો વગેરે અન્ય કોઈ સાથે શેર કરવી જોઈએ નહીં.

કોરોનાવાયરસ દર્દી હોમ આઇસોલેશન ક્યારે સમાપ્ત કરી શકે છે?

લક્ષણોની શરૂઆતના ૧૦ દિવસ પછી અને ત્રણ દિવસ સુધી તાવ ન આવે ત્યારે દર્દી ડોક્ટરના સૂચન અનુસાર હોમ આઇસોલેશન સમાપ્ત કરી શકે છે. અગાઉની માર્ગદર્શિકામાં દર્દીઓને લક્ષણોની શરૂઆતના ૧૭ દિવસ પછી અને ૧૦ દિવસ સુધી તાવ ન આવે ત્યારે હોમ આઇસોલેશન સમાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવતી હતી. આનો અર્થ એ પણ છે કે ઓછા સમયમાં ઘણા લોકો આ બીમારીથી સાજા થયા છે.

લક્ષણો દૂર થયા પછી શું દર્દીએ ફરીથી કોરોનાવાયરસનું પરીક્ષણ કરાવવું જરૂરી છે?

ના, નવી માર્ગદર્શિકા હેઠળ, હોમ આઇસોલેશનનો સમય પૂરો થયા પછી વ્યક્તિને કોરોના વાયરસનું પરીક્ષણ કરાવવું જરૂરી નથી.

Source:

Translated from: https://www.thequint.com/coronavirus/faq/coronavirus-positive-home-quarantine-rules?utm_source=telegram&utm_medium=telegram#read-more#read-more

Leave a Reply