સોનામાં ખેલદિલીની સુગંધ ભેળવતા કતરના બારશિમ

Gujarati

હાલમાં જાપાનમાં ટોકિયો ખાતે ઓલમ્પિક સ્પર્ધા યોજાઈ રહી છે. જેમાં દુનિયાભરના હજારો ખેલાડીઓ પ્રખ્યાત ઓલમ્પિક ગોલ્ડ મેડલ મેળવવા માટે એકબીજાથી હરીફાઈ કરી રહ્યા છે. જે મેડલ માટે તેમણે આખા જીવન દરમિયાન મહેનત કરી હોય છે તે મેડલ મેળવવાની હોડમાં ખેલાડીઓ તેમનો પ્રતિસ્પર્ધી જાણે કે તેમનો દુશ્મન હોય તે રીતે તેમની સામે સ્પર્ધામાં ઉતરી પડે છે.

આ વખતે ટોકિયો ઓલમ્પિકમાં ઊંચી કુદની ફાઈનલ મેચ ઇટલીના ગિયાનમાર્કો તામ્બેરી અને કતરના મુત્તાઝ એસ્સા બારશિમ વચ્ચે રમાઈ હતી. જેમાં નિર્ધારિત સમયમાં બંને વચ્ચે ટાઈ પડતા પરિણામ લાવવા માટે બંને ખેલાડીઓને ત્રણ-ત્રણ તક આપવામાં આવી. તેમાં પણ ફરીથી ટાઈ પડતા, નિયમ મુજબ તેમની વચ્ચે ટાઈ બ્રેકર રમાડવાની સંમતિ લેવામાં આવી હતી. પરંતુ બંને ખેલાડીઓએ એકબીજા સાથે ફરીથી હરીફાઈ કરવાને બદલે સહિયારા વિજેતા બનવાનું સ્વીકારી લીધું અને આમ ગોલ્ડ મેડલ કોઈ એક ખેલાડીના બદલે બંને ખેલાડીઓને આપવામાં આવ્યો હતો.

ખેલદિલીની આ ખુબજ સારી મિસાલ કાયમ કરનારા આ ખેલાડીઓની સોશિઅલ મીડિયા પર સરાહના કરવામાં આવી રહી છે. અને બંને ખેલાડીઓના એક બીજાને ગળે લગાવતા ફોટા અને વિડીઓ સોશિઅલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યા છે.
બારશિમની આ ખેલદિલીથી જાણે કે સોનાના મેડલમાં પણ ખેલદિલીની સુગંધ ભળી ગઈ છે.

વિડીઓ જોવા માટે અહીં ક્લિક કરો.

Leave a Reply