સાટા-પદ્ધતિનો ટૂંકો પરિચય: બાર્ટર સિસ્ટમ (સાટા-પદ્ધતિ અથવા વસ્તુવિનિમય પ્રથા) એટલે કોઈ વસ્તુ કે સેવાના બદલામાં અન્ય કોઈ વસ્તુ કે સેવા મેળવાની પ્રથા જેમાં નાણાંની કોઈ લેવડ-દેવડ હોતી નથી. પ્રાચીન સમયમાં જયારે નાણું અસ્તિત્વમાં ન હતું ત્યારે લોકો વેચાણ-ખરીદી માટે આ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. જો કે તે સમયે લોકોનું જીવન ખુબ ઓછી જરૂરિયાતવાળું તેમજ સાદગીભર્યું…
Author: Ehsan Ali
લોકડાઉન: આત્મનિરીક્ષણ માટેનો શ્રેષ્ઠ અવસર
સંક્ષિપ્તમાં: હાલમાં કોરોના વાઇરસને કારણે કરવામાં આવેલા વૈશ્વિક લોકડાઉનથી જાણે જીવન સ્થગિત થઈ ગયું છે. જોકે આવી સ્થગિતતા આર્થિક અને રાજકીય દૃષ્ટિએ નુકશાનકારક છે પરંતુ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ પ્રગતિશીલ હોઈ શકે છે, કારણ કે તે વ્યક્તિને ચારે તરફ જોવાનું બંધ કરીને પોતાની અંદર જોવાની તક આપે છે. પોતાની અંદર જોવાના ત્રણ પાસાં છે: આત્મનિરીક્ષણ, કારણ…
સમાજમાં પુસ્તકાલયનું મહત્વ
પુસ્તકાલય એટલે અનેક પુસ્તકોનો સંગ્રહ, જેને બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાનનો અખૂટ ભંડાર જ્યાં કોઈપણ વ્યક્તિ આવીને જ્ઞાનરૂપી ઝરણાથી પોતાની તરસ છીપાવી શકે. પુસ્તકાલયમાં રહેલા પુસ્તકોમાં માહિતીનો ભંડાર ભરેલો હોય છે, જ્યાં જે વિષય પર અભ્યાસ કરવો હોય તે કરી શકાય છે.
કેરલામાં ધાબળાના એક નાનકડા વેપારીએ સંપૂર્ણ સ્ટૉક પૂરગ્રસ્ત લોકોને દાનમાં આપી દીધો
અત્યારે કેરલામાં લોકો ભયંકર પૂરનો સામનો કરી રહ્યા છે, જેમાં હજારો લોકો ઘરવિહોણા થઈ ગયા છે અને કેટલાક લોકોએ પોતાના જીવ પણ ઘુમાવ્યા છે. દેશભરમાં વિવિધ જગ્યાઓથી લોકો વ્યક્તિગત રીતે તથા સંસ્થાઓ દ્વારા પોતાની યથાશક્તિ પ્રમાણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડીને માનવસેવા કરી રહ્યા છે.
એસ્ટોનિયા: નિઃશુલ્ક સાર્વજનિક પરિવહન યોજનાને અમલમાં મુકનારો વિશ્વનો પ્રથમ દેશ
યુરોપના એસ્ટોનિયા દેશમાં જન-કલ્યાણની દિશામાં એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે, જ્યાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં બસ પરિવહન સેવા મફત કરી દેવામાં આવી છે, અને તેના માટે દેશમાં દુનિયાનું સૌથી મોટું મફત સાર્વજનિક પરિવહન નેટવર્કનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
પ્લાસ્ટિક બેંક- જ્યાં પ્લાસ્ટિકનો કચરો જમા કરાવીને યોગ્ય વળતર મેળવી શકાય છે
પ્લાસ્ટિકનો નિકાલ આજે સમગ્ર વિશ્વ સામે એક મોટો પડકાર બની ગયો છે. તેનો આહાર-શ્રુંખલામાં પ્રવેશ થવાથી અસંખ્ય જીવો તેનો ભોગ બની રહ્યા છે, જેની સૌથી ખરાબ અસર દરિયાઈ જીવો પર થઈ રહી છે. આ મુદ્દા પર વિશ્વના લગભગ બધાજ દેશો ખુબજ ગંભીરતાથી વિચારી રહ્યા છે.
ડચ આર્કિટેક્ટે વિકસાવી ગુરુત્વાકર્ષણબળની મદદથી વીજ ઉત્પાદનની તકનીક
યમયાપ રૌસેનાર્સ નામના ડચ આર્કિટેક્ટે સ્થાયી રૂપે મફત ઉર્જા પેદા કરવા માટેની એક નવી તકનીક વિકસાવી છે. રૌસેનાર્સની તકનીકમાં વજનને સતત અસંતુલિત કરીને ગુરુત્વાકર્ષણબળના ઉપયોગ દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. આમ સૌર, પવન, ભૂઉષ્મા તથા ભરતી જેવા ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતમાં એક વિકલ્પ નવો ઉમેરાયો છે.
બાયો-પ્લાસ્ટિકઃ પર્યાવરણને પ્લાસ્ટિકથી થતા નુકસાનથી બચાવવા માટેનો એક ઉત્તમ તરીકો
પ્લાસ્ટિકની સમસ્યાથી ઝઝૂમી રહેલા ઈન્ડોનેશિયાના તટ વિસ્તારને ઉગારવા માટે પર્યાવરણ પ્રેમી કેવિન કુમાલાએ બાયો પ્લાસ્ટિકનું સંશોધન કર્યું છે. આ બાયો-પ્લાસ્ટિકનું વિઘટન જમીનમાં કેવળ ૧૮૦ દિવસોમાંજ થઇ જાય છે અને તે સાધારણ પ્લાસ્ટિકની જેમ જમીનને પ્રદુષિત પણ નથી કરતું.
મહિલાના મૃતદેહને વતનમાં પહોંચાડવા ભારત અને પાકિસ્તાનની સેના એકજૂટ થઈ
ગયા અઠવાડિયે કંઇક એવી પરિસ્થિતિ ઉદ્ભવી હતી જેમાં ૭૫ વર્ષીય કુલસુમ બીબીના મૃત શરીરને ભારત પ્રશાષિત કાશ્મીરમાંથી પાકિસ્તાન પ્રશાષિત કાશ્મીરમાં ખુબજ ઓછા સમયમાં લઈ જવા માટે બંને દેશોની સેનાએ અને સ્થાનિક પ્રશાસને એકજૂટ થઈને કામ કર્યું હતું.
પ્રદૂષણથી લડવા માટે મૅક્સિકો શહેરનો એક નવતર પ્રયોગ
“બીયા બૅરદે” (vía verde) નામના પ્રોજેક્ટ અંતર્ગત મૅક્સિકો શહેરના ૨૭ કિ.મી. લાંબા હાઇવે પર આવેલા ઓછામાં ઓછા ૧૦૦૦ જેટલા કોંક્રીટના થાંભલાઓને ઉભા બગીચામાં રૂપાંતરિત કરવાનું કાર્ય કરી રહી છે, જે શહેરના પ્રદુષણને અને સ્મોગ (ધુમ્મસ)ને કેટલાક અંશે દુર કરી શહેરને સુંદર બનાવવા માટે ઘણું ઉપયોગી સાબિત થશે.