જમીનનું ખેડાણ સદીઓથી ખેતીવાડીના એક અભિન્ન અંગ તરીકે રહ્યું છે. જમીનનું ખેડાણ મુખ્યત્વે નિંદામણને દૂર કરવા તથા જમીનને વાવણી અને સિંચાઈ માટે તૈયાર કરવા માટે કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક દશકોથી ખેડાણ વગર પણ ખેતી કરવાની પદ્ધતિ પ્રચલિત થઇ રહી છે. સંશોધકો કહે છે કે જમીનના ખેડાણથી જમીન પર ઘણીબધી આડઅસરો થાય છે જેમકે,…
Author: Faiz Masi
કમ્યુનિટી રેડિઓ દ્વારા લોકોને માહિતગાર કરવાં માટે તામીલનાડુના યુવાનોની પહેલ
જયારે નવેમ્બર ૨૦૧૮માં તામીલનાડુમાં ગાજા ચક્રવાત આવ્યું ત્યારે વિઝુથામાવાડી ગામનાં લોકોને માહિતી નહોતી કે આવી વિકટ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને જો વાવાઝોડું તીવ્ર સ્વરૂપ ધારણ કરે તો ક્યાં આશ્રય લેવો, કઈ વસ્તુઓથી દૂર રહેવું વગેરે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રણજીતા કે જેઓ વ્યવસાએ રેડીઓ જોકી છે તેમણે સરકારની આપત્તિ વ્યવસ્થાપન બુકલેટનો અભ્યાસ કરીને તેમાંથી…
ડ્રગની ગુણવત્તા ચકાસવા માટે પ્રાણીઓ પર કરવામાં આવતા પરીક્ષણની જગ્યાએ બીજા રસ્તાઓ અપનાવી રહ્યું છે ભારત
ભારતમાં ડ્રગની ગુણવત્તા માટેનાં તથા અન્ય ટેસ્ટ અત્યાર સુધી મોટા ભાગનાં દેશોની જેમ ઉંદર, દેડકાં કે કૂતરાં જેવાં પ્રાણીઓ પર કરવામાં આવે છે. જે ઘણાં ડ્રગ્સ માટે કારગર પુરવાર થતાં નથી. પરંતુ, હવે ઓર્ગન-ઓન-ચીપ (organs-on-a-chip) જેવી ઉભરતી ટેકનોલોજીની મદદથી બીજા રસ્તાઓ શક્ય બન્યાં છે, જેમાં પ્રાણીઓ પર પરીક્ષણ કરવાની જરૂર નહીં પડે.
ભારતમાં સ્ટ્રીટલાઈટ રિપ્લેસમેન્ટ યોજના હેઠળ ૧૧૧૯.૪૦ મેગા વોટ વીજળીની ડીમાન્ડ ઘટાડવામાં આવી
ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ભારત અમેરિકા અને ચીન પછી વિશ્વમાં ત્રીજા નંબરે છે. જે આપણાં દેશને કલાઇમેટ ચેન્જથી વધારે અસર પામનાર દેશોમાં મૂકે છે. આ માટે કાર્બન ફૂટપ્રિન્ટ જવાબદાર છે. જેને ઓછી કરવાનાં હેતુસર દેશભરમાં છેલ્લાં કેટલાક સમયથી જૂની સ્ટ્રીટલાઇટોને એલઇડીથી બદલવામાં આવી રહી છે.
લોકજાગૃતિ, પર્યાવરણ વિષે સક્રિયતા તથા દૃઢ નિશ્ચયના જોરે કચ્છનાં મુદ્રા વિસ્તારના ખેડૂતોએ અમેરિકી સુપ્રીમ કોર્ટમાં કેસ જીત્યો
કચ્છનાં મુદ્રા નજીકના વિસ્તારનું ઔદ્યોગીકરણ થતાં કોલસા આધારિત ઘણાં પ્લાન્ટ આ વિસ્તારમાં કાર્યરત થયા છે. જેમાં ટાટા મુદ્રા પાવર પ્લાન્ટના લીધે માછીમાર સમુદાયના લોકોનાં જીવન અને તેમના રોઝગારને મોટો ફટકો પહોંચ્યો છે. આ પ્લાન્ટને ચલાવવા માટે રોજ ૨૦૦૦ કરોડ લીટર દરિયાનું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે, જેથી માછલીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે….
મુંબઈના દાદારાવ બીલ્હોરેનું નિઃસ્વાર્થ અને પ્રેરણાદાયક કાર્ય
દ્રઢ નિશ્ચયી એવા મુંબઈના રહેવાસી દાદારાઓ બીલ્હોરે અકસ્માતમાં મૃત્યુ પામેલા પોતાના દીકરાની યાદમાં રોડ પરના ખાડાઓનું પોતાની જાતે જ સમારકામ કરે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં મુંબઈમાં તેમણે બિલ્ડિંગ સાઇટ્સમાંથી એકત્ર કરેલ રેતી અને કાંકરાનો ઉપયોગ કરીને આશરે ૬૦૦ જેટલા ખાડાઓ પુર્યા છે.
જાપાનના અદ્ભુત ફૂટબોલ સમર્થકોએ મેચ પછી સ્ટેડીયમમાં પડેલો કચરો જાતે જ સાફ કર્યો
"કોલંબિયાને હરાવીને જાપાન એશિયાનો પ્રથમ એવો દેશ બન્યો, કે જેણે ફૂટબોલ વર્લ્ડકપમાં કોઈ સાઉથ અમેરિકન દેશને પરાજિત કર્યો હોય". જો જાપાનના પ્રેક્ષકો ફૂટબોલ ગ્રાઉન્ડમાં એક ઉત્તમ કાર્યને અંજામ આપી સમાચારોમાં છવાઈ ગયા ન હોત, તો કદાચ દુનિયાભરના અખબારોની આ જ હેડલાઇન્સ હોત. ૧૯ જૂન, મંગળવારના રોજ ફૂટબોલ વર્લ્ડકપ-૨૦૧૮ ના પહેલા ચરણમાં કોલંબિયાને ૨-૧ થી હરાવ્યા…
Amazing Japanese football fans who cleaned up the stadium after the match
“Japan beats Colombia to make history after becoming the first Asian country to defeat a South American nation in the World Cup.” This would’ve been the headline of the newspapers around the world if it were not the amazing Japanese fans, who did some outstanding work to overshadow the headlines.
સમુદ્રમાં હિજરતીઓના બચાવ માટે બે વિમાન ચાલકોએ પોતાના જીવનની સમગ્ર બચત ખર્ચી દીધી
જૉઝે બેનાવેન્ટે અને બિનવા મીકોલોન નામના ફ્રાંસના બે સમાજ સેવકો “પીલોટ્સ વોલેન્ટેઈર” નામના એક સ્વયંસેવી બચાવ જૂથમાં અગત્યની કામગીરી બજાવે છે. આ બંને વ્યક્તિઓએ દરિયાઈ માર્ગે સ્થળાંતર કરનારાઓને બચાવવા માટે પોતાની મહેનતની કમાણીથી આશરે ૧ કરોડ રૂપિયાનું વિમાન ખરીદ્યું હતું.
કૉર્નિયાની ૩-ડી પ્રિન્ટ દ્વારા લાખો લોકોની દ્રષ્ટિ પુનઃસ્થાપિત કરી શકાશે
વૈજ્ઞાનિકોને ઇતિહાસમાં પ્રથમવાર માનવ કૉર્નિયા (આંખ પરનો પારદર્શક પડદો)ને ૩-ડી પ્રિન્ટ કરવામાં સફળતા મળી છે, જે એકવાર પ્રમાણભૂત થયા પછી લાખો લોકોની દ્રષ્ટિ પુનઃસ્થાપિત કરી શકાશે.