Category: Gujarati

ડ્રગની ગુણવત્તા ચકાસવા માટે પ્રાણીઓ પર કરવામાં આવતા પરીક્ષણની જગ્યાએ બીજા રસ્તાઓ અપનાવી રહ્યું છે ભારત

ભારતમાં ડ્રગની ગુણવત્તા માટેનાં તથા અન્ય ટેસ્ટ અત્યાર સુધી મોટા ભાગનાં દેશોની જેમ ઉંદર, દેડકાં કે કૂતરાં જેવાં પ્રાણીઓ પર કરવામાં આવે છે. જે ઘણાં ડ્રગ્સ માટે કારગર પુરવાર થતાં નથી. પરંતુ, હવે ઓર્ગન-ઓન-ચીપ (organs-on-a-chip) જેવી ઉભરતી ટેકનોલોજીની મદદથી બીજા રસ્તાઓ શક્ય બન્યાં છે, જેમાં પ્રાણીઓ પર પરીક્ષણ કરવાની જરૂર નહીં પડે.

Continue reading “ડ્રગની ગુણવત્તા ચકાસવા માટે પ્રાણીઓ પર કરવામાં આવતા પરીક્ષણની જગ્યાએ બીજા રસ્તાઓ અપનાવી રહ્યું છે ભારત”

ભારતમાં સ્ટ્રીટલાઈટ રિપ્લેસમેન્ટ યોજના હેઠળ ૧૧૧૯.૪૦ મેગા વોટ વીજળીની ડીમાન્ડ ઘટાડવામાં આવી

ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ભારત અમેરિકા અને ચીન પછી વિશ્વમાં ત્રીજા નંબરે છે. જે આપણાં દેશને કલાઇમેટ ચેન્જથી વધારે અસર પામનાર દેશોમાં મૂકે છે. આ માટે કાર્બન ફૂટપ્રિન્ટ જવાબદાર છે. જેને ઓછી કરવાનાં હેતુસર દેશભરમાં છેલ્લાં કેટલાક સમયથી જૂની સ્ટ્રીટલાઇટોને એલઇડીથી બદલવામાં આવી રહી છે.

Continue reading “ભારતમાં સ્ટ્રીટલાઈટ રિપ્લેસમેન્ટ યોજના હેઠળ ૧૧૧૯.૪૦ મેગા વોટ વીજળીની ડીમાન્ડ ઘટાડવામાં આવી”

કાશ્મીરમાં તણાવ ભરેલી પરિસ્થિતિ વચ્ચે ઈરફાન અને તેમની ટીમ બાળકોને શિક્ષા આપી રહ્યા છે

૫મી ઑગસ્ટે કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો દૂર કર્યા બાદ લાગુ થયેલા શટડાઉનને પગલે ત્યાંની મોટાભાગની સ્કૂલો બંધ છે. જ્યારે કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી છે. ૧૦માં ધોરણ સુધીના ક્લાસ શરૂ કરવાની સરકારની જાહેરાત છતાં આવી સ્થિતિ યથાવત્ છે. પરિણામે આમ નાગરિકોમાં પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા દેખાઈ રહી છે. બાળકો અભ્યાસથી દૂર ન રહે હેતુથી શ્રીનગર પાસેના બડગામ જિલ્લામાં શિક્ષકોના એક જૂથ દ્વારા વિદ્યાર્થીઓને ખાસ ક્લાસિસ ચલાવી ભણાવવામાં આવી રહ્યા છે.

Continue reading “કાશ્મીરમાં તણાવ ભરેલી પરિસ્થિતિ વચ્ચે ઈરફાન અને તેમની ટીમ બાળકોને શિક્ષા આપી રહ્યા છે”

રોહિંગ્યા બાળકોને મનોરંજન દ્વારા એક નવી રાહ દેખાડવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો

એક રિપોર્ટ પ્રમાણે આજે લગભગ દસ લાખ રોહિંગ્યા પ્રવાસી મ્યાનમારથી પોતાનો જીવ બચાવી પોતાના ઘરબાર છોડીને એક લાચારી ભરેલું જીવન બાંગ્લાદેશમાં વિતાવી રહ્યા છે. યૂએને મ્યાનમારમાં થયેલી આ ઘટનાને સ્થાનિક નરસંહાર ગણાવ્યો હતો. દુનિયાએ આ લાખો લોકોથી જાણે પોતાનું મોઢું ફેરવી લીધું છે પરંતુ કેટલાક માનવસેવાને અગત્યતા આપતા લોકો રોહીંગ્યા શરણાર્થીઓની મદદ માટે આગળ આવી રહ્યા છે. કોઈ આર્થિક તો કોઈ શૈક્ષણિક રીતે તો કોઈ બાળકોને બહેતર જીવન જીવવાની તાલીમ આપી રહ્યા છે.

Continue reading “રોહિંગ્યા બાળકોને મનોરંજન દ્વારા એક નવી રાહ દેખાડવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો”

કતરમાં રસ્તાઓનું તાપમાન ઘટાડવા માટે કૂલ પેવમેન્ટ નામનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો.

કતરમાં પબ્લિક વર્કસ ઓથોરિટી (અશ્ગલ) એ રાજધાની દોહામાં પાયલોટ “કૂલ પેવમેન્ટ” પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, જેમાં રસ્તાઓનું તાપમાન ઘટાડવા માટે ક્રાયોજેનિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંપરાગત અલકટારા અને રેતી મિશ્રિત મસાલાથી વિપરીત, જે સૂર્યપ્રકાશના ૯૫ ટકા સુધી શોષણ કરીને તાપમાનમાં વધારો કરવા માટે ફાળો ઘટાડે છે, “કૂલ પેવમેન્ટ” જે યુવી કિરણોને પ્રતિબિંબિત કરે છે અને સૌર કિરણોત્સર્ગને અમુક અંશે શોષી લે છે, ત્યાંરે એકંદર તાપમાન ઘટાડવામાં ફાળો આપે છે.

કતાર કોમ્પ્યુટીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ક્યૂસીઆરઆઈ) માં કાર્યરત ૩૦ વર્ષીય ડેટા સાયન્ટિસ્ટ અલમિરે અલજઝીરા સાથે પોતાની ચર્ચામાં જણાવ્યું હતું કે, “મને લાગે છે કે આ સારી વાત છે કે રણમાં જીવવાના પડકારોનો સામનો કરવા માટે સરકાર તકનીકી નવીનતાઓનો ઉપયોગ કરવા માટે વિશેષ વિચાર ઉપર ભાર મૂકી રહી છે.”

કતારની રાજધાનીના બંને પ્રખ્યાત પર્યટન સ્થળો કટરા કલ્ચરલ વિલેજની સામે, સોક વકીફ નજીક ૨૦૦ મીટરના માર્ગ પર અને ફૂટપાથ અને સાયકલ રૂટ પર આ સામગ્રીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સામગ્રીની અસરકારકતાની ચકાસણી શરૂ કરવા અને આ પ્રયોગની સફળતા અને દેશભરના રસ્તા નેટવર્ક પર તેની સંભવિત ઉપયોગ માટે અને એપ્લિકેશનને માપવા માટે, માર્ગ ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ ૧૮ મહિના સુધી ચાલશે અને આ પાયલોટ પ્રોજેક્ટના પરિણામોના આધારે, તે તેની વિશાળ ઉપયોગિતા નક્કી કરશે. હવામાન પરિવર્તનથી પ્રભાવિત શહેરને ઠંડુ કરવાના પ્રયત્નોમાં લોસ એન્જલસમાં ૧૫ અધિકારીઓના ક્ષેત્રમાં, સ્થાનિક અધિકારીઓ અને બ્યુરો સ્ટ્રીટ સર્વિસીસ દ્વારા સમાન પ્રયોગ લાગુ કરવામાં આવ્યા છે.

મેક્સિકોના યુવાનોને નશાથી દુર કરવા માટે બોક્સિંગ તરફ પ્રેરી રહેલા મિગુએલ

મેક્સિકો શહેર ડ્રગ્સ અને ગેંગવોરના કારણે બદનામ છે. એક રિપોર્ટ અનુસાર અહીંના નવયુવાનો નશીલા પદાર્થનું સેવન મોટા પ્રમાણમાં કરે છે. આ જોઇને મેક્સિકોના જાણીતા ફૂટબોલર અને બોક્સિંગના શોખીન મિગુએલ એન્જલ રામિરેજે મેક્સિકોના એકેટેપેક શહેરમાં એક બ્રિજ નીચે જીમ અને બોક્સિંગની ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી છે. બોક્સિંગ અને જીમ તરફ યુવાનોને આકર્ષીને મિગુએલ શહેરના યુવાનોને ડ્રગ્સના નશા અને ગુનાખોરીથી મુક્ત કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે.

મિગુએલ મેક્સિકોમાં જુદા જુદા સ્થળે આશરે ૧૨ વર્ષ સુધી પુનર્વસન કેન્દ્રોમાં ૫ હજારથી વધુ લોકોને બોક્સિંગની તાલીમ આપી છે. આ દરમિયાન તેમણે જોયું કે ભટકી ગયેલા યુવાનોનો બહુ મોટો વર્ગ પુનર્વસન કેન્દ્રોની પહોંચથી ઘણો દૂર છે. તેમની જીવનશૈલીને વધુ સારી બનાવવા માટે તેમણે એવી જગ્યા પસંદ કરી કે જે ગુનાખોરી માટે પ્રખ્યાત છે.

મિગુએલે એકેટેપેક શહેરમાં આવેલા સિટી બ્રિજની નીચે બોક્સિંગની ટ્રેનિંગ આપવાનો નિર્ણય કર્યો અને બ્રિજ નીચે જ તેમણે નાની બોક્સિંગ રિંગ તૈયાર કરી દીધી. આ બ્રિજની નીચે અગાઉ કચરાનું સામ્રાજ્ય હતું અને યુવાનોએ તેને નશો કરવાનો અડ્ડો બનાવ્યો હતો. મિગુએલના કારણે આજે આ બ્રિજની નીચે બોક્સિંગની પ્રેક્ટિસ કરતા યુવાનો નજરે પડે છે.

મિગુએલ સાથે તેમની પુત્રી ફર્નાન્ડા પણ યુવાનોને બોક્સિંગની તાલીમ આપે છે, જેથી તેઓ નશાખોરી અને ચોરી, લૂંટફાટ જેવા ગુનાથી દૂર રહીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે. મિગુએલે જિમ અને બોક્સિંગની ટ્રેનિંગ પર થતો ખર્ચ પોતે જ ઉઠાવે છે. તેમની પુત્રી ફર્નાન્ડા પ્રોફેશનલ બોક્સર છે. તેમનો એક પુત્ર ડ્રગ્સની આદતને કારણે જ ફૂટબોલર બની શક્યો ન હતો. તેથી મિગુએલને ભટકી ગયેલા યુવાનોનું જીવન સુધારવા માટેનો વિચાર આવ્યો હતો.

ઇમેજ સોર્સ :-https://www.theguardian.com/

પી.વી. સિંધુએ વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો

પી.વી. સિંધુએ વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે. વિમૅન્સ સિંગલ્સની ફાઇનલ મૅચમાં જાપાનનાં નોઝોમી ઓકુહારાને ૩૭ મિનિટમાં પરાજય આપીને આ ખિતાબ હાંસલ કર્યો હતો.

સ્વિટ્ઝરલૅન્ડમાં રમાયેલી ફાઇનલ મેચમાં શરૂઆતથી જ સિંધુ એ પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. તેમણે ૨૧-૭ અને ૨૧-૭થી જાપાનની ઓકુહરાને પરાજય આપ્યો હતો.

અગાઉ ૨૦૧૭ તથા ૨૦૧૮માં પણ સિંધુ ફાઇનલમાં પહોંચ્યા હતી, પરંતુ તે સમયે સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. અગાઉ સિંધુ વર્લ્ડ ચૅમ્પિયિનશિપમાં બે રજત અને ત્રણ કાંસ્ય એમ કુલ પાંચ પદક જીતી ચૂક્યાં છે.

આ પહેલાં વર્ષ 2016માં રિયો ઑલિમ્પિકમાં સિંધુએ રજતપદક જીત્યું હતું.

આ વિશ્વિ વિજેતાપદ સિંધુને સતત બે વાર હાથતાળી આપી ચૂક્યું હતું, પરંતુ આ વખતે એણે પૂરી તાકાત લગાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એની સખત મહેનત આખરે ફળી છે.

આ સાથે માત્ર છ મેચમાં પાંચ મેડલ જીતનાર તે પહેલી મહિલા સિંગલ્સ ખેલાડી બની છે. જ્યારે વિશ્વ સ્પર્ધામાં ત્રણેય મેડલ જીતનાર તે ચોથી ખેલાડી છે.

ગરીબ બાળકોને વિના મુલ્યે પુસ્તકો પ્રદાન કરતા સંદીપ કુમાર

ચંડીગઢના શિક્ષક સંદીપ કુમાર ગરીબ બાળકોને વિના મૂલ્યે પુસ્તકો પ્રદાન કરે છે. આ માટે તેઓ છેલ્લા બે વર્ષથી લોકોના ઘરે ઘરે જાય છે અને તેમની પાસેથી જુના પુસ્તકો ભેગા કરે છે. સંદીપ અને તેમની ટીમે અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ પુસ્તકો ભેગા કર્યા છે. આ પુસ્તકોથી ૨૦૦ થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી રહ્યા છે.

Continue reading “ગરીબ બાળકોને વિના મુલ્યે પુસ્તકો પ્રદાન કરતા સંદીપ કુમાર”

પૂરમાં ફસાયેલા લોકો સુધી મદદ પહોંચાડી રહેલું બિહારનું મિથિલા સ્ટુડન્ટ યુનિયન

બિહારમાં આવેલ પૂરના કારણે ત્યાનું સ્થાનિક જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. પૂરના કારણે ૫૦ લાખ જેટલા લોકો પ્રભાવિત થયા છે. કેટલાય લોકો બેઘર બન્યા છે તો કેટલાય પોતાના પરિવારથી વિખરાઈ ગયા છે. ખેતી અને વન્યજીવો પર પણ તેનો દુષ્પ્રભાવ પડ્યો છે. બિહારમાં અનેક સામાજીક સંસ્થાઓ દ્વારા જરૂરિયાત લોકોને પ્રાથિમક સુવિધાઓ આપવા માટે મદદ કરવામાં આવી રહી છે. તેમાં યુવાઓની એક સંસ્થા ‘મિથિલા સ્ટુડન્ટ યુનિયન’ દ્વારા આમ લોકોની મદદ કરવામાં આવી રહી છે.

Continue reading “પૂરમાં ફસાયેલા લોકો સુધી મદદ પહોંચાડી રહેલું બિહારનું મિથિલા સ્ટુડન્ટ યુનિયન”

ભારતીય રેલવે દ્વારા પ્લાસ્ટિક બોટલને રિસાયકલ કરી તેમાંથી ટીશર્ટ અને કેપ બનાવવામાં આવશે

પ્લાસ્ટિક આજના સમયમાં જમીન અને માનવજાત બન્ને માટે નુકસાન કારક છે. તેના વધતા જતા ઉપયોગ ને રોકવો એક સમસ્યા બની ગયી છે. આપણા દેશમાં રેલવે સ્ટેશનો પર પ્લાસ્ટિકની બોટલ અને પ્લાસ્ટિક કચરાને લોકો આમતેમ ફેંકી દેતા હોય છે. રેલવે બોર્ડે આ બોટલનો ફરીથી ઉપયોગ કરવા માટે નવો રસ્તો શોધી લીધો છે. પાણીની ખાલી બોટલમાંથી હવે ટીશર્ટ અને કેપ બનાવવામાં આવશે. રેલ મંત્રાલય દ્વારા શરુ કરવામાં આવેલ આ પ્રોજેક્ટ નું સફળ પરીક્ષણ બિહારના પટનાના રેલવે સ્ટેશન પર કરવામાં આવ્યું છે. હવે દેશના ૨૨૫૦ રેલવે સ્ટેશન આવા મશીનો લગાવવાની તૈયારી કરી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે રેલવેમાં સફર દરમિયાન પ્રવાસીઓ રોજની ૧૬ લાખ પાણીની બોટલનો ઉપયોગ કરે છે.

Continue reading “ભારતીય રેલવે દ્વારા પ્લાસ્ટિક બોટલને રિસાયકલ કરી તેમાંથી ટીશર્ટ અને કેપ બનાવવામાં આવશે”