Category: Gujarati

આફ્રિકાના ઇથોપિયા દેશના લોકોએ માત્ર ૧૨ કલાકમાં ૩૫ કરોડ છોડ રોપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

દક્ષિણ એશિયાના દેશ ઇથોપિયાએ માત્ર ૧૨ કલાકમાં ૩૫ કરોડ છોડ રોપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જંગલોની અંધાધૂંધ કટાઈ અને દુષ્કાળનો સામનો કરી રહેલા આ દેશે ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે આ પહેલ કરી છે જેનું નેતૃત્વ ઈથોપિયાના વડાપ્રધાન આબી અહેમદ કરી રહ્યા છે. યુનાઇટેડ નેશન્સના જણાવ્યા અનુસાર, ઇથોપિયા ૧૦૦ મિલિયનની વસ્તી સાથે આફ્રિકાનો બીજા ક્રમનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.

Continue reading “આફ્રિકાના ઇથોપિયા દેશના લોકોએ માત્ર ૧૨ કલાકમાં ૩૫ કરોડ છોડ રોપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો”

વરસાદમાં ફસાયેલા ટ્રેનના યાત્રીઓને બચાવી લેવામાં આવ્યા

મહારાષ્ટ્રમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે રોજિંદા જીવનની સાથે સાથે પરિવહન પણ પ્રભાવિત થયું છે. મુંબઈમાં ૧૦ ઇંચ વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક દરમિયાન મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. રેલ અને હવાઈ વ્યવહાર વરસાદના કારણે અસ્તવ્યસ્ત થઈ ગયા છે. મુંબઈ નજીકના થાણે જિલ્લામાં પણ વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થવા પામી છે. આ કારણે મુંબઇ-કોલ્હાપુર મહાલક્ષ્મી એક્સપ્રેસ થાણે જિલ્લાના વાંગણી પાસે પૂરના પાણીમાં ફસાઇ ગઈ હતી.

Continue reading “વરસાદમાં ફસાયેલા ટ્રેનના યાત્રીઓને બચાવી લેવામાં આવ્યા”

સફા અને મરવા નામની બહેનોને ૫૫ કલાકના જટિલ ઓપરેશન બાદ માથેથી અલગ કરવામાં આવી

સફા અને મરવા એવી બે બહેનો હતી કે જેમના માથા એક બીજાની સાથે જન્મજાત જોડાયેલા હતા. પરંતુ ડોક્ટરોની લગાતાર મહેનત બાદ ૫૫ કલાક સુધી ચાલેલા ઓપરેશનના પરિણામે આ બંને બહેનોને માથાથી અલગ કરવામાં સફળતા મળી છે. ૧૦૦ જેટલા ડોક્ટરો, એન્જિનિયર અને સાયન્ટિસ્ટોની મદદથી આ બહેનોની ત્રણ જેટલી સફળ સર્જરી કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના માથા અલગ કરી અને ખોપડી નવી બનાવવામાં આવી હતી.

Continue reading “સફા અને મરવા નામની બહેનોને ૫૫ કલાકના જટિલ ઓપરેશન બાદ માથેથી અલગ કરવામાં આવી”

લોકોને બાયો કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા માટે પ્રેરણા આપી રહેલી ૧૭ વર્ષીય ખુશી કાબરા

ડાઉન ટુ અર્થ ના એક રિપોર્ટ પ્રમાણે એક ભારતીય દર વર્ષે ૧૧ કિલો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. ‘સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ’ અનુસાર ભારતમાં રોજ કુલ ૪ હજાર ટન પલાસ્ટિકનો કચરો જમા થાય છે. તેનાથી વર્ષે ૧ લાખ સમુદ્રી જીવજંતુઓ મૃત્યુ પામે છે. આવી અનેક સમસ્યાઓને ગંભીરતાથી લઈને મુંબઈમાં રહેતી ૧૭ વર્ષીય ખુશી કાબરા લોકોને ‘બાયો કમ્પોસ્ટેબલ’ પ્લાસ્ટિકનો ઊપયોગ કરવા માટે પ્રેરણા આપી રહી છે. ખુશીએ વધુમાં વધુ લોકોને જાગૃત કરવા માટે ‘આઈ એમ નોટ પ્લાસ્ટીક’ (i am not plastic) નામનાં અભિયાનની શરૂઆત કરી છે.

Continue reading “લોકોને બાયો કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા માટે પ્રેરણા આપી રહેલી ૧૭ વર્ષીય ખુશી કાબરા”

૧૩ વર્ષનો માઈકલ પોતાની બેકરીમાં ગરીબ અને બેઘર લોકોને મફત જમવાનું આપે છે

અમેરિકાના મેરીલેન્ડમાં ૧૩ વર્ષના માઈકલ પોતાની બેકરીમાં ગરીબ તેમજ બેઘર લોકોને મફતમાં ખવડાવે છે. માઇકલ પ્લાટને પહેલેથી જ બેકિંગમાં ખૂબ રસ હતો. તેથી તેણે આજ શોખનો ઉપયોગ કરવાના હેતુ સાથે અને ગરીબોને મદદરૂપ થવા માટે બેકરી શરૂ કરવાનો નિર્ણય કર્યો.

Continue reading “૧૩ વર્ષનો માઈકલ પોતાની બેકરીમાં ગરીબ અને બેઘર લોકોને મફત જમવાનું આપે છે”

વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેમાંથી જ વર્ષ દરમિયાન પોતાની પાણીની જરૂરિયાત પૂરી કરતા ચેન્નઈના ઇંદ્ર કુમાર

જળસંકટગ્રસ્ત ચેન્નાઈમાં દરેક વ્યક્તિ પોતાની તરસ છિપાવવા માટે સમય અને પૈસા ખર્ચ કરી રહી છે. શહેરના દક્ષિણ વિસ્તારની સ્થિતિ વધુ ખરાબ છે. ઉત્તર-પૂર્વના વરસાદમાં વિલંબને લીધે શહેરના દક્ષિણ વિસ્તારનાં તમામ જળાશયો સુકાઈ ગયાં છે. હાલમાં લોકો ચેન્નાઈ મેટ્રોવૉટર બોર્ડનાં પાણીનાં ટૅન્કરો પર નિર્ભર છે, જેનું ત્રણ અઠવાડિયાં પહેલાં બુકિંગ કરાવવું પડે છે. આશ્ચર્યની વાત એ છે કે આવી પરીસ્થિતિમાં પણ ઇંદ્ર કુમાર પાસે પાણીનો ભંડાર છે.

Continue reading “વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેમાંથી જ વર્ષ દરમિયાન પોતાની પાણીની જરૂરિયાત પૂરી કરતા ચેન્નઈના ઇંદ્ર કુમાર”

કર્નાટકના કોડાગૂ જિલ્લામાં એનઆરઆઈ દંપતીએ ૨૬ વર્ષમાં ૩૦૦ એકર જમીનને વન્યજીવન અભયારણ્યમાં ફેરવી દીધી

વિશ્વમાં વધી રહેલા પ્રદુષણ અને જંગલોનો નાશ માનવીય જીવન માટે તો નુકશાનકારક છે જ, પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓના જીવન પર પણ ખોટી અસર ઉભી કરે છે. આ સમસ્યાનું નિવારણ લાવવાના હેતુસર કર્ણાટકના રહેવાસી અનિલ અને પામેલા મલ્હોત્રાએ પોતાની જમીન ઉપર વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીનું નિર્માણ કર્યું છે. આ સેન્ચ્યુરી ૩૦૦ એકરમાં ફેલાયેલી છે જે સાઈ સેન્ચુરી તરીકે જાણીતી છે.

Continue reading “કર્નાટકના કોડાગૂ જિલ્લામાં એનઆરઆઈ દંપતીએ ૨૬ વર્ષમાં ૩૦૦ એકર જમીનને વન્યજીવન અભયારણ્યમાં ફેરવી દીધી”

હોંગકોંગમાં લાખોની સંખ્યામાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ પોતાની ફરજ ભૂલ્યા વિના પલભરમાં જ એમ્બ્યુલન્સ માટે રસ્તો કરી આપ્યો

જ્યાં લોકો ઍમ્બ્યુલન્સને પણ ઓવરટેક કરીને નીકળી જવાની ફિરાકમાં હોય છે, કે પછી તેને જોઈને પણ રસ્તો આપવામાં આડોડાઈ કરતા જોવા મળતા હોય છે તેવામાં હોંગકોંગમાં ઘણી મોટી સંખ્યામાં ભેગા થયેલા પ્રદર્શનકારીઓ દ્વારા એમ્બ્યુલન્સને રસ્તો કરી આપતો વીડિયો લોકોને માનવતાની એક નવી મિસાલ પેશ કરી રહ્યો છે.

Continue reading “હોંગકોંગમાં લાખોની સંખ્યામાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ પોતાની ફરજ ભૂલ્યા વિના પલભરમાં જ એમ્બ્યુલન્સ માટે રસ્તો કરી આપ્યો”

પ્લાસ્ટિકના કચરામાંથી ટાઈલ્સ અને પાઈપ્સ બનાવતી બેંગ્લોરની સંસ્થા

પ્લાસ્ટિકના કચરાના ઉકેલ માટે સરકારો અને સ્વયંસેવી સંસ્થાઓ સતત લોકોમાં જાગૃકતા ફેલાવવા માટે કાર્યરત રહે છે. આ જ અનુસંધાનમાં બેંગ્લોરમાં સ્થાનિક સરકાર અને નાગરિકોએ સાથે મળીને પ્લાસ્ટિક-ફ્રી બેંગ્લોરની શરૂઆત કરી હતી, જે આજે કામયાબી તરફ પોતાના કદમ ઉપાડી રહી છે. ધ ઇકોનોમિક ટાઈમ્સ ના એક રિપોર્ટ અનુસાર શહેરમાં પેદા થનાર કુલ કચરાનો ૨૦ હિસ્સો પ્લાસ્ટિકનો હોઈ છે.

Continue reading “પ્લાસ્ટિકના કચરામાંથી ટાઈલ્સ અને પાઈપ્સ બનાવતી બેંગ્લોરની સંસ્થા”

તળાવમાં ડૂબી રહેલા લોકોને લાઇફગાર્ડ બનીને બચાવતો હૈદરાબાદનો યુવક શિવા

હૈદરાબાદના રહેવાસી શિવાના ભાઈ મહેન્દ્રનું તળાવમાં ડૂબવાના કારણે મૃત્યુ થઈ ગયું હતું, જે વાતથી શિવાને ખુબ દુઃખ પોહ્ચ્યું હતું. આ દુઃખદ ઘટના પછી શિવાએ નક્કી કર્યું કે તે હવે કોઈને પણ તળાવમાં ડૂબવા નહીં દે, અને આ તળાવમાં આત્મહત્યા કરવા આવતાં લોકોને પ્રેમથી સમજાવીને જીવનનું મુલ્ય સમજાવશે. આ ઉપરાંત તળાવમાં ન્હાવા પડતાં લોકોનું પણ શિવા ખાસ ધ્યાન રાખે છે. અત્યાર સુધી શિવાએ ૧૦૭ લોકોના જીવ બચાવી લીધા છે.

Continue reading “તળાવમાં ડૂબી રહેલા લોકોને લાઇફગાર્ડ બનીને બચાવતો હૈદરાબાદનો યુવક શિવા”