હાલના સમયમાં ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર જોવા મળી રહી છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં નવા કોરોના કેસના આંકડા દિન પ્રતિદિન ખૂબ તેજીથી વધી રહ્યા છે. જો તમે કોવિડ-૧૯ થી સંક્રમિત થયા હોવ તો તમારે શું કરવું જોઈએ? હોમ ક્વોરેન્ટાઇન દરમિયાન તમારે શું સાવચેતી રાખવી જોઈએ? તેના વિષે અહીં કેટલીક જાણવા જેવી બાબતોનો ઉલ્લેખ…
Category: Uncategorized
ખેતીમાં પ્રકૃતિનો સુમેળ એટલે ખેડૂતોની સમૃદ્ધિ
ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં કૃષિ ઉદ્યોગને દેશના અર્થતંત્રની કરોડરજ્જુ તથા ખેડૂતોને અન્નદાતા માનવામાં આવે છે. પરંતુ આજે એ જ ખેડૂતો, પાકને મળવાપાત્ર લઘુત્તમ ટેકાના ભાવ તથા લૉન માફી જેવી વિવિધ મુશ્કેલીઓમાં ફસાયેલા છે. છેલ્લા કેટલાક દશકોમાં ખેડૂતોની પરિસ્થિતિ ખુબજ નબળી બની છે. આજે પરિસ્થિતિ એટલે સુધી પહોંચી ગઈ છે કે, કહેવાતા અન્નદાતાના ઘરે જ ઘણીવાર…
નો ટીલિંગ ફાર્મિંગ: ખેડાણ વગર કરવામાં આવતી ખેતી
જમીનનું ખેડાણ સદીઓથી ખેતીવાડીના એક અભિન્ન અંગ તરીકે રહ્યું છે. જમીનનું ખેડાણ મુખ્યત્વે નિંદામણને દૂર કરવા તથા જમીનને વાવણી અને સિંચાઈ માટે તૈયાર કરવા માટે કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક દશકોથી ખેડાણ વગર પણ ખેતી કરવાની પદ્ધતિ પ્રચલિત થઇ રહી છે. સંશોધકો કહે છે કે જમીનના ખેડાણથી જમીન પર ઘણીબધી આડઅસરો થાય છે જેમકે,…
પરંપરાગત રેશમની ખેતી અને વણાટથી ઉમ્દેનની સ્ત્રીઓ બની આત્મનિર્ભર
મેઘાલયાના ગરીબ વિસ્તારોમાંથી એક હોવા છતાં, રી ભોઈનો ઉમ્દેન ઇલાકો નૈતિક સેરિકલ્ચર (રેશમના કીડાનો ઉછેર) અને એરી રેશમ વણાટના કેન્દ્રબિંદુ તરીકે ઉભર્યો છે, જેનું કારણ છે પરંપરાગત કલાનો વ્યવસાય કરતી સ્ત્રીઓની દૃઢતા. ભોઈની સ્ત્રીઓ પોતાના ઘરોમાં સેંકડો રેશમના કીડા રાખે છે. તેઓ તેમને દિવસ અને રાત દરમિયાન ખવડાવે છે અને પ્રેમથી તેમની સંભાળ પણ રાખે…
બૂંદેલખંડ જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પણ આવર્તનશીલ ખેતી દ્વારા સમૃદ્ધ થયેલો એક ખેડૂત
બુન્દેલખંડના દુષ્કાળગ્રસ્ત બાંદા જીલ્લામાં આવેલા બડોખર ગામમાં રહેતા એક ખેડૂત પ્રેમસિંહના હર્યાભર્યા ખેતરોને જોઇને જયારે ખબર પડે કે આ કોઈ બેંકમાંથી લોન લીધા વગર તથા રાસાયણિક ખાતર વાપર્યા વગર જ ખેતી કરવામાં આવેલી છે તો ઘડીકવાર ચોક્કસપણે આશ્ચર્ય થશે. પરંતુ આ હકીકત છે. પ્રેમસિંહ સંપૂર્ણ રીતે ઓર્ગેનિક કંપોસ્ટ તથા પ્રાકૃતિક ખાતર પર નિર્ભર છે, અને…
મિયાવાકી પદ્ધતિ: જંગલ નિર્માણનો સરળ અને ઝડપી તરીકો
શું તમે જાણો છો કે તમારા ઘર પાછળની જમીનના નાનકડા વિસ્તારને એકાદ વર્ષમાં સુંદર જંગલમાં રૂપાંતરિત કરી શકાય છે? ઉત્તરાખંડના એક એન્જીનીયર, શુભેંદુ શર્માએ, મિયાવાકી પદ્ધતિથી તેને શક્ય બનાવ્યું છે. શુભેંદુ જ્યારે ટોયોટા કંપનીમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતો, ત્યારે કંપનીના પ્લાન્ટમાં જંગલનું નિર્માણ કરવા માટે જાપાનના પ્રકૃતિવાદી અકીરા મિયાવાકીને બોલાવવામાં આવ્યા, જેમની જંગલ ઉગાડવાની પદ્ધતિ…
આઈસ સ્તૂપ: લદ્દાખમાં જળસંગ્રહ પદ્ધતિનો એક ઉત્તમ નમૂનો
લદ્દાખના રણપ્રદેશમાં પાણીની કટોકટીને ઉકેલવા માટે “આઈસ સ્તૂપ” નામક એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જે ઉનાળામાં, રોજિંદા વપરાશ અને ખેતી માટે જરૂરી પાણી પૂરું પાડશે તથા ઘટતા જતા હિમનદીઓના વિસ્તારને અટકાવવા માટે પણ ખુબજ મદદરૂપ સાબિત થશે. ભારતની ઉત્તરીય સીમામાં સ્થિત લદ્દાખ સાંસ્કૃતિક, ભૌગોલિક તથા આબોહવાની દ્રષ્ટિએ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. હિમાલયની પર્વતમાળા,…
શું “ટીકા” સમાજ માટે ફાયદાકારક બની શકે?
આપણી આસપાસ દરરોજ ઘણાબધા બનાવો બનતા હોય છે, જેમાંથી કેટલાક બનાવોની પ્રસંશા થાય છે તો કેટલાકની નિંદા. ખાસ કરીને જયારે કોઈ અણબનાવ બને ત્યારે ચારેકોર નિંદા થવા લાગે છે, અને સૌ કોઇ પોતાના સ્વભાવ અનુસાર ટીકાઓ કરવા લાગે છે. વ્યક્તિગત જીવનમાં પણ જયારે આપણને કોઈનું વર્તન અથવા કાર્ય ન ગમે ત્યારે સ્વાભાવિક રીતે આપણે તેની…
સ્વસ્થ શરીર માટે શર્કરા (સુગર) પર નિયંત્રણ અત્યંત જરૂરી
આજે જ્યારે શરીરમાં વધુ પડતી શર્કરા (સુગર)ને કારણે મોટાપો વધતો જાય છે અને લોકો સ્થૂળતાથી તથા બીજી અન્ય બીમારીઓથી પીડાય છે, ત્યારે આપણી માટે આપણા ખોરાક વિષે માહિતી રાખવી અનિવાર્ય બની રહે છે. રોજિંદા જીવનમાં આપણો ખોરાક એ રીતે માપસરનો હોવો જોઈએ કે શરીરમાં શર્કરાનું પ્રમાણ વધી ન જાય, તથા જરૂરી માત્રામાં શર્કરા મળી રહે….
ઍક્ટિવ લર્નિંગ: ઉજ્જવળ ભવિષ્ય માટે શૈક્ષણિક પદ્ધતિમાં સુધાર લાવવા માટેનો ઉકેલ
ઝડપથી વિકસી રહેલા ભારતના અર્થતંત્રમાં, ઔદ્યોગિકરણ અને ટેકનોલોજીનો વિકાસ તેની ચરમ પર છે, તો દેખીતી રીતે શિક્ષિતો માટે રોજગારીની તકો પણ વધવી જોઈએ. પરંતુ વાસ્તવિક રીતે દેશમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જરૂરી કૌશલ્ય તથા લાયકાતના અભાવે ઘણાબધા શિક્ષિતો નોકરી મેળવી શકતા નથી. આમ રોજગારીની તકો હોવા છતાં, ઘણાબધા શિક્ષિતો બેરોજગાર રહે…