પરંપરાગત રેશમની ખેતી અને વણાટથી ઉમ્દેનની સ્ત્રીઓ બની આત્મનિર્ભર

મેઘાલયાના ગરીબ વિસ્તારોમાંથી એક હોવા છતાં, રી ભોઈનો ઉમ્દેન ઇલાકો નૈતિક સેરિકલ્ચર (રેશમના કીડાનો ઉછેર) અને એરી રેશમ વણાટના કેન્દ્રબિંદુ તરીકે ઉભર્યો છે, જેનું કારણ છે પરંપરાગત કલાનો વ્યવસાય કરતી સ્ત્રીઓની દૃઢતા. ભોઈની સ્ત્રીઓ પોતાના ઘરોમાં સેંકડો રેશમના કીડા રાખે છે. તેઓ તેમને દિવસ અને રાત દરમિયાન ખવડાવે છે અને પ્રેમથી તેમની સંભાળ પણ રાખે […]

Continue Reading

બૂંદેલખંડ જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પણ આવર્તનશીલ ખેતી દ્વારા સમૃદ્ધ થયેલો એક ખેડૂત

બુન્દેલખંડના દુષ્કાળગ્રસ્ત બાંદા જીલ્લામાં આવેલા બડોખર ગામમાં રહેતા એક ખેડૂત પ્રેમસિંહના હર્યાભર્યા ખેતરોને જોઇને જયારે ખબર પડે કે આ કોઈ બેંકમાંથી લોન લીધા વગર તથા રાસાયણિક ખાતર વાપર્યા વગર જ ખેતી કરવામાં આવેલી છે તો ઘડીકવાર ચોક્કસપણે આશ્ચર્ય થશે. પરંતુ આ હકીકત છે. પ્રેમસિંહ સંપૂર્ણ રીતે ઓર્ગેનિક કંપોસ્ટ તથા પ્રાકૃતિક ખાતર પર નિર્ભર છે, અને […]

Continue Reading

મિયાવાકી પદ્ધતિ: જંગલ નિર્માણનો સરળ અને ઝડપી તરીકો

શું તમે જાણો છો કે તમારા ઘર પાછળની જમીનના નાનકડા વિસ્તારને એકાદ વર્ષમાં સુંદર જંગલમાં રૂપાંતરિત કરી શકાય છે? ઉત્તરાખંડના એક એન્જીનીયર, શુભેંદુ શર્માએ, મિયાવાકી પદ્ધતિથી તેને શક્ય બનાવ્યું છે. શુભેંદુ જ્યારે ટોયોટા કંપનીમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતો, ત્યારે કંપનીના પ્લાન્ટમાં જંગલનું નિર્માણ કરવા માટે જાપાનના પ્રકૃતિવાદી અકીરા મિયાવાકીને બોલાવવામાં આવ્યા, જેમની જંગલ ઉગાડવાની પદ્ધતિ […]

Continue Reading

આઈસ સ્તૂપ: લદ્દાખમાં જળસંગ્રહ પદ્ધતિનો એક ઉત્તમ નમૂનો

લદ્દાખના રણપ્રદેશમાં પાણીની કટોકટીને ઉકેલવા માટે “આઈસ સ્તૂપ” નામક એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જે ઉનાળામાં, રોજિંદા વપરાશ અને ખેતી માટે જરૂરી પાણી પૂરું પાડશે તથા ઘટતા જતા હિમનદીઓના વિસ્તારને અટકાવવા માટે પણ ખુબજ મદદરૂપ સાબિત થશે. ભારતની ઉત્તરીય સીમામાં સ્થિત લદ્દાખ સાંસ્કૃતિક, ભૌગોલિક તથા આબોહવાની દ્રષ્ટિએ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. હિમાલયની પર્વતમાળા, […]

Continue Reading

લોકડાઉન: આત્મનિરીક્ષણ માટેનો શ્રેષ્ઠ અવસર

સંક્ષિપ્તમાં: હાલમાં કોરોના વાઇરસને કારણે કરવામાં આવેલા વૈશ્વિક લોકડાઉનથી જાણે જીવન સ્થગિત થઈ ગયું છે. જોકે આવી સ્થગિતતા આર્થિક અને રાજકીય દૃષ્ટિએ નુકશાનકારક છે પરંતુ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ પ્રગતિશીલ હોઈ શકે છે, કારણ કે તે વ્યક્તિને ચારે તરફ જોવાનું બંધ કરીને પોતાની અંદર જોવાની તક આપે છે. પોતાની અંદર જોવાના ત્રણ પાસાં છે: આત્મનિરીક્ષણ, કારણ […]

Continue Reading

શું “ટીકા” સમાજ માટે ફાયદાકારક બની શકે?

આપણી આસપાસ દરરોજ ઘણાબધા બનાવો બનતા હોય છે, જેમાંથી કેટલાક બનાવોની પ્રસંશા થાય છે તો કેટલાકની નિંદા. ખાસ કરીને જયારે કોઈ અણબનાવ બને ત્યારે ચારેકોર નિંદા થવા લાગે છે, અને સૌ કોઇ પોતાના સ્વભાવ અનુસાર ટીકાઓ કરવા લાગે છે. વ્યક્તિગત જીવનમાં પણ જયારે આપણને કોઈનું વર્તન અથવા કાર્ય ન ગમે ત્યારે સ્વાભાવિક રીતે આપણે તેની […]

Continue Reading

સ્વસ્થ શરીર માટે શર્કરા (સુગર) પર નિયંત્રણ અત્યંત જરૂરી

આજે જ્યારે શરીરમાં વધુ પડતી શર્કરા (સુગર)ને કારણે મોટાપો વધતો જાય છે અને લોકો સ્થૂળતાથી તથા બીજી અન્ય બીમારીઓથી પીડાય છે, ત્યારે આપણી માટે આપણા ખોરાક વિષે માહિતી રાખવી અનિવાર્ય બની રહે છે. રોજિંદા જીવનમાં આપણો ખોરાક એ રીતે માપસરનો હોવો જોઈએ કે શરીરમાં શર્કરાનું પ્રમાણ વધી ન જાય, તથા જરૂરી માત્રામાં શર્કરા મળી રહે. […]

Continue Reading

ઍક્ટિવ લર્નિંગ: ઉજ્જવળ ભવિષ્ય માટે શૈક્ષણિક પદ્ધતિમાં સુધાર લાવવા માટેનો ઉકેલ

ઝડપથી વિકસી રહેલા ભારતના અર્થતંત્રમાં, ઔદ્યોગિકરણ અને ટેકનોલોજીનો વિકાસ તેની ચરમ પર છે, તો દેખીતી રીતે શિક્ષિતો માટે રોજગારીની તકો પણ વધવી જોઈએ. પરંતુ વાસ્તવિક રીતે દેશમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જરૂરી કૌશલ્ય તથા લાયકાતના અભાવે ઘણાબધા શિક્ષિતો નોકરી મેળવી શકતા નથી. આમ રોજગારીની તકો હોવા છતાં, ઘણાબધા શિક્ષિતો બેરોજગાર રહે […]

Continue Reading

તુર્કીનું એક નગર જ્યાં છેલ્લા ૭૦ વર્ષોથી કોઈ ભૂખ્યું ઉંઘ્યું નથી

એલાઝીગ પ્રાંતની ૧૦૦ કીમી. ઉત્તરે આવેલ કારાકોકન નગર પોતાની આગવી પરંપરાને લીધે હમણાં કેટલાક વર્ષોથી લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ત્યાંના સ્થાનિકો માટે કમનસીબ જરૂરતમંદોને મદદ કરી પોતાની ફરજ અદા કરવી એક પરંપરા બની ગઈ છે. આ નગરમાં એવા ઘણા બધા રેસ્ટોરન્ટ આવેલા છે જ્યાં જરૂરતમંદ લોકોને મફતમાં જમાડવામાં આવે છે. આ પરંપરાને દાયકા દર […]

Continue Reading

સ્વસ્થ સમાજ માટે હકારાત્મક સમાચાર અતિઆવશ્યક!

જયારે સતત નકારાત્મક સમાચાર સાંભળવાની અસર જોડી જેક્સનના જીવન પર પડી, ત્યારે ઉંડાણપૂર્વક તેમણે વિચાર્યું કે, સમાચારોમાં જે ખોટું થઇ રહ્યું હોય તેની પર ભાર શા માટે મુકવામાં આવે છે? પ્રચાર માધ્યમ(મીડિયા)થી થતી મનોવૈજ્ઞાનિક અસરો પર સાત વર્ષ સંશોધન કર્યા બાદ, જેક્સને બીજા લોકોને મદદરૂપ થવા તથા તેમને “જાગૃત સમાચાર ઉપભોક્તા” બનાવવા માટે “યુ આર […]

Continue Reading