એક રિપોર્ટ પ્રમાણે દર વર્ષે સમુદ્રોમાં આશરે ૮ મિલિયન મેટ્રિક ટન કચરો પેદા થાય છે. આ કચરો દુનિયાભરના મહાસાગરોની 700 દરિયાઈ પ્રજાતિઓને અસર કરે છે. આ કચરાની અસર સૌથી વધારે સમુદ્રી કાચબાને થાય છે. સમુદ્રી જીવ માટે આ કચરો મોત નું જંજાળ બને છે. ઓરિસ્સાના રહેવાસી 22 વર્ષીય રંજન બિસ્વાલ અને 20 વર્ષીય દિલીપ કુમાર…
કતરમાં રસ્તાઓનું તાપમાન ઘટાડવા માટે કૂલ પેવમેન્ટ નામનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો.
કતરમાં પબ્લિક વર્કસ ઓથોરિટી (અશ્ગલ) એ રાજધાની દોહામાં પાયલોટ “કૂલ પેવમેન્ટ” પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, જેમાં રસ્તાઓનું તાપમાન ઘટાડવા માટે ક્રાયોજેનિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંપરાગત અલકટારા અને રેતી મિશ્રિત મસાલાથી વિપરીત, જે સૂર્યપ્રકાશના ૯૫ ટકા સુધી શોષણ કરીને તાપમાનમાં વધારો કરવા માટે ફાળો ઘટાડે છે, “કૂલ પેવમેન્ટ” જે યુવી કિરણોને પ્રતિબિંબિત કરે છે…
મેક્સિકોના યુવાનોને નશાથી દુર કરવા માટે બોક્સિંગ તરફ પ્રેરી રહેલા મિગુએલ
મેક્સિકો શહેર ડ્રગ્સ અને ગેંગવોરના કારણે બદનામ છે. એક રિપોર્ટ અનુસાર અહીંના નવયુવાનો નશીલા પદાર્થનું સેવન મોટા પ્રમાણમાં કરે છે. આ જોઇને મેક્સિકોના જાણીતા ફૂટબોલર અને બોક્સિંગના શોખીન મિગુએલ એન્જલ રામિરેજે મેક્સિકોના એકેટેપેક શહેરમાં એક બ્રિજ નીચે જીમ અને બોક્સિંગની ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી છે. બોક્સિંગ અને જીમ તરફ યુવાનોને આકર્ષીને મિગુએલ શહેરના યુવાનોને ડ્રગ્સના…
પી.વી. સિંધુએ વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો
પી.વી. સિંધુએ વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે. વિમૅન્સ સિંગલ્સની ફાઇનલ મૅચમાં જાપાનનાં નોઝોમી ઓકુહારાને ૩૭ મિનિટમાં પરાજય આપીને આ ખિતાબ હાંસલ કર્યો હતો. સ્વિટ્ઝરલૅન્ડમાં રમાયેલી ફાઇનલ મેચમાં શરૂઆતથી જ સિંધુ એ પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. તેમણે ૨૧-૭ અને ૨૧-૭થી જાપાનની ઓકુહરાને પરાજય આપ્યો હતો. અગાઉ ૨૦૧૭ તથા ૨૦૧૮માં પણ સિંધુ ફાઇનલમાં પહોંચ્યા હતી, પરંતુ…
ગરીબ બાળકોને વિના મુલ્યે પુસ્તકો પ્રદાન કરતા સંદીપ કુમાર
ચંડીગઢના શિક્ષક સંદીપ કુમાર ગરીબ બાળકોને વિના મૂલ્યે પુસ્તકો પ્રદાન કરે છે. આ માટે તેઓ છેલ્લા બે વર્ષથી લોકોના ઘરે ઘરે જાય છે અને તેમની પાસેથી જુના પુસ્તકો ભેગા કરે છે. સંદીપ અને તેમની ટીમે અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ પુસ્તકો ભેગા કર્યા છે. આ પુસ્તકોથી ૨૦૦ થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી રહ્યા…
૧૨ વર્ષના વેંકટેશે એમ્બ્યુલન્સ માટે પાણીના પ્રવાહમાં જંપલાવી તેમાં ગરકાવ થઈ ગયેલા રસ્તાનું દિશા સુચન કર્યું
કર્ણાટકના રાયચૂર જિલ્લાના હીરેરાયનકુંપી ગામના એક ૧૨ વર્ષીય બાળક વેંકટેશે પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણીમાં ફસાયેલી એમ્બ્યુલન્સને પાણીમાં ગરકાવ થઈ ગયેલો રસ્તો બતાવી એક બહાદુરી ભર્યા કાર્યને અંજામ આપ્યો હતો. પૂરમાં ડૂબેલ રસ્તા પર એમ્બ્યુલન્સને રસ્તો દેખાડ્યા બાદ આ બાળક લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે. રસ્તો દેખાડવા માટે પાણીના પ્રવાહની ચિંતા કર્યા વગર વેંકટેશ પાણીમાં…
છોડના રોપા માટે પ્લાસ્ટિકની જગ્યાએ બિનજરૂરી વાંસમાંથી કૂંડા બનાવતા વિપુલ પાંડે
ગુજરાત વન વિભાગે થોડા સમય પહેલા છોડના રોપાને પ્લાસ્ટિકની થેલીના બદલે નારિયેળની ખોળમાં ઉગાડવાનો પ્રયોગ કર્યો હતો. આ પહેલ કામયાબ પણ થઈ હતી. નારિયેળનો આ રીતે પ્રયોગ જોઈને તેનાથી પ્રેરાઈ અંદામાન દ્વીપના IFS ઓફિસર વિપુલ પાંડેએ ઇકો-ફ્રેન્ડલી રીતે છોડ વાવવાનો વધુ એક ઉપાય શોધ્યો છે. તેમણે પ્લાસ્ટિકને બદલે વાંસમાં છોડ વાવ્યા છે. છેલ્લા ઘણા સમયથી…
રિક્ષાને એમ્બ્યુલન્સમાં ફેરવી જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા સુનીલ મિશ્રા
મુંબઈમાં રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા સુનીલ મિશ્રા એક ઓટો ડ્રાઇવર છે, પંરતુ કોઈ બીમાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવામાં તેમની આ રિક્ષા એમ્બ્યુલન્સમાં ફેરવાઈ જાય છે. મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના નાનકડા ગામના રહેવાસી સુનીલ મિશ્રા નોકરીની શોધમાં મુંબઈ આવ્યા હતા અને અંબુજવાડી સ્લમ વિસ્તારમાં રહેવા લાગ્યા હતા. ધોરણ ૧૦ સુધી ભણેલા સુનીલે રિક્ષા ખરીદીને મુંબઈની ગલીઓમાં…
પૂરમાં ફસાયેલા લોકો સુધી મદદ પહોંચાડી રહેલું બિહારનું મિથિલા સ્ટુડન્ટ યુનિયન
બિહારમાં આવેલ પૂરના કારણે ત્યાનું સ્થાનિક જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. પૂરના કારણે ૫૦ લાખ જેટલા લોકો પ્રભાવિત થયા છે. કેટલાય લોકો બેઘર બન્યા છે તો કેટલાય પોતાના પરિવારથી વિખરાઈ ગયા છે. ખેતી અને વન્યજીવો પર પણ તેનો દુષ્પ્રભાવ પડ્યો છે. બિહારમાં અનેક સામાજીક સંસ્થાઓ દ્વારા જરૂરિયાત લોકોને પ્રાથિમક સુવિધાઓ આપવા માટે મદદ કરવામાં…
ભારતીય રેલવે દ્વારા પ્લાસ્ટિક બોટલને રિસાયકલ કરી તેમાંથી ટીશર્ટ અને કેપ બનાવવામાં આવશે
પ્લાસ્ટિક આજના સમયમાં જમીન અને માનવજાત બન્ને માટે નુકસાન કારક છે. તેના વધતા જતા ઉપયોગ ને રોકવો એક સમસ્યા બની ગયી છે. આપણા દેશમાં રેલવે સ્ટેશનો પર પ્લાસ્ટિકની બોટલ અને પ્લાસ્ટિક કચરાને લોકો આમતેમ ફેંકી દેતા હોય છે. રેલવે બોર્ડે આ બોટલનો ફરીથી ઉપયોગ કરવા માટે નવો રસ્તો શોધી લીધો છે. પાણીની ખાલી બોટલમાંથી હવે…